Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૪૪
૧૪૯ મિથ્યાત્વે અને સાસ્વાદને નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય, અને નવની સત્તા આ બે ભાંગા હોય છે. કારણ કે ૯ નો બંધ બે જ ગુણઠાણા સુધી છે તેથી આ બે ભાંગા બે ગુણઠાણા સુધી જ છે. નિદ્રાનો ઉદય અધ્રુવ હોવાથી તે ન હોય ત્યારે ચારનો ઉદય અને જ્યારે નિદ્રા ઉદયમાં હોય ત્યારે પાંચનો ઉદય જાણવો. (આગલી ગાથામાં ચાલુ). / ૪૩ //
मिस्साइ नियट्टीओ, छच्चउ पण नव य संतकम्मंसा ।
चउ बंध तिगे चउ पण, नवंस दुसु जुअल छस्संता ।। ४४ ।। मिश्रादे निवृत्तेः, षट् चत्वारि पञ्च नव च सत्कर्मांशाः । चत्वारि बन्धे त्रिषु चत्वारि पञ्च, नवांशाः, द्वयोः युगलं षट् सन्तः ।। ४४ ।।
ગાથાર્થ - મિશ્રથી પ્રારંભીને નિવૃત્તિકરણ સુધી છ નો બંધ, ચાર અથવા પાંચનો ઉદય, અને નવની સત્તા હોય છે. તિ = ત્રણ ગુણસ્થાનકોમાં (૮ - ૯ - ૧૦ માં) ચારનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. તથા બે ગુણસ્થાનકમાં (૯ - ૧૦ માં) ચારનો બંધ અને ચારનો ઉદય (એમ ચારનું યુગલ) તથા છ ની સત્તા જાણવી. // ૪૪ //
વિવેચન - ત્રીજા મિશ્રગુણસ્થાનકથી દર્શનાવરણીયકર્મમાં બંધ ૬ નો જાણવો. કારણ કે થીણદ્વિત્રિકનો બંધ વિચ્છેદ થયેલો છે. તેથી છનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા આ બે ભાંગા મિશ્ન ગુણસ્થાનકથી અપૂર્વકરણના પહેલા ભાગ સુધી જાણવા. અપૂર્વકરણના પહેલા ભાગના ચરમ સમયે નિદ્રા-પ્રચલાનો પણ બંધવિચ્છેદ થતો હોવાથી ચારનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા આ બે ભાંગા ઉપશમ શ્રેણીમાં આઠમા ગુણઠાણાના બીજા ભાગથી દશમાં ગુણઠાણાના ચરમ સમય સુધી હોય છે. “વડ વંથ તિરે ર૩ પUા નવં” આ પદમાં તિરે એટલે ૮-૯૧૦ એમ ત્રણ ગુણઠાણે ઉપશમ શ્રેણીને આશ્રયી વસવંદ = ચારનો બંધ, પણ ચાર અથવા પાંચનો ઉદય અને નવં નવની સત્તા હોય છે. અહીં અંશ એટલે સત્તા એવો અર્થ જાણવો. આ રીતે ઉપશમ શ્રેણીમાં ૮-૯-૧૦ આ ત્રણ ગુણસ્થાનકોમાં આ બે ભાગ હોય છે. તથા ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકમાં જ્યાં સુધી થીણદ્વિત્રિકની સત્તાનો ક્ષય ન થાય ત્યાં સુધી એટલે કે આઠમા ગુણઠાણાના બીજા ભાગથી નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ચારના બંધના બે ભાંગામાંથી ચારના ઉદયવાળો એક ભાંગો જ હોય છે. એટલે કે ચારનો બંધ, ચારનો ઉદય અને નવની સત્તાવાળો પ્રથમ ભાંગો ૮/૨ ભાગથી ૯/૧ સુધી હોય છે. કારણ કે ક્ષેપક અને ક્ષીણમોહને નિદ્રાનો ઉદય ગ્રંથકારના મતે સંભવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org