Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૫૭
૧૭૭
છઠ્ઠો કર્મગ્રંથ ( આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકે યોગગુણિત, ઉપયોગગુણિત અને વેશ્યાગુણિત ચોવીશી-ઉદયભાંગા-ઉદયપદ અને પદવૃંદો જાણવાં. વિશેષાર્થીએ સપ્તતિકાની ચૂર્ણિ, પૂ. મલયગિરિજી કૃત ટીકા વગેરે ગ્રંથો અવશ્ય જોવા. ૫૬ तिन्नेगे एगेगं, तिग मीसे पञ्च चउसु तिग पुव्वे
- (નિય િતિનિ) ! इक्कार बायरम्मि उ, सुहुमे चउ तिन्नि उवसंते ॥५७ ॥ त्रीण्येकस्मिन्, एकस्मिन्नेकं, त्रीणि मिश्रे पञ्च चतुर्पु त्रीण्यपूर्वे (निवृत्तौ त्रीणि), एकादश बादरे, सूक्ष्मे चत्वारि, त्रीणि उपशान्ते ॥ ५७ ॥
ગાથાર્થ - મોહનીય કર્મનાં પહેલા એક ગુણઠાણે ત્રણ, બીજા એક ગુણઠાણે એક, મિશ્ર ત્રણ, ૪ થી ૭ સુધી ચાર ગુણઠાણામાં પાંચ, નિવૃત્તિકરણે-અપૂર્વકરણે ત્રણ, બાદરભંપરામાં અગિયાર, સૂક્ષ્મસંપરામાં ચાર, અને ઉપશાજમોહે ત્રણ સત્તાસ્થાન હોય છે.
વિવેચન - હવે ચૌદ ગુણસ્થાનક ઉપર મોહનીયકર્મનાં સત્તાસ્થાનક કહેવાય છે. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૨૮-૦૭-૨૬ એમ ત્રણ સત્તાસ્થાનક હોય છે. સમ્યક્ત પ્રાપ્ત કરીને ત્રિપુંજીકરણ કરીને પડીને મિથ્યાત્વે આવેલા જીવને સમત્વમોહનીયની ઉઠ્ઠલના સમાપ્ત ન થાય ત્યાં સુધી ૨૮ ની સત્તા જાણવી. સમ્યકત્વ મોહનીયની ઉવલના પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ ગયે છતે સમાપ્ત થાય છે ત્યારે ૨૭ની સત્તા હોય છે. ત્યારબાદ પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ ગયે છતે મિશ્રમોહનીયની પણ ઉદ્વલના સમાપ્ત કરે છે ત્યારે ર૬ ની સત્તા હોય છે અથવા અનાદિ મિથ્યાત્વી જીવને પણ ત્રિપુંજીકરણ કરેલ ન હોવાથી સદા ૨૬ ની જ સત્તા હોય છે. આમ મિથ્યાત્વે ૨૮-૨૭-૨૬ ત્રણ સત્તાસ્થાન હોય છે.
સાસ્વાદને હંમેશાં ૨૮ ની જ સત્તા હોય છે કારણ કે ઔપથમિક સમ્યકત્વી જીવ જ સમ્યકત્વને વખતો વમતો સાસ્વાદને આવે છે ત્યાં અનંતાનુબંધી આદિ કષાયોનો બંધ તથા ઉદય ચાલુ હોવાથી ૨૮ ની એક જ સત્તા હોય છે.
- મિશ્ર ગુણસ્થાનકે ૨૮-૨૭-૨૮ એમ ત્રણ સત્તાસ્થાન હોય છે. ત્યાં જે જીવો ક્ષાયોપથમિક સમ્યકત્વ પામેલા છે અને ૨૮-૨૪ ની સત્તાવાળા છે તેઓને મિશ્રમોહનીયનો ઉદય થવાથી તેઓ જ્યારે મિશ્રગુણઠાણે આવે છે ત્યારે ૨૮-૨૪ ની સત્તા હોય છે. અને મિથ્યાત્વે જઈ સમ્યકત્વ મોહનીયની ઉવલના કરી રહ્યા પછી મિશ્રમોહનીયની ઉર્વલના કરતાં કરતાં મિશ્રમોહનીયનો ઉદય થવાથી જેઓ ત્રીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org