Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૬૮
ગાથાર્થ - જ્ઞાનાવરણીય ૫, અંતરાય ૫, એમ બન્ને મળીને ૧૦, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, મિથ્યાત્વ ૧, સમ્યક્ત્વમોહનીય ૧, સંજ્વલન લોભ ૧, વેદ ૩, આયુષ્ય ૪, નામકર્મની ચૌદમા ગુણઠાણે ઉદયવતી ૯, અને ઉચ્ચગોત્ર ૧, આમ કુલ ૪૧ પ્રકૃતિઓ ઉદયથી ઉદીરણામાં કંઈક વિશેષતા ધરાવે છે. / ૬૮ ||
વિવેચન - કઈ કઈ પ્રકૃતિઓમાં ક્યારે ક્યારે ઉદય અને ઉદીરણામાં વિશેષતા છે તે આ ગાથામાં સમજાવે છે -
૨૧૭
જ્ઞાનાવરણીય ૫, ચક્ષુ દર્શનાવરણીય આદિ ૪, અને અંતરાય ૫, આમ આ ૧૪ પ્રકૃતિઓનો ઉદય અને ઉદીરણા ક્ષીણમોહ ગુણસ્થાનકની ૧ ચરમ આવલિકા બાકી રહે ત્યાં સુધી સદા સાથે જ પ્રવર્તે છે. પરંતુ અંતિમ ચરમ આવલિકામાં માત્ર ઉદય જ પ્રવર્તે છે. કારણ કે આ ૧૪ પ્રકૃતિઓની હવે માત્ર ૧ આવલિકાની જ સત્તા હોવાથી તે ચરમ આવલિકાની બહાર આ ૧૪ કર્મપ્રકૃતિઓનું દલિક જ નથી.
માટે તેમની ઉદીરણા હોતી નથી.
દર્શનાવરણીય કર્મમાં નિદ્રાપંચકનો સર્વે જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ્યાં સુધી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી માત્ર ઉદય જ હોય છે. પણ ઉદીરણા હોતી નથી. શેષ કાલે સદા ઉદય-ઉદીરણા બન્ને સાથે જ હોય છે.
સાતા-અસાતા વેદનીયકર્મની છટ્ઠા પ્રમત્ત ગુણસ્થાનક સુધી સદા ઉદય અને ઉદીરણા સાથે જ પ્રવર્તે છે. પણ સાતમા ગુણઠાણાથી તે બન્ને વેદનીયનો કેવલ એકલો ઉદય જ હોય છે. તથાસ્વભાવે ઉદીરણા હોતી નથી.
અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ નવું પ્રાથમિક ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે, મિથ્યાત્વ ગુણઠાણે અન્તરક૨ણ કરે છે તે-પ્રથમ સ્થિતિની ૧ આવલિકા જ્યારે શેષ રહે છે. ત્યારે મિથ્યાત્વમોહનીયનો માત્ર ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી. કારણ કે ૧ આવલિકા પછી અન્તરકરણ (શુદ્ધભૂમિ) કરેલ છે. ત્યાં મિથ્યાત્વનું દલિક નથી.
ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ જીવ ૪ થી ૭ ગુણસ્થાનકમાં વર્તતો છતો જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વ પામવાનો પ્રારંભ કરે છે. અને મિથ્યાત્વ તથા મિશ્રમોહનીય ખપાવ્યા પછી સમ્યક્ત્વમોહનીયને ખપાવતાં ખપાવતાં સર્વ અપવર્તના વડે અપવર્તાવીને માત્ર અંતર્મુહૂર્તની સ્થિતિવાળી કરી હોય. અને તેને ઉદય-ઉદીરણા વડે અનુભવતાં અનુભવતાં જ્યારે એક આવલિકા માત્ર સમ્યક્ત્વમોહનીય રહે છે. ત્યારે તે સમ્યક્ત્વમોહનીયનો કેવલ ઉદય જ હોય છે. ઉદીરણા હોતી નથી. તથા ઉપશમશ્રેણી માંડવા માટેનું ઉપશમ સમ્યક્ત્વ પામતો હોય અને દર્શનત્રિકનું અંતરકરણ કરે, તેમાં પ્રથમસ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org