Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૫૬
છઠ્ઠો કર્મગ્રંથ
૧૬૯ (૨) સાસ્વાદન ગુણસ્થાનકે ૭ - ૮ - ૯ એમ ૩ ઉદયસ્થાનક, ૪ ચોવીશી, ૯૬ ઉદયભાંગા, ૩૨ ઉદયપદ, ૭૬૮ પદવૃંદ હોય છે. તથા આહારક કાયયોગ અને આહારક મિશ્રકાયયોગ વિના તેર યોગ હોય છે. તેથી ઉપરોક્ત ૪ ચોવીશી આદિને ૧૩ યોગ વડે ગુણવાના રહે છે. પરંતુ વૈક્રિયમિશ્ર કાયયોગે સાસ્વાદન ગુણઠાણે નપુંસકવેદ સંભવતો નથી. કારણ કે વૈક્રિયમિશ્ર કાયયોગ દેવ અને નારકીને અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. ત્યાં દેવોમાં સ્ત્રી-પુરૂષ વેદ જ હોવાથી નપુંસકવેદનો ઉદય સંભવતો નથી. અને નારકીને નપુંસકવેદનો ઉદય સંભવે છે. પરંતુ સાસ્વાદનભાવ લઈને નરકમાં જવાતું નથી. તેથી તેને સાસ્વાદને વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થા આવતી નથી. સપ્તતિકાની ટીકામાં પૂજ્ય મલયગિરિજી મ. શ્રી કહે છે કે - “મત્ર नपुंसकवेदो न लभ्यते, वैक्रियकाययोगिषु नपुंसकवेदिषु मध्ये सासादनस्योत्पादाભાવાત્ ” તેથી ૧૨ યોગમાં ચાર-ચાર ચોવીશીઓ જાણવી. અને વૈક્રિયમિશ્ર કાયયોગમાં ચોવીશીને બદલે બે વેદનો ઉદય હોવાથી ષોડશક જાણવાં.
સાસ્વાદન
ઉ.ચો. ઉ.ભાંગા ઉ.પદ| પદવૃંદ | યોગ | ઉ.ચો. |ઉ.ભાંગા ઉ.પદ | પદવૃંદ |
૪ | ૯૬ | ૩૨ | ૭૬૮ ૪|૧૨ યોગ ૪૮ ચો. ૧૧૫૨ ૩૮૪ ચો. ૯૨૧૬ | ૪ | ૯૬ | ૩૦ |૩૬૮ ૧ યોગ |૪ ષોડ ૬૪ ૩૨ ષોડ. ૫૧૨ કુલ | ૧૩.
૧૨૧૬
૯૭૨૮ સર્વ ચોવીશીઓમાં અને ઉદયભાંગા વગેરેમાં માત્ર એક ૨૮ નું જ સત્તાસ્થાનક હોય છે. કારણ કે સાસ્વાદને ૨૮ નું ૧ જ સત્તાસ્થાનક છે.
(૩) મિશ્રગુણસ્થાનકે ૭ - ૮ - ૯ એમ ૩ ઉદયસ્થાનક છે. ૪ ચોવીશી છે. ૯૬ ઉદયભાંગા છે. ૩૨ ઉદયપદ છે અને ૭૬૮ ઉદયપદવૃંદ છે. તથા ૪ મનના, ૪ વચનના, ૧ ઔદારિક કાયયોગ, અને ૧ વૈક્રિય કાયયોગ એમ ૧૦ યોગ હોય છે. પર્યાપ્તાવસ્થામાં જ આ ગુણસ્થાનક આવે છે. તેથી અપર્યાપ્તાવસ્થામાં જ આવનારા ૩ યોગો અને આહારકકાયયોગાદિ યોગો હોતા નથી. ગુણાકાર આ પ્રમાણે છે.
ને મિશ્ર ગુણસ્થાનક | ઉ.ચો.ઉ.ભાંગા ઉ.પદ પદવૃંદ | યોગ | ઉ.ચો. |ઉ.ભાંગા ઉ.પદ | પદવૃંદ | | ૪ | ૯૬ | ૩૨ [૭૬૮ ૪|૧૦ યોગ ૪૦ | ૯૬૦ [ ૩૨૦ ,૭૬૮૦
સર્વ ચોવીશીમાં, ઉદયભાંગામાં, ઉદયપદમાં અને પદવૃંદમાં ત્રીજે ગુણઠાણે ૨૮-૨૭-૨૪ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org