Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૪
ગાથા : ૫૮-૫૯
છઠ્ઠો કર્મગ્રંથ તો ૨૧-૨૬-૨૮-૨૯ ના ઉદયમાં ઋષભદેવ પ્રભુ આદિ તીર્થંકર પરમાત્મા તથા ભરત મહારાજા આદિ અતીર્થકર એવા સમ્યગ્દષ્ટિ જીવોની ઉત્પત્તિ થયાના ઉલ્લેખ મળે છે. તેથી સા. મનુષ્યના ૮-૨૮૮-૫૭૬-૫૭૬ વગેરે ઉદયભાંગા સંભવી શકે છે. પરંતુ લબ્ધિપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા તિર્યંચમાં સમ્યગ્દષ્ટિ જીવો ઉત્પન્ન થયા હોય તેવાં ઉદાહરણો મળતાં નથી. કોઈ મનુષ્ય પૂર્વે તિર્યંચાયુષ્ય બાંધીને ક્ષાયિક સમ્યક્ત પામવાનો પ્રારંભ કરે તો ક્ષાયિક પામ્યા પછી અથવા સમ્યક્વમોહનીયનો છેલ્લો ગ્રાસ વેદતો વેદતો જ્યારે મરે છે અને તિર્યંચમાં ૨૧/૧૨ ની સત્તા લઈને જાય છે ત્યારે સમ્યગ્દષ્ટિ છે આવો ઉલ્લેખ મળે છે. પરંતુ તે યુગલિક જ તિર્યંચ હોય છે અને તેને સ્થિરાદિ ત્રણ જ પ્રતિપક્ષી હોવાથી ઉદયભાંગા બધે આઠ-આઠ જ થાય છે. આ બાબતની ચર્ચા ગાથા ૩૩-૩૪ ના વિવેચનમાં કરેલી છે. સપ્તતિકાની ચૂર્ણિ, સપ્તતિકાની વૃત્તિ, પંચસંગ્રહની સપ્તતિકાની ટીકા અને કમ્મપયડીની ટીકા આદિ ગ્રંથોના આધારે સા. પં. તિર્યંચના ૪૯૦૪ ભાંગા લઈશું. અને સપ્તતિકાભાષ્ય ગાથા ૧૨૮ ના આધારે તિર્યંચગતિમાં કરણ અપર્યાપ્ત અવસ્થામાં યુગલિકને જ સમ્યક્ત હોય, અયુગલિકને ન હોય એ અભિપ્રાયે સામાન્ય તિર્યંચના ૨૧ આદિ ઉદયમાં ૮-૮-૮-૧૬-૧૬-૮ મળીને કુલ = ૬૪ જ ઉદયભાંગા હોય એવી વિચારણા સ્વયં સમજી લેવી.
સપ્તતિકાચૂર્ણિ, સપ્તતિકાવૃત્તિ પંચસંગ્રહ અને કમ્મપયડીની ટીકાના આધારે ૨૧ નો ઉદય નારક, સા. તિર્યંચ, સા. મનુષ્ય, અને દેવને આશ્રયી જાણવો. અનુક્રમે ૧ - ૮ - ૮ - ૮ = ૨૫ ઉદયભાંગા ૨૧ ના ઉદયે જાણવા. ૨૫ અને ૨૭ નો ઉદય દેવ-નારકી-વૈક્રિયતિર્યંચ અને વૈક્રિય મનુષ્યને આશ્રયી જાણવો. ત્યાં નારકી સાયિકસમ્યગ્દષ્ટિ અથવા ૨૨ ની સત્તાવાળા વેદક સમ્યગ્દષ્ટિ લેવા. કારણ કે ઉપશમ સમ્યકત્વી મૃત્યુ પામતા નથી તથા ક્ષયોપશમ સમ્યકત્વ લઈને નરકમાં જવાતું નથી. દેવો ત્રણે સમ્યક્તવાળા લેવા. ઉદયભાંગા ૮ - ૧ - ૮ - ૮ = ૨૫ જાણવા. ૨૬ નો ઉદય ક્ષાયિક અથવા વેદક સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યને જાણવો અને તિર્યંચના ૨૮૮ (૮) અને મનુષ્યના ૨૮૮ મળીને પ૭૬ (૨૯૬) ઉદયભાંગા જાણવા. ૨૮ - ૨૯ - નો ઉદય નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવોને હોય છે. ૩૦ નો ઉદય પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય અને દેવોને હોય છે અને ૩૧ નો ઉદય કેવલ પંચેન્દ્રિય તિર્યંચોને જ હોય છે અને પોતપોતાના ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાનક ૯૩ - ૯૨ - ૮૯ - ૮૮ એમ ચાર હોય છે. જિનનામ બાંધનારાને ૯૩ - ૮૯ એમ બે સત્તાસ્થાનક અને જિનનામ ન બાંધનારાને ૯૨ - ૮૮ એમ બે સત્તાસ્થાનક હોય છે. બાકીનાં સત્તાસ્થાનક ચોથા ગુણઠાણે સંભવતાં નથી. હવે સંવેધ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org