Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૪૫
છટ્ટો કર્મગ્રંથ
=
છની
નવમા ગુણઠાણાના બીજા ભાગથી દશમા ગુણઠાણાના ચરમ સમય સુધી ક્ષપકશ્રેણીમાં “તુમુ નુયલ છÉતા” આ પદથી તુષુ એટલે નવમા-દસમા બે ગુણસ્થાનકોમાં યત્ન બંધ અને ઉદયનું ચારનું યુગલ તથા છાંતા સત્તાવાળો એક ભાંગો હોય છે. એટલે કે ક્ષપકશ્રેણીમાં નવમા દસમા ગુણઠાણે ચારનો બંધ, ચારનો ઉદય અને છની સત્તાવાળો ૧ ભાંગો જાણવો. કર્મપ્રકૃતિની ચૂર્ણિમાં ઉદીરણા કરણમાં કહ્યું છે કે “વિપત્નત્તીણ્ અાંતરે સમયે સવ્વો વિ णिद्दापयलाणमुदीरगो भवइ, नवरं खीणकसायखवगे मोत्तूणं, तेसु उदओ नत्थित्ति હાવું ॥ ૪૪ "
૧૫૦
=
उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता । वेयणियाउय गोए, विभज्ज मोहं परं वुच्छं ।। ४५ ।।
=
उपशान्ते चत्वारि पञ्च नव, क्षीणे चत्वार्युदये षट् च चत्वारि सन्ति । वेदनीयायुश्च गोत्रं विभज्य मोहं परं वक्ष्ये ।। ४५ ।।
=
ગાથાર્થ - ઉપશાન્ત મોહ ગુણઠાણે ક પળ = ચાર અથવા પાંચનો ઉદય અને નવ = નવની સત્તા જાણવી. સ્ત્રીને = ક્ષીણમોહે ચારનો ઉદય અને છવ્વ ક संता = છ તથા ચારની સત્તા સમજવી. વેદનીય, આયુષ્ય અને ગોત્ર કર્મ કહીને ત્યારબાદ મોહનીયકર્મ કહીશું. ॥ ૪૫ ||
વિવેચન - ઉપશાન્તમોહ ગુણસ્થાનકે કષાયનો ઉદય ન હોવાથી દર્શનાવરણીયકર્મનો બંધ નથી તેથી અબંધ છે. પરંતુ ઉદય ચાર અથવા પાંચનો હોય છે. કારણ કે ઉપશમ શ્રેણીમાં અને ઉપશાન્તમોહે વર્તતા જીવો ક્ષપકશ્રેણી જેવા અત્યન્ત વિશુદ્ધ નથી માટે નિદ્રાનો ઉદય સંભવી શકે છે તેથી નવે પ્રકૃતિની સત્તા હોય છે.
Jain Education International
ક્ષીણમોહ ગુણઠાણે પ્રથમ સમયથી ઉપાત્ત્વ સમય સુધી ચારનો ઉદય અને છ ની સત્તા, તથા ચરમસમયે નિદ્રાદ્વિકની સત્તા ન હોવાથી ચારનો ઉદય અને ચારની સત્તા સમજવી. તેરમા-ચૌદમા ગુણસ્થાનકે દર્શનાવરણીયકર્મનાં બંધ-ઉદય-સત્તા હોતાં જ નથી. માટે ત્યાં સંવેધભાંગા નથી. કર્મસ્તવકારાદિના મતે ક્ષપક અને ક્ષીણમોહમાં નિદ્રાનો ઉદય સંભવે છે. તેથી આઠમા ગુણઠાણાના બીજા ભાગથી નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી ચારનો બંધ, પાંચનો ઉદય, નવની સત્તા, નવમાના બીજા ભાગથી દશમા ગુણઠાણા સુધી ચારનો બંધ, પાંચનો ઉદય, છની સત્તા અને બારમાના પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી અબંધ, પાંચનો ઉદય, છની સત્તા, આમ નિદ્રાના ઉદયવાળા ઉદયભાંગા પણ તેઓના મતે વધારે સંભવે છે એમ જાણવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org