Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૫
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૫૫ આ ગાથાનો ભાવાર્થ પહેલાંની ૧૧મી ગાથામાં તથા પર-પ૩ મી ગાથામાં આવી જ ગયો છે. ૧ થી ૮ ગુણઠાણામાં કેટલી કેટલી ચોવીશી થઈ ? તેનો આંક આ ગાથામાં છે. મિથ્યાત્વે ૮, સાસ્વાદને ૪, મિશ્ર ૪, અવિરતથી અપ્રમત્ત સુધીનાં (૪-૫-૬-૭) ચાર ગુણસ્થાનકોમાં આઠ-આઠ ચોવીશી, અને આઠમા અપૂર્વકરણે ચાર ચોવીશી એમ મળીને કુલ બાવન ચોવીશી થાય છે. તેના ૧૨૪૮ ઉદયભાંગા થાય છે. તથા અનિવૃત્તિ ગુણઠાણે દ્વિકોદયના ૧૨ અને એકોદયના ૪ ઉદયભાંગા, તથા સૂમસં૫રાયે એકોદયનો ૧ ઉદયભાંગો એમ સર્વે મળીને ૧૨૬૫ ઉદયભાંગા થાય છે. અહીં એકોદયના નવમે ગુણઠાણે ૪, અને દસમા ગુણઠાણે ૧ મળીને કુલ પાંચ ભાંગા થાય છે. છતાં મૂલગાથામાં “પUT નિય” આવું વિધાન છે. તે સામાન્ય-ઔપચારિક વાક્ય સમજવું. દશમાં ગુણસ્થાનકે એકનો જ ઉદય હોવાથી નવમાના અંશરૂપે સમજીને નવમા તરીકે વિધાન કરેલ છે એમ સમજવું. / ૫૪ |
अट्ठट्ठी बत्तीसं, बत्तीसं सट्ठीमेव बावन्ना । चोयालं दोसु वीसा वि य, मिच्छमाइसु सामन्नं ॥ ५५ ॥ अष्टषष्टिः द्वात्रिंशद्वात्रिंशत्यष्टिरेव द्विपञ्चाशत् । चत्वारिंशद् द्वयोः, विंशतिरपि च मिथ्यात्वादिषु सामान्यम् ॥ ५५ ॥
ગાથાર્થ - મિથ્યાત્વ વગેરે ગુણસ્થાનકોમાં સામાન્યથી ૬૮ - ૩૨ - ૩ - ૬૦ - ૫ - ૪૪ - ૪૪ - ૨૦ ઉદયપદો જાણવાં. (તેને ૨૪ વડે ગુણવાથી પદવૃંદ જાણવાં). / પપ /
વિવેચન - આ ગાથા મૂલ સપ્તતિકાગ્રંથની નથી. કારણ કે તે ગ્રંથમાં આ ગાથા નથી. પરંતુ તેની ચૂર્ણિમાં તથા સપ્તતિકાની ટીકામાં “મ7મધ્યથા” કહીને વિવેચનરૂપે (સાક્ષીપાઠરૂપે) ગાથા લખેલી છે.
૫૪ મી ગાથામાં ૧ થી ૯ ગુણસ્થાનકોમાં ઉદયચોવીશી અને ઉદયભાંગા જેમ સમજાવ્યા છે. તેમ આ પંચાવનમી ગાથામાં ૧ થી ૮ ગુણસ્થાનકોમાં ઉદયપદ અને પદવૃંદ સમજાવેલાં છે. જો કે આ વિષય ગાથા પ૧-પર-પ૩ માં આવી ગયેલો છે. તો પણ પાછળ આવતી ગાથા ૫૬-૫૭ આદિમાં યોગ-ઉપયોગ અને વેશ્યા ગુણિત ચોવીશી, ઉદયભાંગા, ઉદયપદ, અને પદવૃંદ કરવાં સહેલાં થાય. તે માટે આ બને (૫૪-૫૫) ગાથામાં સંખ્યા માત્ર જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org