Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૪૦
૧૩૦
છઠ્ઠો કર્મગ્રંથ એકેન્દ્રિયાદિ શેષ જે ૧૦ જીવભેદો છે. તે માત્ર તિર્યંચ જ હોવાથી તેના સાહચર્યથી અહીં અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તરીકે તિર્યંચ જીવોની જ વિવક્ષા કરી છે. અપર્યાપ્તા અસંશી (સંમૂર્ણિમ) મનુષ્યોની વિવક્ષા કરી નથી એમ સમજવું. જો વિવક્ષા કરીએ તો આ અપર્યાપ્તા અસંજ્ઞીમાં ૧૦ ભેદ સંભવે છે. તે ૩૯ |
अट्ठसु पंचसु एगे, एग दुगं दस य मोह बंधगए । तिग चउ नव उदयगए, तिग तिग पन्नरस संतंमि ॥ ४० ॥ अष्टसु पञ्चस्वेकस्मिन्ने द्वे दश च मोहबन्धगतानि । त्रीणि चत्वारि नवोदयगतानि, त्रीणि त्रीणि पञ्चदश सति ॥ ४० ॥
ગાથાર્થ - આઠ જીવસ્થાનકમાં, પાંચ જીવસ્થાનકમાં, અને એક જીવસ્થાનકમાં અનુક્રમે મોહનીયનાં ૧-૨-૧૦ બંધસ્થાનક, ૩-૪-૯ ઉદયસ્થાનક અને ૩-૩-૧૫ સત્તાસ્થાનક હોય છે. // ૪૦ //
વિવેચન - આ ગાથામાં ૧૪ જીવસ્થાનકોમાં મોહનીયકર્મનો સંવેધ સમજાવે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્તા ૨, તથા અપર્યાપ્તા એવા બાદર-એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય એમ શેષ અપર્યાપ્ત ૬, બને મળીને ૮ જીવભેદોમાં (૭ અપર્યાપ્તા અને સૂક્ષ્મ એકે. પર્યાપ્તા એમ ૮ જીવભેદોમાં) મોહનીયકર્મનું ૧ માત્ર ૨૨ નું જ બંધસ્થાનક હોય છે. અહીં અપર્યાપ્તા જે કહ્યા છે તે સર્વત્ર લબ્ધિ અપર્યાપ્ત જ સમજવા. તેથી મિથ્યાત્વ નામનું ૧ જ ગુણસ્થાનક હોય છે. તેના કારણે એક ૨૨ નું બંધસ્થાનક હોય છે. તેના ૬ બંધભાંગા પૂર્વે કહ્યા પ્રમાણે ૨ યુગલ અને ૩ વેદના ગુણાકારથી હોય છે. (જો કરણ અપર્યાપ્તા લઈએ તો બાદર-એકેન્દ્રિયાદિ ૫ અપર્યાપ્ત જીવભેદમાં પહેલું-બીજું બે ગુણસ્થાનક અને ૨૨-૨૧ એમ બે બંધસ્થાનક સંભવે તથા સંજ્ઞી અપર્યાપ્તમાં ૧૨-૪ ગુણસ્થાનક અને ૨૦-૨૧-૧૭ નું બંધસ્થાનક સંભવે. પરંતુ અહીં તેની વિવક્ષા કરી નથી. માત્ર સર્વત્ર લબ્ધિ અપર્યાપ્તની જ વિવક્ષા છે).
તથા બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિક્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય આ પાંચ લબ્ધિપર્યાપ્તા જીવભેદમાં પહેલું અને બીજું બે ગુણસ્થાનક હોય છે. સાસ્વાદન ગુણસ્થાનક લઈને ઉપરોક્ત પાંચ જીવભેદમાં ઉત્પન્ન થનારા જીવો (કરણની અપેક્ષાએ અપર્યાપ્ત હોવા છતાં પણ) લબ્ધિની અપેક્ષાએ પર્યાપ્ત જ હોય છે. ત્યાં પ્રથમની છ આવલિકામાં સાસ્વાદન હોઈ શકે છે. તેથી ૨૨-૨૧ એમ બે બંધસ્થાનક હોય છે. તેના અનુક્રમે ૬+૪=૧૦ બંધમાંગ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org