Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૨
ગાથા : ૬૪-૬૫
છઠ્ઠો કર્મગ્રંથ ગુણસ્થાનક ઉપર સંવેધ, સમજાવીને હવે ૧૪ મૂલમાર્ગણા અને ૬૨ ઉત્તર માર્ગણાને વિષે સંવેધ સમજાવે છે. / ૬૦ - ૬૧ - ૬૨ - ૬૩ ||
दो छक्कट्ठ चउक्कं, पण नव इक्कार छक्कगं उदया । નેપડ્રથા, સત્તા, તિ પંચ રૂરલ ર૩ | ૬૪ इग विगलिंदिय सगले, पण पंच य अट्ठ बंधठाणाणि । पण छक्किकारुदया, पण पण बारस य संताणि ॥ ६५ ॥ द्वे षट्काष्टौ चतुष्कं, पञ्च नवैकादश षट्कं उदयाः । नैरयिकादिषु सन्ति, त्रीणि पञ्च एकादश चतुष्कम् ॥ ६४ ॥ एकस्मिन् विकलेन्द्रिये सकले, पञ्च पञ्च चाष्ट बन्धस्थानानि । पञ्च षट्कैकादशोदयाः, पञ्च पञ्च द्वादश च सन्ति ।। ६५ ॥
ગાથાર્થ - નરકાદિ ચારે ગતિમાં ૨, ૬, ૮, ૪ બંધસ્થાનક, ૫, ૯, ૧૧, ૬, ઉદયસ્થાનક, અને ૩ - ૫ - ૧૧ - ૪ સત્તાસ્થાનક જાણવાં.
૫-૫-૮ બંધ સ્થાનક, ૫-૬-૧૧ ઉદયસ્થાનક, ૫-૫-૧ર સત્તાસ્થાનક અનુક્રમે એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં જાણવાં // ૬૪-૬૫ /
વિવેચન - જીવસ્થાનક અને ગુણસ્થાનકમાં આઠે કર્મોનાં બંધસ્થાનક-ઉદયસ્થાનક અને સત્તાસ્થાનક તથા તે ત્રણેનો સંવેધ સમજાવીને હવે ગ્રંથકારશ્રી ૬૨ માર્ગણા ઉપર સંવેધ શરૂ કરે છે. તેમાં ૪ ગતિ અને ૫ જાતિ એમ મૂલ ૨ માર્ગણામાં આ બન્ને ગાથામાં માત્ર નામકર્મનાં જ બંધસ્થાનકાદિ લખે છે. બાકીની બધી માર્ગણા માટે ૬૬ મી ગાથામાં ભલામણ જ કરે છે.
ગતિ માર્ગણામાં નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં નામકર્મનાં અનુક્રમે ૨-૬-૮-૪ બંધસ્થાનક, પ-૯-૧૧-૬ ઉદયસ્થાનક અને ૩-૫-૧૧-૪ સત્તાસ્થાનક હોય છે.
નરકગતિમાં વર્તતા નારકીના જીવો નામકર્મનાં પં. તિર્યંચ અને મનુષ્યપ્રાયોગ્ય ૨૯, ૩૦ એમ બે જ બંધસ્થાનક બાંધે છે. ૨૯ના બંધે પંપતિ. પ્રાયોગ્ય અને મનુષ્ય પ્રા. ૪૬૦૮, ૪૬૦૮ તથા ૩૦ના બંધે તિ પ્રા. ૪૬૦૮ અને મ.પ્રા.ના ૮ મળીને ૧૩૮૩૨ બંધભાંગા હોય છે. ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ એમ પાંચ ઉદયસ્થાનક અને દરેક ઉદયસ્થાને એક-એક ઉદયભાંગો. એમ પાંચ ઉદયભાંગા હોય છે. ૯૨, ૮૯, ૮૮ એમ ૩ સત્તાસ્થાનક જાણવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org