Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૫૮-૫૯
૧૮૫ અને કરણ પર્યાપ્તાવસ્થામાં એમ બન્નેમાં થાય છે. પરંતુ કરણ અપર્યાપ્તાવસ્થામાં સમ્યગ્દષ્ટિ હોય તો જ દેવપ્રાયોગ્ય બંધ કરે છે. તેથી આ મિથ્યાત્વ ગુણઠાણે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા એવા સામાન્ય તિર્યંચ-મનુષ્યના સ્વરવાળા ૧૧૫૨-૧૧૫ર-૧૧૫ર જ ઉદયભાંગા લેવા. ત્યાં સર્વત્ર ૯૨-૮૮-૮૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાન સંભવે છે અને વૈક્રિય તિર્યંચ તથા વૈક્રિય મનુષ્યના ૫૬+૩૨ = ૮૮ ઉદયભાંગામાં માત્ર ૯૨-૮૮ એમ બે જ સત્તાસ્થાન હોય છે. ૩૪પ૬૪૩ = ૧૦૩૬૮ તથા ૮૮૪૨ = ૧૭૬ આ બને મળીને ૧૦૫૪૪ સત્તાસ્થાન થાય છે. તેને દેવપ્રાયોગ્યના ૮ બંધભાંગાએ ગુણતાં ૮૪૩૫ર સત્તાસ્થાન દેવપ્રાયોગ્ય ૨૮ ના બંધે મિથ્યાત્વગુણઠાણે જાણવાં.
નરકપ્રાયોગ્ય ૨૮ ના બંધે વૈક્રિય તિર્યંચના પ૬, વૈક્રિય મનુષ્યના ૩૨ ઉદયભાંગે ૯૨ - ૮૮ એમ ૨ સત્તાસ્થાન હોય છે. આ વિધાન પ્રસિદ્ધ ગુજરાતી વિવેચનોના આધારે કરેલ છે. સામાન્ય તિર્યંચના ૩૦ ના અને ૩૧ ના ઉદયના
સ્વરવાળા ૧૧૫ર - ૧૧૫ર ઉદયભાંગામાં ૯૨-૮૮-૮૬ એમ ૩ સત્તાસ્થાન જાણવાં. તથા સામાન્ય મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૧પર ઉદયભાંગામાં ૯૨ - ૮૯ - ૮૮ - ૮૬ એમ ચાર-ચાર સત્તાસ્થાન જાણવાં. કુલ પ૬ + ૩૨ = ૮૮ ૮ ૨ = ૧૭૬ તથા ૧૧૫ર + ૧૧૫ર = ૨૩૦૪ x ૩ = ૬૯૧૨, વળી ૧૧૫ર ૪ ૪ = ૪૬૦૮ સર્વે મળીને ૧૧૬૯૬ સત્તાસ્થાન હોય છે. કોઈ કોઈ આચાર્યો ચૂર્ણિકાર, સપ્તતિકા-વૃત્તિકાર અને પંચસંગ્રહની વૃત્તિ આદિમાં નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધ વૈક્રિય-તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના ઉદયભાંગ નથી લેતા. તેથી તે ન ગણીએ તો ૧૭૬ સત્તાસ્થાન ઓછાં કરતાં નરપ્રાયોગ્ય ૨૮ ના બંધે ૧૧૫૨૦ સત્તાસ્થાન થાય છે. દેવ-નરક પ્રાયોગ્ય બંધનાં સત્તાસ્થાન સાથે ગણતાં ૯૫૮૭૨ સત્તાસ્થાન જાણવાં.
૨૯ નો બંધ મિથ્યાત્વ ગુણઠાણે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય (ર૪), પંચેન્દ્રિય તિર્યંચપ્રાયોગ્ય (૪૬૦૮) અને મનુષ્ય પ્રાયોગ્ય (૪૬૦૮) હોય છે. કુલ ૯૨૪૦ બંધમાંગા હોય છે. આ ત્રણે પ્રકારનો સંવેધ પહેલાં ગાથા ૩૩ - ૩૪ ના વિવેચનમાં જે રીતે લખ્યો છે તે જ રીતે પરિપૂર્ણપણે અહીં મિથ્યાત્વ ગુણઠાણે સંભવે છે. માટે પાના નં. ૧૦૯ થી ૧૧૨ માં જુઓ. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધે ૭૭૦૪ ઉદયભાંગા, ૩૦૯૭ર સત્તાસ્થાનક, તેને ૨૪ બંધભાંગાએ ગુણતાં ૭,૪૩,૩૨૮ સત્તાસ્થાન હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય બંધમાં ૭૭૭૩ ઉદયભાંગા, તેનાથી ગુણાયેલાં સત્તાસ્થાન ૩૧૧૧૦ થાય છે. તે સત્તાસ્થાનને ૪૬૦૮ બંધમાંગાથી ગુણવાથી ૧૪,૩૩,૫૪,૮૮૦ સત્તાસ્થાન થાય છે તથા મનુષ્યપ્રાયોગ્ય ૨૯ ના બંધે ૭૭૭૦ ઉદયભાંગા, ઉદયભાંગાઓથી ગુણિત સત્તાસ્થાનક આઠ બંધભાંગામાં ૩૦૭૭૧, અને બાકીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org