Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૧
૨૨૧ દેવાયુષ્ય બાંધે છે. તથા સમ્યક્ત હોવાથી તીર્થકર નામકર્મ પણ બંધાય છે. તે માટે મિશ્રની ૭૪માં ૩ વધારે કરતાં ૭૭ બંધાય છે. ત્રીજે ગુણઠાણે જે ૪૬ પ્રકૃતિઓ બંધમાંથી કાઢી નાખી છે. તેમાંથી ૨ આયુષ્ય અને જિનનામ વિના અહીં ૪૩ પ્રકૃતિઓ બંધમાંથી ન્યૂન કરવી.
દેશવિરતિ ગુણઠાણે પ૩ ને છોડીને બાકીની ૬૭ બંધાય છે. ૪૩ પ્રકૃતિઓ તો જે ચોથે ગુણઠાણે નથી બંધાતી, તે જ જાણવી. તદુપરાન્ત મનુષ્યના ભવપ્રાયોગ્ય ૩ મનુષ્યત્રિક, ૨ ઔદારિકદ્ધિક અને ૧ વજઋષભ નારાચ સંઘયણ આ ૬ બંધાતી નથી. કારણ કે આ ૬ પ્રકૃતિઓ મનુષ્યપ્રાયોગ્ય જ છે કે જે દેવ-નારકી બાંધે છે તેઓને પાંચમું ગુણઠાણું નથી. અને પાંચમા ગુણઠાણે વર્તનારા જે તિર્યચ-મનુષ્યો છે. તે નિયમા દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી આ ૬ કર્મપ્રકૃતિઓ પાંચમે ગુણઠાણે બંધમાં નથી. તથા અપ્રત્યાખ્યાનીય ૪ કષાય દેશવિરતિના ઘાતક છે. તે પાંચમે ગુણઠાણે ઉદયમાં ન હોવાથી બંધાતા પણ નથી. આમ ૪૩ + ૬ + ૪ = પ૩ વિના બાકીના ૬૭ બંધાય છે.
પ્રમત્તસંયત નામના છઠ્ઠા ગુણઠાણે સર્વવિરતિના ઘાતક પ્રત્યાખ્યાનાવરણ નામના ૪ કષાયોનો બંધ ન હોવાથી તે ચાર વધારે બાદ કરતાં ૬૩ જ બંધાય છે. ૧૨૦ - ૫૭ = ૬૩ છટ્ટે ગુણઠાણે બંધાય છે. | ૭૦ |
इगुणट्ठिमप्पमत्तो, बंधइ देवाअयस्स इअरो वि । अट्ठावन्नमपुव्वो, छप्पन्नं वा वि छव्वीसं ॥ ७१ ॥ एकोनषष्टिमप्रमत्तो बध्नाति देवायुः इतरोऽपि । अष्टपञ्चाशतमपूर्वः, षट्पञ्चाशतं वाऽपि षड्विंशतिम्: ।। ७१ ॥
ગાથાર્થ - અપ્રમત્ત ગુણઠાણે ૧૯ બંધાય છે. (પ્રમત્તથી) ઈતર એવો આ અપ્રમત્ત પણ દેવાયુષ્ય બાંધે છે. અપૂર્વકરણ ગુણઠાણે વર્તતો જીવ ૫૮ - ૧૬ અને ૨૬ બાંધે છે. // ૭૧ //
વિવેચન - પ્રમત્ત ગુણઠાણે ૬૩ બંધાય છે. એમ ઉપરોક્ત ગાથામાં કહેલ છે. તેમાંથી ૧ અસતાવેદનીય, ૧ અરતિ, ૧ શોક, ૧ અસ્થિર, ૧ અશુભ, ૧ અયશકીર્તિ આમ ૬ પ્રકૃતિઓનો બંધ છઠ્ઠા સુધી જ થાય છે. તેથી આ ૬ વિના, અને આહારકનો બંધ સાતમે શરૂ થતો હોવાથી તે ૨ ઉમેરતાં સાતમા ગુણઠાણે ૬૩ - ૬ = ૫૭ + ૨ = ૨૯ ઓગણસાઠ પ્રકૃતિઓ બંધાય છે.
૧૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org