Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૫૮-૫૯
૧૯૧
છઠ્ઠો કર્મગ્રંથ જાય છે. એમ સમજવું. સારાંશ કે અનુત્તરમાં ઉત્પન્ન થનાર પ્રથમ સંઘયણવાળા હોય છે. અને વૈમાનિકમાં ઉત્પન્ન થનાર ૧-૨-૩ સંઘયણવાળા હોય છે. પણ સમ્યકત્વાવસ્થામાં જ મૃત્યુ પામીને દેવમાં જાય છે. સાસ્વાદને આવતા જ નથી. તેથી દેવભવમાં પણ સાસ્વાદને ૯૨ ની સત્તા હોતી નથી.
પ્રશ્ન - આહારકદ્ધિક બાંધીને ઉપશમશ્રેણી ઉપર આરોહણ કરીને ત્યાંથી પડીને સાસ્વાદને આવીને હવે તિર્યંચાયુષ્ય બાંધીને મૃત્યુ પામીને તિર્યંચમાં જાય ત્યારે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચમાં ૨૧ - ૨૬ ના ઉદયમાં સાસ્વાદને ૯૨ ની સત્તા કેમ ન હોય ?
ઉત્તર ઃ આવા જીવને સાસ્વાદને આવ્યા બાદ તિર્યંચ આયુષ્ય બાંધતાં ઓછામાં ઓછો ૧ અંતર્મુહૂર્ત કાલ જાય છે. બાંધ્યા પછી પણ ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત અબાધાકાલ હોય છે. આમ બે અંતર્મુહૂર્ત ગયા પછી જ મૃત્યુ થાય છે. ત્યાં સુધી તો સાસ્વાદન ચાલ્યું જ જાય છે. માટે મિથ્યાત્વે ૯૨ ની સત્તા હોય પણ સાસ્વાદને ૯૯૨ ની સત્તા ન હોય.
આ ચર્ચા સપ્તતિકાની ગાથા ૪૮ - ૪૯ ની ચૂર્ણિમાં, સપ્તતિકાની ગાથા ૫૧ - પર ની ટીકામાં, અને સપ્તતિકાભાષ્યની ગાથા ૧૬૨ માં લખેલી છે. ત્યાંથી વિશેષાથી જાણી શકશે.
૨૯ ના બંધે તિર્યંચપ્રાયોગ્ય ૩૨૦૦ બંધભાંગા અને મનુષ્યપ્રાયોગ્ય ૩૨૦૦ બંધભાંગા મળીને ૬૪૦૦ બંધભાંગા છે. તેને બાંધનારા લબ્ધિપર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સા. તિર્યંચ, સા. મનુષ્ય અને દેવો પ્રથમના બે ઉદયસ્થાનવત હોય છે. તથા કરણપર્યાપ્તા નરક-દેવ-સા. તિર્યંચ અને સા. મનુષ્ય હોય છે. તેથી ૨૧-૨૪૨૫-૨૬-૨૯-૩૦-૩૧ કુલ ૭ ઉદયસ્થાનક અને ૪૦૯૭ ઉદયભાંગા પૂર્વોક્ત હોય છે. ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના પ્રથમના ૩ સંઘયણના ૫૭૬ ઉદયભાંગામાં ૯૨ - ૮૮ એમ બે સત્તાસ્થાન હોય છે બાકીનાં તમામ ઉદયસ્થાનો અને ઉદયભાંગામાં ફક્ત ૮૮ ની સત્તા હોય છે. તેથી ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૯ - ૩૧ એમ ૬ ઉદયસ્થાનમાં એક ૮૮ ની સત્તા, અને ૩૦ ના ઉદયમાં ૯૨ - ૮૮ એમ બે જાતની સત્તા, કુલ ઉદયસ્થાન પ્રમાણે ૨૯ ના બંધે ૮ સત્તાસ્થાન થાય છે. ઉદયભાંગા વાર સત્તાસ્થાન જાણવાં હોય તો ૩૦ ના ઉદયના સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદયભાંગામાં ૯૨ - ૮૮ એમ બે ગણતાં ૧૧૫૨, અને બાકીના ૩૫૨૧ ઉદયભાંગામાં ફક્ત એક ૮૮ ની જ સત્તા, સર્વે મળીને ૪૬૭૩ સત્તાસ્થાન થાય છે. તેને ૬૪૦૦ બંધભાંગે ગુણવાથી ૨,૯૯,૦૭,૨૦૦ સત્તાસ્થાન ૨૯ ના બંધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org