Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૪૩
૧૪૮
છઠ્ઠો કર્મગ્રંથ ચારે ગતિને આશ્રયી અપ્રાયોગ્ય એવા ૧ નો બંધ અને ૧૧ - ૧૨ - ૧૩ - ૧૪ મા ગુણઠાણે કહેલો અબંધ, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં જ હોવાથી પૂર્વે કહેલા
ઓઘબંધની જેમ જ સંવેધ તથા ઉદયભાંગા ગુણિત સત્તાસ્થાન જાણવાં. આ પ્રમાણે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં આઠે બંધસ્થાનકોનો અને અબંધનો સંવેધ કહ્યો. ચૌદે જીવસ્થાનકોમાં નામકર્મનો સંવેધ પૂર્ણ થયો. તે કહે છતે ચૌદે જીવસ્થાનકોમાં આઠે કર્મનો સંવેધ સમાપ્ત થયો. હવે આ જ આઠે કર્મોનો સંવેધ ૧૪ ગુણસ્થાનક ઉપર સમજાવીશું. / ૪૧-૪રો.
नाणंतरायतिविहमवि, दससु दो हुंति दोसु ठाणेसु । मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ॥ ४३ ।। ज्ञानान्तरायत्रिविधमपि, दशसु द्वे भवतः द्वयोस्स्थानयोः । मिथ्यात्वसास्वादनयोर्द्वितीये, नव चत्वारः पञ्च नव च सदंशाः ॥ ४३ ।।
ગાથાર્થ - દશ ગુણસ્થાનકોમાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો ત્રણે પણ વિકલ્પવાળો ભાંગો જાણવો. બે ગુણસ્થાનકોમાં બે વિકલ્પવાળો ભાંગો જાણવો. બીજા દર્શનાવરણીયકર્મમાં મિથ્યાત્વે અને સાસ્વાદને નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. // ૪૩ /
વિવેચન - જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મ આ બન્ને કર્મોના ત્રણ વિકલ્પવાળો ભાંગો ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી હોય છે. કારણ કે આ બન્ને કર્મોની પાંચે પ્રકૃતિઓનો બંધ ૧૦ મા ગુણસ્થાનક સુધી જ છે. દશમાના અંતે બંધવિચ્છેદ થાય છે. તેથી પાંચનો બંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તા એમ ત્રણે વિકલ્પવાળો આ ભાંગો દશમા ગુણસ્થાનક સુધી જાણવો. તથા ૧૧ - ૧૨ આ બે ગુણસ્થાનકોમાં બંધ વિનાના બાકીના બે વિકલ્પવાળો ભાંગો જાણવો. “અબંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તા” આ ભાંગો ૧૧ - ૧૨ મા ગુણસ્થાનકમાં હોય છે. કારણ કે બારમાના અંતે ઉદય અને સત્તાનો પણ વિચ્છેદ થાય છે.
ગુણસ્થાનકોમાં જ્ઞાનાવરણીય અને અંતરાય નું ચિત્ર ગુણસ્થાનક | બંધ | ઉદય | સત્તા | ૧ થી ૧૦ | ૫ | ૫ | ૫ | ત્રણ વિકલ્પવાળો ભાંગો |૧૧ - ૧૨ ) ૦ ૫ | પ ] બે વિકલ્પવાળો ભાંગો હવે બીજા નંબરના દર્શનાવરણીયકર્મના ભાંગા ગુણસ્થાનકોમાં સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org