Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૧
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૫૭ અયુગલિક મનુષ્ય-તિર્યંચોને અપર્યાપ્તાવસ્થામાં હોય, ત્યાં નપુંસકવેદ વિના ૪ ષોડશકે ૨૮-૨૪ એમ બે જ સત્તાસ્થાન હોય અથવા મતાન્તરે નપુંસકવેદ અને સ્ત્રીવેદ બને વિના ૪ અષ્ટક પણ બે જ સત્તાસ્થાન હોય છે. પરંતુ ક્ષાયિક પામતો અયુગલિક મનુષ્ય મૃત્યુ પામીને યુગલિક મનુષ્ય-તિર્યંચમાં જાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં ૪ ષોડશકે ૨૨ તથા ૨૧નું એમ બે સત્તાસ્થાન ઘટે છે. કાર્પણ કાયયોગે દેવમાં જાય ત્યારે ૪ ષોડશકે ૨૮-૨૪-૨૨, યુગલિક મનુષ્ય-તિર્યંચમાં જાય ત્યારે પણ ૪ ષોડશકે ૨૨, અને નરકમાં જાય ત્યારે માત્ર નપુંસકવેદ હોવાથી ૪ અષ્ટકે કેવલ ૨૨ ની જ સત્તા હોય છે. આ બધી હકીકત ક્ષાયોપથમિક સમ્યક્તીને આશ્રયી કહી છે. આમ જાણવું.
ક્ષાયિક સમ્યક્તમાં ૯ યોગમાં સમ્યક્ત મોહનીયના ઉદય વિનાની ચારે ચોવીસીએ ૨૧ ની સત્તા હોય, વૈક્રિય કાયયોગ દેવ-નરકમાં જ હોય, ત્યાં ક્ષાયિક પામેલા જીવો દેવમાં પુરુષવેદમાં જ જાય, અને નારકીમાં જાય ત્યારે ત્યાં નપુંસક વેદ જ છે. તેથી ત્યાં દેવભવમાં પુરુષવેદના જ ઉદયવાળાં અને નારકીમાં માત્ર નપુંસકવેદના જ ઉદયવાળાં ચાર-ચાર અષ્ટક જ હોય તેમાં ૨૧ ની જ સત્તા જાણવી. વૈક્રિય મિશ્રમાં પણ આમ જ જાણવું. ઔદારિકમિશ્ર કાયયોગ ત્રણ ભવ કરનારાને દેવ-નારકીમાંથી અયુગલિક મનુષ્ય-તિર્યંચમાં આવતાં અને ચાર ભવ કરનારાને આશ્રયી બીજા ભવે યુગલિકમાં અને ચોથા ભવે અયુગલિકમાં આવતાં બે વેદ માનનારાના મતે નપુંસકવેદ વિના ચાર ષોડશક હોય અને મનુષ્ય-તિર્યંચમાં પણ પુરુષવેદમાં જ આવે. એવું માનનારાના મતે ચાર અષ્ટક હોય ત્યાં ૨૧ ની સત્તા હોય. આ સઘળું વર્ણન ચોથા ગુણસ્થાનકને આશ્રયી જાણવું.
દેશવિરતિ ગુણસ્થાનક મનુષ્ય-તિર્યંચોને જ હોય છે. ત્યાં ૧૧ યોગ હોય, પરંતુ ક્ષાયિકમાં મનુષ્યોને ૧૧ યોગે ૨૧ નું ૧ સત્તાસ્થાન જાણવું. ઉપશમસમ્યક્તી લબ્ધિ ફોરવે નહીં એટલે ઉપશમ સમ્યકત્વમાં મનુષ્ય-તિર્યંચોને ૯ યોગે ૨૮-૨૪ એમ ૨ સત્તાસ્થાન જાણવાં. ક્ષાયોપશમિક સમ્યવીને ૯ યોગે ૨૮-૨૪-૨૩-૨૨ એમ ૪ સત્તાસ્થાન જાણવાં. પણ ક્ષાયિક પામતા એવા ક્ષાયોપથમિક મનુષ્યને વૈક્રિયલબ્ધિ ફોરવવાની ન હોવાથી વૈક્રિય કાયયોગે અને વૈક્રિય મિશ્રકાયયોગે ૨૮૨૪ એમ ૨ જ સત્તાસ્થાન જાણવાં.
છઠું પ્રમત્ત ગુણસ્થાનક મનુષ્યમાં જ હોય ત્યાં ૧૩ યોગ હોય. ઔપથમિક સમ્યક્તી લબ્ધિ ફોરવે નહીં તેથી તે ઉપશમસમ્યત્વમાં ૯ યોગ હોય ત્યાં સભ્ય મોહનીયના ઉદય વિનાની ૪ ચોવીશીમાં ૨૮ - ૨૪ બે જ સત્તાસ્થાન જાણવાં. ક્ષાયિક સમ્યક્વીને ૧૧ યોગમાં ચારે ચોવીશીએ ૨૧ નું સત્તાસ્થાન અને આહારક-આહારકમિશ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org