Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૮
ગાથા : ૫૭
છઠ્ઠો કર્મગ્રંથ ગુણઠાણે આવે છે. તેઓને ર૭ ની સત્તા હોય છે. આમ મિશ્ન ૨૮-૨૭-૨૪ નું મળીને કુલ ત્રણ સત્તાસ્થાન સંભવે છે.
અવિરતિ ગુણઠાણે-દેશવિરતે-પ્રમત્તે અને અપ્રમત્તે આ ચારે ગુણસ્થાનકે ૨૮૨૪-૦૩-૨૧-૨૧ એમ કુલ પાંચ પાંચ સત્તાસ્થાનક હોય છે. ત્યાં ત્રણ પ્રકારના સમ્યક્તવાળા જીવો હોય છે. તેમાં પથમિક સમ્યક્તીને ૨૮, અને અનંતાનુબંધીની વિસંયોજના કરેલી હોય, તેવા ઔપશમિક સમ્મીને ૨૪, આમ બે સત્તાસ્થાનક હોય છે. ક્ષાયોપથમિક સભ્યન્તીને પણ ઉપર મુજબ ૨૮-૨૪ એમ બે તો હોય જ છે. તદુપરાંત ક્ષાયિક સમ્યકત્વ પામવાનો પ્રારંભ કરનારને શરૂઆતમાં ૨૮, અનંતાનુબંધી ખપાવ્યા પછી ૨૪, મિથ્યાત્વ મોહનીય ખપાવ્યા પછી ૨૩ અને મિશ્ર મોહનીય ખપાવ્યા પછી સમ્યક્ત મોહનીયનો પૂર્ણપણે ક્ષય ન થાય ત્યાં સુધી ૨૨ એમ ૨૮-૨૪-૨૩-૨૨ કુલ ૪ સત્તાસ્થાન હોય છે તથા ક્ષાયિકસભ્યત્વીને દર્શનસપ્તકનો ક્ષય થયેલ હોવાથી ૨૧ નું જ એક સત્તાસ્થાન હોય છે.
અપૂર્વકરણ ગુણસ્થાનકે શ્રેણી હોવાથી માત્ર ઔપથમિકસમન્વી અને ક્ષાયિક સમ્યકત્વી જીવો જ હોય છે. ત્યાં ઔપશમિકસમ્યવીને ૨૮ - ૨૪, અને ક્ષાયિક સમ્યક્તીને ૨૧ એમ કુલ ૩ જ સત્તાસ્થાનક હોય છે.
અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે આઠમા ગુણસ્થાનકની જેમ જ ઉપશમશ્રેણીમાં ઔપથમિકસમ્યવીને ૨૮-૨૪, અને ક્ષાયિક સમ્યત્વી જીવને ૨૧ કુલ ૩ સત્તાસ્થાનક હોય છે. પણ ક્ષપકશ્રેણીમાં ક્ષાયિક સખ્યત્વી જ જીવ હોવાથી પ્રારંભમાં ૨૧, આઠ કષાયના ક્ષયે ૧૩, નપુંસકવેદના ક્ષયે ૧૨, સ્ત્રીવેદના ક્ષયે ૧૧, હાસ્યષકના ક્ષયે ૫, પુરુષવેદના ક્ષયે ૪, સંજ્વલન ક્રોધના ક્ષયે ૩, માનના ક્ષયે ૨, અને માયાના ક્ષયે ૧આમ ૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧ મળીને ૯ સત્તાસ્થાનક ક્ષપકશ્રેણીમાં હોય છે. બને શ્રેણીમાં મળીને ૩+૯ = ૧૨ સત્તાસ્થાનક થાય છે. પરંતુ ૨૧ નું સત્તાસ્થાનક બન્નેમાં હોવાથી એકવાર ગણતાં કુલ ૧૧ સત્તાસ્થાનક નવમા ગુણઠાણે થાય છે.
સૂક્ષ્મસંપાયે ઉપશમશ્રેણીમાં ૨૮ - ૨૪ - ૨૧ અને ક્ષપકશ્રેણીમાં ૧ નું એમ કુલ ચાર સત્તાસ્થાનક હોય છે. ઉપશાન્ત મોહ ગુણસ્થાનકે માત્ર ઉપશમશ્રેણીવાળા જ જીવો આવતા હોવાથી ૨૮ - ૨૪ - ૨૧ એમ ત્રણ જ સત્તાસ્થાનક હોય છે. સામાન્યથી ચૌદ ગુણસ્થાનકોમાં ઉપર મુજબ સત્તાસ્થાનક જાણવાં. હવે ઉદયચોવીશી, ઉદયભાંગા, ઉદયપદ અને પદવૃંદ ઉપર સત્તાસ્થાનક જાણવાં હોય તો ઉપર કહેલી ચર્ચા-વિચારણાથી સ્વયં સમજી લેવાં. છતાં અત્યન્ત સંક્ષેપથી આ પ્રમાણે છે. -
પહેલા ગુણઠાણે ચાર ચોવીશી અનંતાનુબંધીના ઉદયવાળી છે. ત્યાં ૨૮-૨૭ -૨૬ એમ ત્રણે સત્તા હોય છે. અને બાકીની ચાર ચોવીશી અનંતાનુબંધીના ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org