Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૪
ગાથા : ૪૭
છઠ્ઠો કર્મગ્રંથ अच्छाहिगवीसा सोलस वीसं च बारस छ दोस ।। दो चउसु तीसु इक्कं, मिच्छाइसु आउए भंगा ।। ४७ ॥ अष्टषडधिकविंशतिः षोडश विंशतिश्च द्वादश षड् द्वयोः । द्वौ चतुर्यु, त्रिषु एकः, मिथ्यात्वादिषु आयुषि भङ्गाः ।। ४७ ॥
ગાથાર્થ - આયુષ્યકર્મના આઠ અને છ અધિક એવા વીસ એટલે ૨૮ - ૨૬, તથા ૧૬ - ૨૦ - ૧૨ ભાંગા મિથ્યાત્વથી પાંચમા ગુણઠાણા સુધી હોય છે. પ્રમત્તઅપ્રમત્ત એમ બે ગુણસ્થાનકોમાં છ ભાંગા, અપૂર્વકરણથી ઉપશાન્તમોહ સુધીનાં ૪ ગુણસ્થાનકોમાં બે ભાંગા, ૧૨ - ૧૩ - ૧૪ આ ત્રણ ગુણસ્થાનકોમાં આયુષ્યકર્મનો ૧ ભાંગો હોય છે. / ૪૭ /
વિવેચન - આ ગાથા પણ સપ્તતિકાભાષ્યની ૧૩ મી ગાથા છે. પણ સપ્તતિકાની (છઠ્ઠા કર્મગ્રંથની) નથી. આ ગાથામાં ચૌદ ગુણસ્થાનકોમાં આયુષ્યકર્મના ભાંગા કેટલા કેટલા હોય ? તે જણાવેલ છે.
નરકગતિમાં અને દેવગતિમાં આયુષ્યકર્મના બંધકાલની પૂર્વાવસ્થામાં એકએક, આયુષ્યની બધ્યમાનાવસ્થામાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યના બંધના બે-બે, અને આયુષ્ય બાંધ્યા પછીની પશ્ચાદવસ્થાભાવી બે-બે, એમ કુલ પાંચ પાંચ ભાંગા આયુષ્યકર્મના છે. એવી જ રીતે તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં પણ છે. પરંતુ આ બે ગતિમાં નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ એમ ચારે આયુષ્ય બંધાતાં હોવાથી પૂર્વાવસ્થાભાવી એક-એક, બધ્યમાનાવસ્થાભાવી ચાર-ચાર, અને પશ્ચાદવસ્થાભાવી પણ ચાર-ચાર મળીને કુલ ૯ - ૯ ભાંગા આયુષ્યકર્મના હોય છે. ચારે ગતિના મળીને નરકના ૫, તિર્યંચના ૯, મનુષ્યના ૯, અને દેવના પ, એમ ૨૮ ભાંગા આયુષ્યકર્મના સામાન્યથી ચારે ગતિને આશ્રયી હોય છે. જે પૂર્વે સમજાવ્યા છે.
(૧) મિથ્યાત્વ ગુણસ્થાનકે આ ૨૮ ભાંગા સંભવે છે. કારણ કે મિથ્યાત્વે વર્તતો જીવ ચારે આયુષ્યકર્મ બાંધે છે. મરીને પણ યથાયોગ્ય ચારે ગતિમાં જાય છે. માટે બધાજ ભાંગા સંભવે છે.
(૨) બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૨૬ ભાંગા ઘટે છે. કારણ કે તિર્યંચમનુષ્યના જીવોમાં નરકાયુષ્યના બંધવાળો બે નંબરનો જે એક-એક ભાગો છે. તે સાસ્વાદને સંભવતો નથી. કારણ કે સાસ્વાદન ગુણઠાણે નરકાયુષ્ય બંધાતું નથી. તેથી તે બે ભાંગ બાદ કરતાં નરકના ૫, તિર્યંચના ૮, મનુષ્યના ૮, અને દેવના ૫ મળીને કુલ ર૬ ભાંગા સાસ્વાદને હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org