Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૮
ગાથા : ૭૫
છટ્ટો કર્મગ્રંથ
ઉપશમ સમ્યક્ત્વવાળો જીવ ઉપશમશ્રેણી માંડી શકતો નથી. તો પણ ઉપશમ સમ્યક્ત્વનો પ્રસંગ હોવાથી તે સમજાવાય છે.
અનાદિ મિથ્યાત્વી પ્રાથમિક ઉપશમ સમ્યક્ત્વ પામે, તેનું વર્ણન -
અનાદિકાળથી મિથ્યાત્વ ગુણઠાણે રહેલો, અનેક જન્મ-મરણોમાં રખડતો આ જીવ જ્યારે તેનો સમ્યક્ત્વ પામવાનો કાલ (તથાભવ્યતા) પાકે છે. ત્યારે નીચે મુજબની યોગ્યતાવાળો બને છે.
(૧) સંજ્ઞી, પંચેન્દ્રિય, પર્યાપ્ત એવો ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં વર્તતો જીવ. (૨) યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરતાં પહેલાં પણ અંતર્મુહૂર્ત સુધી પ્રતિસમયે અનંતગુણ વિશુદ્ધિવાળો,
(૩) મતિઅજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભંગજ્ઞાનમાંથી કોઈપણ એક સાકાર ઉપયોગવાળો. (૪) તેજો-પદ્મ અને શુક્લ લેશ્યામાંથી કોઈપણ એક શુભલેશ્યાવાળો,
(૫) પરાવર્તમાન પ્રકૃતિઓમાં શુભપ્રકૃતિઓનો બંધક.
(૬) અનિવાર્ય એવી જે જે અશુભ પ્રકૃતિઓ બંધાય છે તે તે અશુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયા રસને બદલે બેઠાણીયો રસ બાંધતો,
(૭) શુભ પ્રકૃતિઓના બે ઠાણીયા રસને બદલે ચાર ઠાણીયો ૨સ બાંધતો.
(૮) પૂર્વે બાંધેલી અને સત્તામાં રહેલી એવી અશુભ અને શુભ પ્રકૃતિઓનો રસ પણ અનુક્રમે બેઠાણીયો અને ચારઠાણીઓ કરતો
(૯) આયુષ્ય સિવાયનાં સાત કર્મોની નવી નવી સ્થિતિનો બંધ પણ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ કરતો અને તે પણ પલ્યોપમના અસંખ્યાતના ભાગે હીન હીન બાંધતો,
આવા પ્રકારની યોગ્યતાવાળો જીવ, પર્વતની પાસે વહેતી નદીમાં તણાતોઅથડાતો-કુટાતો પત્થર જેમ અનાયાસે ગોળ અને લીસો થાય છે. તેમ નદીઘોલગોલ ન્યાયે પરમવિશુદ્ધિવાળો બન્યો છતો “યથાપ્રવૃત્ત' આદિ ૩ કરણ કરે છે. “ઘણા વિશિષ્ટ પ્રયત્ન વિના સહેજે સહેજે આવેલ વિશુદ્ધિવાળો જે આત્મપરિણામ” તે યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. આવા પ્રકારના યથાપ્રવૃત્તકરણાત્મક પરિણામને લીધે આ જીવ, સત્તામાં રહેલાં આયુષ્ય વિનાનાં સાત કર્મોની સ્થિતિ ૭૦-૪૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની જે છે. તે તોડીને એક કોડાકોડી સાગરોપમમાં પણ કંઈક ન્યૂન કરે છે. એને ગ્રન્થિદેશ પાસે આવ્યો કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org