Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૬ ગાથા : ૨૬
છઠ્ઠો કર્મગ્રંથ ઉપરોક્ત ૨૩નો બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. તેને બાંધનારા એકે. વિક્લે. અયુગલિક પં. તિર્યંચ અને મનુષ્યો છે અને તે પણ મિથ્યાદૃષ્ટિ માત્ર જ છે. તેમાં સૂક્ષ્મ અને બાદર તથા પ્રત્યેક અને સાધારણ આ બે પ્રકૃતિઓ પ્રતિપક્ષી છે. બાકીની તમામ ૨૧ પ્રકૃતિઓ અપ્રતિપક્ષી છે. તેથી ૨૩ના બંધના ૪ બંધભાંગા (વિકલ્પો) થાય છે.
આ પ્રમાણે અપર્યાપ્ત (૧) ૨૧ અપ્રતિપક્ષી + સૂક્ષ્મ + સાધારણ = ૨૩ | એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩નો (૨) ૨૧ અપ્રતિપક્ષી + સૂમ + પ્રત્યેક = ૨૩ | બંધ અને તેના ૪ (૩) ૨૧ અપ્રતિપક્ષી + બાદર + સાધારણ = ૨૩ | બંધભાંગા જાણવા. (૪) ૨૧ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક = ૨૩
પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૫નો બંધ, તેના ૨૦ બંધભાંગા -
આ જ ગાથાના વિવેચનમાં કહેલા ૧ થી ૮ નિયમોમાંના પ્રથમ નિયમના આધારે આ જ ર૩ પ્રકૃતિઓમાં પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ ઉમેરતાં ૨૫ પ્રકૃતિઓનું બંધસ્થાનક થાય છે અને તે અપર્યાપ્તા એકે. પ્રાયોગ્યને બદલે પર્યાપ્તા એકે. પ્રાયોગ્ય કહેવાય છે. તેથી તેમાંથી અપર્યાપ્ત નામકર્મને બદલે પર્યાપ્ત નામકર્મ જ લેવું તથા બાદરસૂક્ષ્મ, પ્રત્યેક-સાધારણ આ બે જ પ્રતિપક્ષી લેવાને બદલે પાંચ પ્રકૃતિઓ પ્રતિપક્ષી બંધાય છે. બાદર-સૂમમાંથી ૧, પ્રત્યેક-સાધારણમાંથી એક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભઅશુભમાંથી એક અને યશ-અપશમાંથી એક. તેથી ૨૫ પ્રકૃતિઓ આ પ્રમાણે થાય છે.
પર્યાપ્તા એકે. પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિઓ - (૧) તિર્યંચગતિ | (૭) ઉચ્છવાસ નામકર્મ | (૧૩) શુભ - અશુભમાંથી એક (૨) એકે. જાતિ (૮) સ્થાવર
(૧૪) દુર્ભગ (૩) ઔદા. શરીર (૯) બાદર – સૂક્ષ્મમાંથી એક (૧૫) અનાદેય (૪) હુંડક સંસ્થાન
| (૧૬) યશ - અશમાંથી એક (૧૦) પર્યાપ્ત નામકર્મ
(૧૭ થી ૨૫) નવ ધ્રુવબંધી. (૫) તિર્યંચાનુÍવી || (૧૧) પ્રત્યેક - સાધારણમાંથી એક | આ ૨૫ પ્રકૃતિઓ પર્યાપ્તા એકેન્દ્રિય (૬) પરાઘાત (૧૨) સ્થિર - અસ્થિરમાંથી એક | પ્રાયોગ્ય જાણવી.
અહીં બાદર - સૂક્ષ્મ અને પ્રત્યેક - સાધારણના ૨૩ના બંધની જેમ જે ૪ ભાંગા થાય છે. તેમાં બાદર - પ્રત્યેક હોય ત્યારે સ્થિર - અસ્થિર, શુભ - અશુભ અને યશ - અયશના ૮ ભાંગા થાય છે અને નિયમ ૪ પ્રમાણે સૂક્ષમ કે સાધારણ હોય ત્યાં યશ નામકર્મ ન બંધાતું હોવાથી સ્થિર - અસ્થિર અને શુભ - અશુભ નામકર્મના અયશની સાથે ૪ ભાંગા જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org