Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૪૧-૪૨
૧૪૧ દેવનરપ્રાયોગ્ય ૨૮ના ૯ બંધમાંગે
તિર્યંચ પ્રાયોગ્ય, મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના ઉદયે ૧૧૫૨ x ૩ = ૩૪૫૬
અને દેવ-નરક પ્રાયોગ્ય બંધ ૩૧ ના ઉદયે ૧૧૫૨ ૪ ૩ = ૩૪૫૬
ભાંગાનાં કુલ બધાં જ મળીને ૬૯૧૨
સત્તાસ્થાનો ૨૭,૫૮,૧૩,૨૪૮
થાય છે.
૬૨૨૦૮ અહીં સપ્તતિકાસંગ્રહના ગુજરાતી વિવેચનમાં “સારસંગ્રહમાં” પાના નંબર ૨૮૮ માં પૂજ્ય પુખરાજજી સાહેબે તથા પંડિતવર્ય શ્રી રસિકભાઈએ તેમના કરેલા વિવેચનની પ્રથમ આવૃત્તિના પાના નંબર ૧૨૮ માં “કેટલાક આચાર્યો અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં વિકસેન્દ્રિયની જેમ સઘળી અશુભ પ્રકૃતિઓનો જ ઉદય માને છે. તેથી ૨૦ જ ઉદયભાંગા હોય એમ માને છે.” એવું લખ્યું છે. તથા મહેસાણા પાઠશાળા તરફથી પ્રકાશિત થયેલ પાંચમા-છઠ્ઠા કર્મગ્રંથના પુસ્તકમાં બાસઠ્ઠીયાના યંત્રમાં અસંજ્ઞી માર્ગણામાં ૧૩૨ ઉદયભાંગા ગણાવ્યા છે તેમાં અસંજ્ઞી પં. તિર્યંચના ૨૦ કહ્યા છે. પરંતુ ચૂર્ણિ", સપ્તતિકાની ટીકા, સપ્તતિકાભાષ્ય અને પંચસંગ્રહની ટીકામાં સર્વત્ર ૪૯૦૪ ઉદયભાંગા લેવાનું સ્પષ્ટ કથન છે. એટલે આ ૨૦ ભાંગાનો ઉલ્લેખ મતાન્તરે હશે. પણ મતાન્તરે ક્યાં છે ? તેઓએ ક્યાંથી લીધો છે તે મળી શક્યું નથી.
સંજ્ઞી પં. પર્યાપ્તામાં ૮ બંધસ્થાનક, ૮ ઉદયસ્થાનક, અને ૧૦ સત્તાસ્થાનક હોય છે. ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧ એમ આઠે આઠ બંધસ્થાનકો અને ૧૩૯૪૫ બંધમાંગા આ જીવભેદમાં હોય છે. ઉદયસ્થાનકો ૨૧-૨૫-૨૬-૨૭-૨૮૨૯-૩૦-૩૧ કુલ ૮ હોય છે. ઉદયભાંગા એકેન્દ્રિયના ૪૨, વિકલેજિયના ૬૬, અપર્યાપ્તા તિર્યંચના ૨, અને અપર્યાપ્તા મનુષ્યના ૨, અને કેવલી પરમાત્માના ૮ એમ કુલ ૧૨૦ ઉદયભાંગા વિના ૭૬૭૧ ઉદયભાંગા હોય છે. અહીં મૂલગાથામાં ૮ ઉદયસ્થાનનું અને ૧૦ સત્તાસ્થાનકનું જે કથન કરેલ છે તે ઉપરથી કેવલી પરમાત્માને સંજ્ઞીમાં લેવાની વિવક્ષા કરી નથી. અર્થાત્ ચિંતન-મનનાત્મક ભાવમનવાળા જે જીવો
(૧) ચૂર્ણિનો પાઠ આ પ્રમાણે છે - પત્તવાલ્વિયા પિં एगुणपण्णसयाणि चउरहिगाणि । एएसिं मज्झे एक्कवीस-छव्वीसोदयविगप्पा २९६ पञ्च संतकम्मिया।
સવ વાસંતકથા ! આવો જ પાઠ સપ્તતિકાની (છઠ્ઠા કર્મગ્રંથની) ટીકામાં છે. પંચસંગ્રહના સપ્તતિકાસંગ્રહમાં પણ છે. ગ્રંથગૌરવના ભયથી બધા પાઠ અહીં લખતા નથી. વિશેષાર્થીએ ત્યાંથી જોઈ લેવા.
Jain Educatinternational
For Private & Personal Use Only
www.jainelibrary.org