Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૩૨
છઠ્ઠો કર્મગ્રંથ આ પ્રમાણે નામકર્મનાં ૯૩, ૯૨, ૮૯, ૮૮ આ ચાર પ્રથમચતુષ્ક ૮૬ - ૮૦ - ૭૮ આ ત્રણ અધુવસત્તા, ૮૦ - ૭૯ - ૭૬ - ૭૫ આ ચાર દ્વિતીયચતુષ્ક અને ચૌદમાના ચરમ સમયે ૯નું અને ૮નું એમ ૨, સર્વે મળીને ૪ + ૩ + ૪ + ૨ = ૧૩ સત્તાસ્થાનક થાય છે. તેમાં ૮૦નું સત્તાસ્થાનક બે વાર છે તે સંખ્યાતુલ્ય હોવાથી ૧ વાર ગણવાથી નામકર્મનાં કુલ ૧૨ સત્તાસ્થાનક થાય છે. ૩૧
अट्ट य बारस बारस, बंधोदयसंतपयडिठाणाणि । ओहेणाएसेण य, जत्थ जहासंभवं विभजे ॥ ३२ ॥ अष्ट च द्वादश द्वादश, बन्धोदयसत्प्रकृतिस्थानानि । ओघेनादेशेन च, यत्र यथासम्भवं विभजेत् ॥ ३२ ॥
ગાથાર્થ - અમે બંધસ્થાનક - ઉદયસ્થાનક અને સત્તાસ્થાનક અનુક્રમે ૮ - ૧૨ - ૧૨ સમજાવ્યાં. હવે જે જ્યાં સંભવે તે ત્યાં યથાસંભવ ઓઘથી (સામાન્યથી) અને આદેશથી (વિશેષથી) તમારે કહેવાં. // ૩૨ /
વિવેચન - ગ્રંથકારશ્રી શ્રોતાવર્ગ ઉપર સ્થિરતા પૂર્વકના અભ્યાસ માટે પ્રેરણા કરતાં જણાવે છે કે નામકર્મનાં બંધસ્થાનક ૮, ઉદયસ્થાનક ૧૨ અને સત્તાસ્થાનક ૧૨ અમે બહુ જ વિસ્તારપૂર્વક સમજાવ્યાં છે. હવે તમારે ઓઘથી (સામાન્યથી) અને આદેશથી (વિશેષથી) યથાસંભવ વિભાગ કરવાનો રહે છે.
કયાં બંધસ્થાનકો બાંધતા જીવોને કેટલાં ઉદયસ્થાનક હોય? કેટલા ઉદયભાંગા હોય ? કેટલાં સત્તાસ્થાનક હોય ? આમ વિચારવું તે ઓઘ કહેવાય છે. કારણ કે તેમાં ગુણસ્થાનક - માર્ગણસ્થાનક કે જીવસ્થાનક વાર ઝીણવટભરી વિચારણા નથી. સર્વે ગુણસ્થાનકાદિને સામે રાખીને વિચારણા કરાય છે. એટલે તે સામાન્યથી અર્થાત્ ઓઘથી વિચારણા કરી કહેવાય છે.
હવે ઓથે ઓથે વિચારણા કર્યા બાદ ૧૪ ગુણસ્થાનકોમાં, ૬૨ માર્ગણાસ્થાનોમાં અને ૧૪ જીવસ્થાનકોમાં કયાં કયાં બંધસ્થાનક અને બંધભાંગા હોય? તે તે બંધસ્થાનક બાંધતા તે તે જીવોને કયાં કયાં ઉદયસ્થાનક - ઉદયભાંગા અને સત્તાસ્થાનક હોય ? ઇત્યાદિ ઝીણવટભરી વિચારણા કરવી તે વિસ્તારથી અર્થાત્ આદેશથી વિચારણા કરી એમ કહેવાય છે. બંધસ્થાનકાદિ ત્રણેની એકી સાથે વિભાગવાર વિચારણા કરવી તેને “સંવેધ” કહેવાય છે. જો કે તેઓએ આવી વિચારણા કરવાનું શ્રોતા વર્ગ ઉપર છોડ્યું છે. તો પણ કરુણાના સાગર એવા તેઓ હવે પછીની બે ગાથામાં ઓધે ઓથે (સામાન્યથી) સંવેધ અને ત્યાર પછીની ગાથાઓમાં આઠ કર્મોનો આદેશ આદેશે (વિશેષ) સંવેધ સમજાવશે. અત્યંત ધીરજપૂર્વક આ વિષય અવધારવા જેવો છે. ૩રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org