Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૦ ગાથા : ૫૬
છઠ્ઠો કર્મગ્રંથ (૪) અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૬-૭-૮-૯ એમ ચાર ઉદયસ્થાનક છે. ૧-૩-૩-૧ કુલ ૮ ચોવીશી છે. તેમાં સમત્વમોહનીયના ઉદયવાળી જે ૪ ચોવીશી છે તે સાયોપથમિક સભ્યન્તીને જ હોય છે અને સભ્યત્વમોહનીયના ઉદય વિનાની જે ૪ ચોવીશી છે તે ઔપશમિક સમસ્વી અને ક્ષાયિકસમ્યવીને જ માત્ર હોય છે. જ્યાં ક્ષાયોપશમિક સભ્યત્વી હોય ત્યાં ૨૮-૨૪-૨૩-૨૨ એમ ૪ સત્તાસ્થાન હોય, અને જ્યાં ઔપશમિકસમ્યક્વી હોય ત્યાં મનુષ્યગતિના જીવોને ૨૮-ર૪ અને શેષગતિના જીવોને માત્ર ૨૮ ની જ સત્તા હોય. કારણ કે શ્રેણિસંબંધી ઔપથમિક સમ્યકત્વ શેષ ગતિમાં હોતું નથી. અને ઔપ. સમ્યકત્વી જીવમાં તે જ વિસંયોજના કરે છે. તથા ક્ષાયિક સમ્યવી હોય તેને ૨૧ની જ સત્તા હોય. ૧૯૨ ઉદયભાંગા હોય, ૬૦ ઉદયપદ અને ૧૪૪૦ પદવૃંદો હોય છે.
તથા આહારક કાયયોગ અને આહારકમિશ્ન કાયયોગ વિના બાકીના ૧૩ યોગ હોય છે. તેમાં નીચેના અપવાદો ધ્યાનમાં રાખવા.
(૧) અવિરત સમ્યગ્દષ્ટિ જીવો મરીને જો દેવગતિમાં જાય તો નિયમા પુરુષ વેદમાં જ જાય. પણ સ્ત્રીવેદીમાં (દેવીમાં) ન જ જાય. અને નારકીમાં જાય તો નારકીમાં માત્ર નપુંસકવેદ જ છે. એટલે નપુંસકવેદીમાં જાય. આ કારણે અવિરતસમ્યગ્દષ્ટિને વૈક્રિયમિશ્રકાયયોગે પુરુષવેદ અને નપુંસકવેદ હોય પરંતુ સ્ત્રીવેદ ન હોય. તેથી વૈક્રિયમિશ્ર કાયયોગમાં ચોવીશી થવાને બદલે ૮ ષોડશક થાય છે.
(૨) અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જો મનુષ્ય-તિર્યંચમાં જન્મે તો નિયમા એક પુરુષવેદના ઉદયવાળામાં જ (પુરુષમાં જ) જન્મે. પરંતુ નપુંસકવેદના ઉદયવાળા કે સ્ત્રીવેદના ઉદયવાળામાં ઉત્પન્ન ન થાય. આ કારણે ઔદારિકમિશ્ર કાયયોગમાં માત્ર પુરુષવેદ જ હોય પરંતુ નપુંસકવેદ અને સ્ત્રીવેદ બને ન હોય તેથી ઔદારિક મિશ્રકાયયોગમાં ૮ ચોવીશીને બદલે ૮ અષ્ટક સમજવાં.
(૩) ઉપરોક્ત બને નિયમો ભેગા કરતાં કાર્મણકાયયોગમાં નારકીમાં જતાં નપુંસકવેદ હોય, દેવોમાં જતાં પુરુષવેદ હોય, અને તિર્યંચ-મનુષ્યમાં જતાં પણ માત્ર પુરુષવેદ જ હોય તેથી ચારે ગતિમાં ક્યાંય કાર્મણકાયયોગે સ્ત્રીવેદ ન હોય તેથી તે કાર્મણકાયયોગમાં ૮ ચોવીશીને બદલે ૮ ષોડશક થાય.
જો કે આ નિયમ પ્રાયિક છે. કારણ કે ચંદનબાલા-મલ્લિનાથ-રાજીમતી આદિ સ્ત્રીવેદીમાં અવિરત સમગ્યદૃષ્ટિ જીવો ઉત્પન્ન થયા જ છે. તો પણ આવાં ઉદાહરણો અલ્પ હોવાથી મહાત્મા પુરુષો દ્વારા તેની વિવક્ષા કરાતી નથી. આ પ્રમાણે ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયોગ અને વૈક્રિય કાયયોગ આ ૧૦ યોગોમાં ૮ ચોવીશી વગેરે થાય છે. વૈક્રિયમિશ્ર અને કાર્મણકાયયોગમાં ૮ ષોડશક વગેરે થાય છે અને ઔદારિક મિશ્રકાયયોગમાં ૮ અષ્ટક વગેરે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org