Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૦
ગાથા : ૫૮-૫૯
છઠ્ઠો કર્મગ્રંથ ઉપશમ પામનારને ઉપશમ પામતાં પહેલાં ક્ષયોપશમ સમત્વ હોય ત્યારે અથવા ઉપશમ પામીને પણ અપ્રમત્તે જાય ત્યારે આહારકટ્રિક બાંધીને ઉપશમશ્રેણીનું આરોહણ કરીને, ત્યાંથી પડીને સાસ્વાદને જતાં ૯૨ ની સત્તા હોઈ શકે છે. પણ તે કાલે જીવ નિયમા મનુષ્ય જ હોય છે. તથા શ્રેણીનું આરોહણ કરેલું હોવાથી પ્રથમનાં ત્રણ સંઘયણના પ૭૬ ઉદયભાંગામાં જ ૯૨ ની સત્તા સંભવે છે. બાકીના પ૭૬ ઉદયભાંગામાં માત્ર ૮૮નું જ સત્તાસ્થાન હોય છે.
પ્રશ્ન - આવા પ્રકારનો ઉપશમશ્રેણીગત મનુષ્ય પડીને સાસ્વાદને જ્યારે આવે અને મૃત્યુ પામીને અન્ય ગતિમાં જાય ત્યારે ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ ના ઉદયમાં અન્ય ગતિમાં ૯૨ ની સત્તા કેમ ન હોય ?
ઉત્તર - ઉપશમશ્રેણીથી પડીને કે ઉપશમશ્રેણીમાં જે જીવ મૃત્યુ પામે છે તે જીવ મૃત્યુ પામીને માત્ર અનુત્તરવાસી (વૈમાનિક) દેવ સિવાય અન્યત્ર ક્યાંય જતો નથી તેથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિય પં. તિર્યંચ અને મનુષ્યાદિ ભાવોમાં અપર્યાપ્તાવસ્થામાં ૨૧-૨૪-૨૫-૨૬ માં ૯૨ ની સત્તા હોતી નથી. કારણ કે દેવાયુષ્ય વિના કોઈ પણ આયુષ્ય બાંધ્યું હોય તો ઉપશમશ્રેણી ઉપર આરોહણ જ થતું નથી. એટલે સાસ્વાદન આવતું નથી. અને જેણે દેવાયુષ્ય બાંધ્યું હોય છે. તે મૃત્યુ પામીને અનુત્તરમાં જ જાય છે. તેથી સાસ્વાદન આવતું જ નથી. તેથી અન્ય ભવોમાં સાસ્વાદને ૯૨ ની સત્તા નથી. તથા સાસ્વાદન લઈને એકેન્દ્રિય આદિ ભવોમાં જે જાય છે તે પ્રાથમિક ઉપશમવાળો સાસ્વાદને આવીને જાય છે. પણ ત્યારે આહારકની સત્તા હોતી નથી.
પ્રશ્ન - દેવાયુષ્ય બાંધીને તો ઉપશમશ્રેણી ઉપર આરોહણ થાય છે તો ઉપશમ શ્રેણીથી પડીને સાસ્વાદને આવીને દેવભવમાં જાય તો ત્યાં ૨૧ - ૨૫ ના ઉદયમાં ૯૨ ની સત્તા ઘટવી જોઈએ ?
ઉત્તર - દેવાયુષ્ય બાંધીને ઉપશમશ્રેણી ઉપર આરોહણ થઈ શકે છે. પરંતુ તે ત્યાંથી પડીને જો મૃત્યુ પામીને પરભવમાં (દેવભવમાં) જાય તો તે જીવ નિયમો સમ્યક્તવાળી દશામાં જ મરે છે. સાસ્વાદને આવતો જ નથી. કારણ કે અનુત્તરવાસી દેવનું અથવા વૈમાનિક દેવનું આયુષ્ય બાંધ્યું હોય તે જ જીવ ઉપશમશ્રેણીમાં આરોહણ કરે છે. અનુત્તરવાસી દેવમાં ચોથું જ ગુણઠાણું છે. માટે સાસ્વાદને લઈને અનુત્તરમાં ઉત્પન્ન થતો નથી. એટલે ઉપશમ અથવા ક્ષયોપશમ સમ્યકત્વવાળી દશામાં જ મૃત્યુ પામીને સમ્યક્ત લઈને જ અનુત્તરમાં જાય છે તથા જે આચાર્યો એમ માને છે કે ઉપશમશ્રેણીથી પડેલો આ જીવ વૈમાનિકમાં જાય છે. તેઓના મતે પણ સાસ્વાદને પામ્યા વિના ઉપશમ અથવા ક્ષયોપશમ સમ્યક્ત સાથે જ વૈમાનિકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org