Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૨
ગાથા : ૫૮-૫૯
અપૂર્વકરણ ગુણઠાણે બંધસ્થાનકાદિ
“પળા ઃ વડ” અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે પાંચ બંધસ્થાનક, એક ઉદયસ્થાનક, અને ચાર સત્તાસ્થાનક જાણવાં. આઠમા ગુણઠાણાના પહેલા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૨૮ - ૨૯ - ૩૦ ૩૧ એમ ૪ બંધસ્થાનક અને સાતમા ભાગે ૧ યશનામકર્મનું બંધસ્થાનક એમ કુલ પાંચ બંધસ્થાનક છે. પાંચેનો એક એક બંધભાંગો હોવાથી પાંચ બંધભાંગા જાણવા.
-
Jain Education International
છઠ્ઠો કર્મગ્રંથ
ઉદયસ્થાનક ફક્ત ૩૦ નું એક જ હોય છે. કારણ કે આ ગુણઠાણું શ્રેણીનું હોવાથી અહીં વૈક્રિય અથવા આહારક લબ્ધિ હોય તો પણ તેની વિપુર્વણા આ મહાત્માઓ કરતા નથી. તેથી સામાન્ય મનુષ્યનું ૩૦ નું ફક્ત એક જ ઉદયસ્થાન હોય છે. આઠમા ગુણસ્થાનકથી શ્રેણી (યોગ્યતા) શરૂ થાય છે. શ્રેણી બે પ્રકારની છે. ૧ ઉપશમશ્રેણી અને ૨ ક્ષપકશ્રેણી. ત્યાં ઉપશમશ્રેણી પ્રથમના ત્રણ સંઘયણના ઉદયવાળો આરંભે છે. “સમ્મત્તતિમ સંચય” ઇત્યાદિ બીજા કર્મગ્રંથની ગાથા ૧૮માં આ વિધાન છે. અને ક્ષપકશ્રેણી તો માત્ર પ્રથમ સંઘયણવાળો જ પ્રારંભે છે. તેથી ૩ સંઘયણ×૬ સંસ્થાન×૨ વિહાયોગતિ×૨ સ્વરના થઈ માત્ર ૭૨ જ ઉદયભાંગા ૩૦ ના ઉદયે સંભવે છે. સપ્તતિકાની ચૂર્ણિમાં અને પૂ. મલયગિરિજી મ. કૃત ટીકામાં કહ્યું છે કે આઠમા ગુણઠાણે માત્ર પહેલું જ સંઘયણ હોય છે તેથી ૨૪ જ ઉદયભાંગા છે એમ કહ્યું છે. અન્ય આચાર્યો ૩ સંઘયણ માને છે. તેથી અન્ય આચાર્યોના મતે ૭૨ ઉદયભાંગા સંભવે છે. આ વિધાનથી ચૂર્ણિકાર અને ટીકાકારશ્રી ઉપશમશ્રેણી પણ ૩ સંઘયણને બદલે માત્ર પ્રથમ સંઘયણથી જ આરંભાય, એમ માનતા હોય તેમ લાગે છે. કારણ કે ઉપશમ શ્રેણીમાં મૃત્યુ પામે તો નિયમા અનુત્તરમાં જ જાય છે. તેથી પ્રથમ સંઘયણ જ હોવું જોઈએ આમ બની શકે. અથવા શ્રેણીમાં મૃત્યુ પામીને અનુત્તરમાં જાય તેને પ્રથમ સંઘયણ અને મૃત્યુ પામીને વૈમાનિકમાં જાય એમ માને તેમના મતે તથા કાલક્ષયે નીચે ઉતરે તેમને ત્રણે સંઘયણ હોય આમ લઈએ તો ત્રણ સંઘયણ પણ સંભવી શકે. છતાં વિશેષતત્ત્વ કેવલી પરમાત્મા જાણે. આ રીતે ઉદયભાંગા ૨૪ અથવા ૭૨ જાણવા, સત્તાસ્થાનક ૯૩-૯૨-૮૯-૮૮ એમ ચાર છે.
સંવેધ આ પ્રમાણે છે
દેવપ્રા. ૨૮ના બંધે ૩૦ના ઉદયે, સા.મનુષ્યના ૭૨(૨૪) ઉદયભાંગે ૧. ૮૮ની સત્તા દેવપ્રા. ૨૯ના બંધે ૩૦ના ઉદયે, સા.મનુષ્યના ૭૨(૨૪) ઉદયભાંગે ૧. ૮૯ની સત્તા દેવપ્રા. ૩૦ના બંધે ૩૦ના ઉદયે, સા.મનુષ્યના ૭૨(૨૪) ઉદયભાંગે ૧. ૯૨ની સત્તા દેવપ્રા. ૩૧ના બંધે ૩૦ના ઉદયે, સા.મનુષ્યના ૭૨(૨૪) ઉદયભાંગે ૧. ૯૩ની સત્તા અપ્રા. ૧ના બંધુ ૩૦ના ઉદયે, સા.મનુષ્યના ૭૨(૨૪) ઉદયભાંગે ૪ સત્તાસ્થાન
૯૩, ૯૨ ૮૯, ૮૮
For Private & Personal Use Only
www.jainelibrary.org