Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૬ ગાથા : ૬૮
છઠ્ઠો કર્મગ્રંથ વિવેચન - ઉદયકાલને પ્રાપ્ત થયેલાં દલિકોનો વિપાકથી અનુભવ કરવો તે ઉદય કહેવાય છે. અને ઉદયકાલને પ્રાપ્ત ન થયેલાં ઉદયાવલિકાની બહાર રહેલાં એવાં કર્મ-દલિકોને કષાયસહિત અથવા કષાયરહિત એવા યોગસંજ્ઞક વીર્યવિશેષ વડે આકર્ષીને ઉદયાવલિકામાં લાવીને તે દલિકોનો ઉદયમાં આવી ચુકેલ કર્મપરમાણુઓની સાથે જે અનુભવ કરવો તેને જૈનશાસ્ત્રોમાં ઉદીરણા કહેવાય છે. આ ઉદીરણામાં સ્વામિત્વને આશ્રયી ઉદયથી કોઈ વિશેષતા નથી. સારાંશ કે જે જીવ જ્ઞાનાવરણીયાદિ જે જે કર્મોના ઉદયનો સ્વામી છે તે જીવ તે તે કર્મોની ઉદીરણાનો પણ નિયમો સ્વામી છે. આમ જાણવું. “નત્ય ૩૬ તલ્થ કવીરા, નસ્થ કવીરપIT તત્ય ૩ો ત્તિ” આવું શાસ્ત્રકાર પુરુષોનું વચન પ્રમાણ છે. તેમાં ૪૧ પ્રકૃતિઓનો અપવાદ છે. ૪૧ પ્રકૃતિઓમાં પણ ઘણો કાલ તો ઉદય-ઉદીરણા સાથે જ હોય છે. ફક્ત ક્યારેક ક્યારેક ચરમ આવલિકા જેવા અલ્પકાળમાં આગલ-આગલ દલિક ન હોવાથી ઉદયમાત્ર હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી. આ ૪૧ પ્રકૃતિઓનો અપવાદ હવે આવનારી ૬૮ મી ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે.
પ્રશ્ન - ઉદય-ઉદીરણાનું સ્વામિત્વ સમાન છે. માત્ર ૪૧ પ્રકૃતિઓમાં જ અલ્પકાલીન વિશેષતા છે. આવું વિધાન અત્યારે કેમ કરવું પડ્યું ?
ઉત્તર - ગાથા ૧ થી ૬૬ માં સામાન્યપણે, તથા જીવસ્થાનક ઉપર, ગુણસ્થાનક ઉપર અને કેટલીક માર્ગણાસ્થાનો ઉપર બંધસ્થાનક-ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકનો સંવેધ કહ્યો છે. હવે આ વિષય સમાપ્ત થવા આવ્યો છે. આની પછી ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી કહેવાની છે. તેથી કોઈ શિષ્યને પ્રશ્ન થાય કે સર્વગ્રંથોમાં બંધ-ઉદયઉદીરણા અને સત્તા આ ચારેનું વર્ણન સાથે જ હોય છે. જેમકે કર્મસ્તવ. તો અહીં માત્ર બંધ-ઉદય અને સત્તા એમ ત્રણનું જ વર્ણન કેમ કર્યું ? ઉદીરણા કેમ ન જણાવી ? તેવી શંકાને દૂર કરવા માટે કહે છે કે ઉદય-ઉદીરણા સરખી હોવાથી ઉદયના કથનની સાથે જ ઉદીરણા સમજી લેવી. પણ ઉદીરણા કહી નથી એમ નથી. છે ૬૭ ||
नाणंतरायदसगं, दंसण नव वेयणिज मिच्छत्तं । सम्मत्त लोभ वेयाउआणि, नव नाम उच्चं च ॥ ६८ ।। ज्ञानान्तरायदशकं, दर्शननव वेदनीयमिथ्यात्वम् । सम्यक्त्वलोभवेदायूंषि नव नामोच्चैश्च ।। ६८ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org