Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૩
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૫૮-૫૯ ગાથાર્થ - (નામકર્મમાં) ૬, ૯, ૬, ૩, ૭, ૨, ૨, ૩, ૨, ૩, ૮, ૪, ૨, ૬, ૪, ૨, ૫, ૪, ૪, ૨, ૪, ૫, ૧, ૪, ૧, ૧, ૮, ૧, ૧, ૮, અનુક્રમે બંધ-ઉદય અને સત્તાસ્થાન ૧ થી ૧૦ ગુણસ્થાનકોમાં જાણવાં. છવસ્થ જિનેશ્વરોને (એટલે કે ૧૧ - ૧૨ મા ગુણસ્થાનકવાળાને) તથા કેવલી જિનેશ્વરોને (એટલે કે ૧૩ - ૧૪ મા ગુણસ્થાનકવાળાને) અનુક્રમે ૧, ૪, ૧, ૪, ૮ - ૪, ૨ - ૬ ઉદયસ્થાન અને સત્તાસ્થાન હોય છે. // ૫૮ - ૧૯ //
વિવેચન - આ ગાથામાં ૧ થી ૧૪ ગુણસ્થાનકોમાં નામકર્મનાં બંધ-ઉદય અને સત્તાસ્થાન કેટલાં કેટલાં હોય ? તેની સંખ્યામાત્રનો અનુક્રમે ઉલ્લેખ છે. બંધભાંગા - ઉદયભાંગા - અને એક એક બંધભાગે - ઉદયભાંગે કેટલી કેટલી સત્તા હોય ? વગેરે બાબત પૂર્વે કહેલા સામાન્ય સંવેધને અનુસાર સ્વયં જાણી લેવું. ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી નામકર્મનો બંધ છે. ૧૧ મા ગુણસ્થાનકથી બંધ નથી. માત્ર ઉદય અને સત્તા જ છે. તેથી ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી ત્રણ ત્રણ આંક લાઈનસર લેવા. પહેલો આંક બંધસ્થાનનો, બીજો આંક ઉદયસ્થાનનો, અને ત્રીજો આંક સત્તાસ્થાનનો જાણવો. ૧૧ મા ગુણસ્થાનકથી બે બે આંક લેવા. પહેલો આંક ઉદયસ્થાનનો અને બીજો આંક સત્તાસ્થાનનો સમજવો. આ રીતે બન્ને ગાથાના અર્થ જોડવા.
(૧) પ્રથમ મિથ્યાદેષ્ટિ ગુણસ્થાનક -
નવછ = ગાથામાં કહેલા સૌથી પહેલા આ ત્રણ આંક પહેલા ગુણઠાણે જાણવા. ૬ બંધસ્થાનક, ૯ ઉદયસ્થાનક અને ૬ સત્તાસ્થાનક, મિથ્યાત્વ ગુણઠાણે હોય છે. ત્યાં જિનનામકર્મ અને આહારકટ્રિકનો બંધ થતો નથી. તેથી તે તે પ્રકૃતિના બંધવાળાં બંધસ્થાનક અને બંધભાંગા પહેલા ગુણઠાણે હોતા નથી. માટે ૨૩ - ૨૫ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ એમ ૬ બંધસ્થાનક જાણવાં. તે છએના અનુક્રમે ૪ - ૨૫ - ૧૬ - ૯ - ૯૨૪૦ - ૪૬૩૨ મળીને કુલ ૧૩૯૨૬ બંધમાંગા હોય છે. દેવ પ્રાયોગ્ય ર૯ ના બંધના ૮, ૩૦ ના બંધનો ૧, ૩૧ ના બંધનો ૧, મનુષ્યપ્રાયોગ્ય ૩૦ ના બંધના ૮, અને ગતિને આશ્રયી અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એમ કુલ ૧૯ બંધભાંગા જિનનામ અથવા આહારકવાળા હોવાથી અથવા ગતિને અપ્રાયોગ્ય હોવાથી પહેલા ગુણઠાણે સંભવતા નથી.
ઉદયસ્થાનક ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ અને ૩૧ એમ કુલ ૯ હોય છે. ઉદ્યોતના ઉદયવાળા વૈક્રિય મનુષ્યના ૩, આહારક મનુષ્યના ૭, અને કેવલી પરમાત્માના ૮ છોડીને બાકીના ૭૭૭૩ ઉદયભાંગા પહેલા ગુણઠાણે સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org