Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૮
ગાથા : ૪૯-૫૦-૫૧
एकं सूक्ष्मसम्पराये, वेदयति अवेदगा भवेयुश्शेषाः । મજ્ઞાનાશ્ચ પ્રમાળ, પૂર્વાદ્દિષ્ટેન જ્ઞાતવ્યમ્ ।। ૧ ।।
ગાથાર્થ - મિથ્યાત્વે સાતથી દશ સુધીનાં, સાસ્વાદન અને મિશ્ને (સાતથી) વધુમાં વધુ નવ સુધીનાં, અવિરતે છ થી નવ સુધીનાં, દેશવિરતે પાંચથી આઠ સુધીનાં, ક્ષાયોપશમિકભાવની વિરતિવાળાં (એટલે કે પ્રમત્ત-અપ્રમત્ત) ગુણસ્થાનકે ચારથી સાત સુધીનાં, અપૂર્વ કરણે (ચારથી) છ સુધીનાં અને અનિવૃત્તિબાદર સંપરાય ગુણઠાણે એકનું અથવા બેનું એમ ઉદયસ્થાનો જાણવાં. સૂક્ષ્મસંપરાયે ૧ લોભને જ જીવ ઉદયથી વેઠે છે. બાકીના (૧૧ થી ૧૪) ગુણસ્થાનકવાળા જીવો અવેદક જાણવા. ભાંગાઓનું પ્રમાણ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. ॥ ૪૯ - ૫૦ - ૫૧ ||
છઠ્ઠો કર્મગ્રંથ
વિવેચન - ચૌદે ગુણસ્થાનકોમાં મોહનીયકર્મનાં બંધસ્થાનક અને બંધભાંગા જણાવીને હવે ઉદયસ્થાનકો અને ઉદયભાંગા જણાવે છે ત્યાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૭ થી ૧૦ સુધીનાં કુલ ૪ ઉદયસ્થાનક છે. મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી આદિ ૪ કષાય, એક યુગલ અને એક વેદ આમ આઠ પ્રકૃતિઓ મિથ્યાત્વ ગુણઠાણે સદા ઉદયમાં પ્રવર્તે છે. પરંતુ ચોથા ગુણઠાણે જઈને જે આત્માએ અનંતાનુબંધી ૪ કષાયની વિસંયોજના કરી છે. તેવો ૨૪ ની સત્તાવાળો જીવ જ્યારે પહેલા ગુણઠાણે આવે છે. ત્યારે તેને પહેલી આવલિકામાં અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. તેથી તે આલિકામાં અનંતાનુબંધી વિના સાતનો ઉદય હોય છે. ત્યાં મિથ્યાત્વ ધ્રુવોદયી છે. પરંતુ અપ્રત્યાખ્યાનાદિ કષાયોમાં કોઈને ત્રણે ક્રોધ, કોઈને ત્રણે માન, કોઈને ત્રણે માયા અને કોઈને ત્રણે લોભ કષાયો ઉદયમાં હોય છે. એવી જ રીતે કોઈને હાસ્યરતિનું યુગલ અને કોઈને અતિ-શોકનું યુગલ ઉદયમાં હોય છે. ત્રણ વેદમાંથી પણ કોઈને પુરુષવેદનો ઉદય, કોઈને સ્રીવેદનો ઉદય અને કોઈને નપુંસકવેદનો ઉદય હોય છે. તેથી ૪ × ૨ × ૩ = ૨૪ ઉદયભાંગા ૭ ના ઉદયના થાય છે. આ ૨૪ ઉદયભાંગાને ચોવીશી કહેવાય છે. એક ચોવીશી એટલે ચોવીશ ઉદયભાંગાઓનો સમૂહ.
આ સાતમાં ભય-જુગુપ્સા અને અનંતાનુબંધી કષાયમાંથી કોઈ એકનો ઉદય ઉમેરીએ તો ત્રણ પ્રકારે આઠનો ઉદય થાય છે. અને તેની ૩ ચોવીશી ઉદયભાંગા થાય છે. ભય-જુગુપ્સા અને અનંતાનુબંધીમાંથી કોઈપણ બે ઉમેરીએ તો નવનો ઉદય થાય છે. તે પણ ત્રણ પ્રકારે થાય છે. તેથી ૩ ચોવીશી થાય છે. અને ત્રણેનો ઉદય ઉમેરીએ તો ૧૦ નો ઉદય થાય. ત્યાં પણ એક ચોવીશી થાય. આ રીતે ૭ ના ઉદયે ૧, ૮ ના ઉદયે ૩, ૯ ના ઉદયે ૩, અને ૧૦ ના ઉદયે ૧, મળીને કુલ ૮ ચોવીશી થાય અને ૧૯૨ ઉદયભાંગા થાય. આ પ્રમાણે સાસ્વાદન આદિ ગુણસ્થાનકોમાં પણ પૂર્વે કહ્યા પ્રમાણે જ ચોવીશીઓ અને ઉદયભાંગા સ્વયં જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org