Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૫
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૫૮-૫૯ દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધભાંગા, તેને બાંધનાર સા. તિર્યંચ, વૈક્રિય તિર્યંચ, સા. મનુષ્ય, અને વૈક્રિય મનુષ્ય હોય છે. ઉદયસ્થાનક ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ કુલ ૮. ઉદયભાંગા સામાન્ય તિર્યંચના ૪૯૦૪, વૈક્રિય તિર્યંચના પ૬, સામાન્ય મનુષ્યના ૨૬૦૦, અને વૈક્રિય મનુષ્યના ૩૨, સર્વે મળીને ૭૫૯૨ હોય છે. આ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક હોવાથી આઠે ઉદયસ્થાનકે ૯૨ - ૮૮ એમ બે-બે જ સત્તાસ્થાન છે. ઉદયસ્થાનક ૮ ૮ ૨ = ૧૬ સત્તાસ્થાન ઉદયસ્થાનવાર થાય છે. ૭૫૯૨ ઉદયભાંગામાં સર્વત્ર ૯૨ - ૮૮ એમ બે જ સત્તાસ્થાન હોવાથી ઉદયભાંગાગુણિત સત્તાસ્થાન ૭૫૯૨ x ૨ = ૧૫૧૮૪ થાય છે. તેને ૮ બંધભાંગે ગુણવાથી બંધભાંગા-ઉદયભાંગા ગુણિત ૧૨૧૪૯૨ સત્તાસ્થાન ૨૮ ના બંધે ચોથે ગુણઠાણે થાય છે.
દેવ પ્રાયોગ્ય ૨૯ નો બંધ જિનનામકર્મસહિત છે. બંધભાંગા ૮ છે. તેમાં જિનનામ કર્મ બંધાતું હોવાથી તેને બાંધનાર માત્ર મનુષ્ય જ છે. ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ મળીને કુલ ૭ ઉદયસ્થાનક છે. ૨૬૦૦ સામાન્ય મનુષ્યના અને ૩૨ વૈક્રિય મનુષ્યના મળીને કુલ ૨૬૩૨ ઉદયભાંગા સંભવે છે.
સર્વ ઠેકાણે ૯૩ - ૦૯ એમ બે બે સત્તાસ્થાન હોય છે. તેથી ૭ ઉદયસ્થાને બે-બે સત્તા ગણતાં ઉદયસ્થાનવાર ૧૪ સત્તાસ્થાન થાય છે ઉદયભાગાગુણિત ૨૬૩૨ ૪ ૨ = પ૨૬૪ સત્તાસ્થાન થાય છે. તેને ૮ બંધભાંગે ગુણતાં ૪૨૧૧૨ સત્તાસ્થાન થાય છે. પરંતુ આ દેવપ્રાયોગ્ય ૨૯ ના બંધમાં નીચેની ચર્ચા ધ્યાનમાં રાખવા જેવી છે.
સામાન્ય સંવેધમાં પાના નં. ૧૧૨ ની ફુટનોટમાં જણાવ્યા પ્રમાણે જો વિચારીએ તો દેવપ્રાયોગ્ય ૨૯ નો બંધ મનુષ્ય જ કરે છે અને તે પણ ત્રીજા ભવે તીર્થકર થનારા જીવો જ બાંધે છે. વચ્ચેનો ભવ તો દેવ-નારકીનો જ હોય છે. તેથી પહેલા અને ત્રીજા (છેલ્લા) ભવમાં જ તીર્થંકર નામકર્મસહિત દેવપ્રાયોગ્ય ૨૯ બંધાય. આવો અર્થ થાય છે ત્યાં પહેલા ભવમાં વીશસ્થાનક આદિ પદોની આરાધના કરનાર અને સવિજીવકરૂં શાસન રસીની ભાવના ભાવનાર જીવ જ તીર્થકર નામકર્મ બાંધે છે. તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થા જ હોય છે. માટે ૩૦ નું એક જ ઉદયસ્થાન પહેલા ભવમાં સંભવે છે ત્યાં આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં જિનનામ કર્મ બાંધનારને પ્રથમ જ સંઘયણ હોય એમ કહેલ છે. તેથી ૬ સંસ્થાન, ૨ વિહાયોગતિ, સુભગદુર્ભગ, આદેય-અનાદેય, સુસ્વર-દુસ્વર અને યશ-અયશના ગુણાકારથી થનારા ૧૯૨ જ ઉદયભાંગા સંભવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org