Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૮
ગાથા : ૫૮-૫૯
છઠ્ઠો કર્મગ્રંથ બંધભાંગા હોય છે. ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ આમ ૬ ઉદયસ્થાનક છે. દેશવિરતિ અને સર્વવિરતિવાળાં ગુણસ્થાનકોમાં વિરતિગુણના પ્રતાપે દૌર્ભાગ્ય, અનાદેય અને અયશનો ઉદય હોતો નથી. સપ્તતિકાની ચૂર્ણિમાં કહ્યું છે કે “કુમાअणाएज-अजसकित्तीओ गुणपच्चयओ न उदेति तम्हा ताणि जुगलाणि न संभवंति" તથા દેશવિરતિ અને સર્વ વિરતિ નિયમા ૮ વર્ષની વય થયા પછી જ આવે છે. તેથી સામાન્ય તિર્યંચમાં ૩૦ - ૩૧ નાં બે જ, અને સામાન્ય મનુષ્યમાં ૩૦ નું એક જ ઉદયસ્થાન સંભવે છે. વૈક્રિયતિર્યંચને ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ એમ પાંચ ઉદયસ્થાન અને વૈક્રિયમનુષ્યને ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ એમ ચાર ઉદયસ્થાન હોઈ શકે છે. વૈક્રિયમનુષ્યમાં ઉદ્યોતનો ઉદય યતિને જ હોવાથી ઉદ્યોતના ઉદયવાળો ૩૦ નો ઉદય અહીં ઘટતો નથી. સામાન્ય તિર્યંચના ૩૦ ના ઉદયે અને ૩૧ ના ઉદયે ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાયોગતિ અને ૨ સ્વરના ગુણાકારથી માત્ર ૧૪૪ - ૧૪૪ ઉદયભાંગા હોય છે. સામાન્ય મનુષ્યના પણ ૩૦ ના ઉદયના ૧૪૪ ઉદયભાંગ હોય છે. વૈક્રિય તિર્યંચમાં પણ દૌર્ભાગ્યાદિનો ઉદય ન હોવાથી ૧ - ૧ - ૨ - ૨ - ૧ મળીને ૭ ઉદયભાંગા આહારકશરીરીની જેમ હોય છે અને વૈક્રિયમનુષ્યમાં ૧ - ૧ - ૧ - ૧ મળીને કુલ ૪ ઉદયભાંગા હોય છે. બધા જ મળીને ૪૪૩ ઉદયભાંગા પાંચમે ગુણઠાણે હોય છે. સત્તાસ્થાનક ૯૩ - ૯૨ - ૮૯ - ૮૮ એમ કુલ ૪ જાણવાં. સંવેધ આ પ્રમાણે છે -
દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધે ૮ બંધભાંગા, બાંધનાર તિર્યંચ-મનુષ્યો, ઉદયસ્થાનક ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ કુલ ૬, ઉદયભાંગા ૪૪૩, અને સત્તાસ્થાનક સર્વત્ર ૯૨ - ૮૮ એમ બે બે જાણવાં. ઉદયસ્થાન પ્રમાણે ૪૪૩ ૪ ૨ = ૮૮૬ સત્તાસ્થાન જાણવાં. તેને ૮ બંધભાંગે ગુણતાં ૭૦૮૮ સત્તાસ્થાન સમજવાં.
દેવપ્રાયોગ્ય ૨૯ ના બંધે ૮ બંધભાંગા, બાંધનાર માત્ર મનુષ્ય જ, ઉદયસ્થાનક ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ એમ પાંચ જ. ઉદયભાંગા - ૧ - ૧ - ૧ - ૧ + ૧૪૪ મળીને કુલ ૧૪૮, સર્વત્ર ૯૩ - ૮૯ નાં બે-બે સત્તાસ્થાન આમ ઉદયસ્થાન પ્રમાણે ૫ × ૨ = ૧૦, અને ઉદયભાંગાથી ગુણિત ૧૪૮ ૪ ૨ = ૨૯૬ સત્તાસ્થાન હોય છે તેને ૮ બંધમાંગે ગુણતા ૨૩૬૮ સત્તાસ્થાન થાય છે. બને બંધનાં મળીને કુલ ૯૪પ૬ સત્તાસ્થાન જાણવાં. ચિત્ર આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org