Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૬૪-૬૫
૨૧૩
તિર્યંચગતિમાં ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦ એમ ૬ બંધસ્થાનક, ૧૩૯૨૬ બંધભાંગા, ૨૧ થી ૩૧ સુધીનાં ૯ ઉદયસ્થાનક, એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, સામાન્ય તિર્યંચના ૪૯૦૬ અને વૈક્રિયતિર્યંચના ૫૬ મળીને કુલ ૫૦૭૦ ઉદયભાંગા, અને ૯૨ - ૮૮ - ૮૬ ૮૦ - ૭૮ એમ પાંચ સત્તાસ્થાનક જાણવાં.
મનુષ્યગતિમાં ૨૩ આદિ આઠે આઠ બંધસ્થાનક, મનુષ્યપ્રાયોગ્ય ૩૦ ના બંધના ૮ બંધભાંગા છોડીને બાકીના સર્વે ૧૩૯૩૭ બંધભાંગા, ૨૪ વિનાનાં શેષ ૧૧ ઉદયસ્થાનક, સામાન્ય મનુષ્યના ૨૬૦૨, વૈક્રિય મનુષ્યના ૩૫, આહારક મનુષ્યના ૭ અને કેવલી પરમાત્માના ૮ મળીને કુલ ૨૬૫૨ ઉદયભાંગા અને ૭૮ વિનાનાં ૧૧ સત્તાસ્થાનક હોય છે.
-
દેવગતિમાં ૨૫-૨૬-૨૯-૩૦ એમ ૪ બંધસ્થાનક, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ ના બંધના ૮, ૨૬ ના બંધના ૧૬, પં. તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૪૬૦૮, મનુષ્ય પ્રાયોગ્યના ૪૬૦૮, ત્રીસના બંધના પં. તિર્યંચ પ્રાયોગ્યના ૪૬૦૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધના ૮ એમ સર્વે મળીને ૧૩૮૫૬ બંધભાંગા હોય છે. ૨૧ - ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ એમ ૬ ઉદયસ્થાનક, ૬૪ ઉદયભાંગા, ૯૩, ૯૨, ૮૯, ૮૮ એમ ૪ સત્તાસ્થાન સંભવે છે. આ ચાર ગતિમાર્ગણા કહી.
જાતિમાર્ગણામાંથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં નામકર્મનાં અનુક્રમે ૫-૫-૮ બંધસ્થાનક, ૫-૬-૧૧ ઉદયસ્થાનક અને ૫-૫-૧૨ સત્તાસ્થાનક હોય છે. ત્યાં એકેન્દ્રિયમાં ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ એમ પાંચ બંધસ્થાનક, ૧૩૯૧૭ બંધભાંગા, ૨૧-૨૪-૨૫-૨૬-૨૭ એમ પાંચ ઉદયસ્થાનક, ૪૨ ઉદયભાંગા, અને ૯૨-૮૮૮૬-૮૦-૭૮ આમ પાંચ સત્તાસ્થાનક હોય છે.
વિકલેન્દ્રિયમાં ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ એમ પાંચ બંધસ્થાનક, ૧૩૯૧૭ બંધમાંગા, ૨૧ ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ ૩૧ એમ ૬ ઉદયસ્થાનક, તથા ૬૬ ઉદયભાંગા, ૯૨ ८८ ૮૦ - ૭૮ એમ પાંચ સત્તાસ્થાનક જાણવાં.
૮૬
-
Jain Education International
-
પંચેન્દ્રિય માર્ગણામાં ૨૩ આદિ આઠે આઠ બંધસ્થાનક, ૧૩૯૪૫ બંધભાંગા, ૨૪ વિનાનાં બાકીનાં ૧૧ ઉદયસ્થાનક, એકેન્દ્રિયના ૪૨ અને વિકલેન્દ્રિયના ૬૬ એમ ૧૦૮ છોડીને બાકીના ૭૬૮૩ ઉદયભાંગા, અને બારે બાર સત્તાસ્થાનક હોય છે. આ જાતિ માર્ગણા થઈ.
આ ૪ ગતિમાર્ગણા તથા ૫ જાતિમાર્ગણા વગેરે ૬૨ માર્ગણામાં નામકર્મનો, તથા પ્રસંગને અનુસારે મૂલ આઠ કર્મોનો, અને શેષ એક-એક એમ ૭ કર્મોનો સંવેધ
For Private & Personal Use Only
www.jainelibrary.org