Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૪ ગાથા : ૫૮-૫૯
છો કર્મગ્રંથ “૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮” આમ ૬ સત્તાસ્થાનકો જાણવાં. નોમયમંતે મિછો = ઉભયની સત્તાવાળો જીવ મિથ્યાત્વી ન થાય એટલે મિથ્યાત્વે ૯૩ ની સત્તા ન હોય, પૂર્વકાલમાં નરકના બદ્ધાયુષ્કને જિનના બાંધ્યા પછી મિથ્યાત્વે જતાં અંતર્મુહૂર્ત જિનનામકર્મની સત્તા પહેલા ગુણઠાણે હોય છે. તેથી ૮૯ ની સત્તા સંભવે છે. બાકીનાં સત્તાસ્થાનક શ્રેણીગત હોવાથી સંભવતાં નથી. હવે સંવેધ આ પ્રમાણે છે.
૨૩ નો બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. તેના ૪ બંધમાંગે છે. તેને બાંધનારા મિથ્યાદૃષ્ટિ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પંચે. તિર્યંચ અને મનુષ્યો હોય છે. ઉદયભાંગા ૭૭૦૪ છે. સત્તાસ્થાનક ૫ છે. ઉદયસ્થાન વાર સત્તાસ્થાન ગણીએ તો ૪૦ સત્તાસ્થાન થાય છે અને ઉદયભાંગાવાર ગણીએ તો ૩૦૯૭૨ થાય છે. તેને ચાર બંધભાંગે ગુણીએ તો ૧૨૩૮૮૮ છે. (ગાથા ૩૩ - ૩૪ ના વિવેચનમાં પાના નં. ૯૯ થી ૧૦૧ માં જુઓ) સંપૂર્ણપણે સામાન્ય સંવેધની જેમ જ અહીં સમજવું. કારણ કે આ બંધ મિથ્યાત્વે જ થાય છે.
૨૫ નો બંધ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, અપર્યાપ્તા વિકસેન્દ્રિય પ્રાયોગ્ય, અપર્યાપ્ત પં. તિર્યંચ પ્રાયોગ્ય અને અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય છે તેના અનુક્રમે ૨૦૩-૧-૧ = ૨૫ બંધભાંગા છે. એકેન્દ્રિયના ૨૦ બંધભાંગામાંથી બાદર-પર્યાપ્તા પ્રત્યેકના ૮ બંધભાંગાના બંધક-દેવ-મનુષ્ય-તિર્યંચ છે અને બાકીના બધભાંગાના બંધક માત્ર તિર્યંચ-મનુષ્યો જ છે તેથી ૮ બંધ ભાંગાનો સંવેધ, ૧૬ બંધ ભાંગાનો સંવેધ અને અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૧ બંધમાંગાનો સંવેધ પૂર્વે કહેલી ગાથા ૩૩-૩૪ના વિવેચનના પાના નં. ૧૦૧ થી ૧૦૩ પ્રમાણે જ જાણવો. ૮ બંધમાંગે ૨,૪૮,૮૦૦ સત્તાસ્થાન, ૧૬ બંધભાગે ૪,૯૫,૫પર સત્તાસ્થાન અને ૧ બંધમાંગે ૩૦૬૨૮ સત્તાસ્થાન સંભવે છે. સર્વે મળીને ૨૫ ના બંધે કુલ ૭,૭૪,૯૮૦ સત્તાસ્થાન ઘટે છે. આ સઘળો બંધ પણ મિથ્યાત્વે જ થાય છે. માટે ઓઘ બંધની તુલ્ય જ છે.
- ૨૬ ના બંધે પણ ગાથા ૩૩ - ૩૪ ના વિવેચનના પાના નં. ૧૦૩ પ્રમાણે ૧૬ બંધમાંગ હોવાથી અને તે પણ મિથ્યાત્વે જ બંધાતા હોવાથી ઓથબંધની જેમજ ૪,૯૭,૬૦૦ સત્તાસ્થાન હોય છે.
૨૮ ના બંધે દેવપ્રાયોગ્ય ૮ અને નરકમાયોગ્ય ૧ કુલ ૯ બંધમાંગા છે. ૨૫૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એમ ૬ ઉદયસ્થાનક, વૈક્રિય તિર્યંચના પ૬, વૈક્રિય મનુષ્યના ૩૨, સામાન્ય તિર્યંચના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫૨-૧૧૫ર, અને સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયના ૧૧૫ર મળીને કુલ ૩૫૪૪ ઉદયભાંગા હોય છે. ૯૨, ૮૯, ૮૮, ૮૬ એમ ૪ સત્તાસ્થાનક હોય છે. સામાન્યપણે દેવપ્રાયોગ્ય ૨૮ નો બંધ કરણ અપર્યાપ્તાવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org