Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૩૩-૩૪ नव पणगोदय संता, तेवीसे पण्णवीस छव्वीसे । अट्ठ चउरट्ठवीसे, नव सगिगुणतीसतीसम्मि ॥ ३३ ॥ एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतम्मि ।। उवरयबंधे दस दस, वेअगसंतम्मि ठाणाणि ॥ ३४ ॥ नव पञ्चोदयसत्ते, त्रयोविंशत्यां, पञ्चविंशतिषडविंशत्योः । अष्ट चत्वार्यष्टाविंशतौ, नव सप्त एकोनत्रिंशत्रिंशतोः ॥ ३३ ॥ एकमेकमेकत्रिंशति, एकस्मिन्नेकोदयोऽष्ट सन्ति । उपरतबन्धे दश दश, वेदकसतोः स्थानानि ।। ३४ ॥
ગાથાર્થ - ૨૩-૨૫ અને ૨૬ના બંધે નવ ઉદયસ્થાનક અને પાંચ સત્તાસ્થાનક હોય છે. અઠ્યાવીસના બંધે આઠ ઉદયસ્થાનક અને ચાર સત્તાસ્થાનક હોય છે. ઓગણત્રીસ અને ત્રીસના બંધમાં નવ ઉદયસ્થાનક અને સાત સત્તાસ્થાનક હોય છે.
એકત્રીસના બંધસ્થાનકમાં એક ઉદયસ્થાનક અને એક સત્તાસ્થાનક હોય છે. એકના બંધસ્થાનકમાં એક ઉદયસ્થાનક અને આઠ સત્તાસ્થાનક હોય છે. બંધ અટક્યા પછી એટલે કે અબંધે દશ ઉદયસ્થાનક અને દશ સત્તાસ્થાનક હોય છે. // ૩૪ /
વિવેચન - ૨૩નું બંધસ્થાનક અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. ત્યાં ઉત્પન્ન થનારા જીવો આ બંધસ્થાનક બાંધે છે. ૨૩ના આ બંધસ્થાનકના કર્તા (બંધક જીવો) સર્વે એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યો હોય છે. આ જીવો જ્યારે મિથ્યાદૃષ્ટિ હોય છે ત્યારે ૨૩નો બંધ કરવાનો સંભવ છે. આ ૨૩નો બંધ કરનારા જીવોનાં ઉદયસ્થાનકો ૨૧-૨૪-૨૫-૨૬-૨૭૨૮-૨૯-૩૦-૩૧ એમ કુલ ૯ ઉદયસ્થાનક સંભવે છે. શેષ ૨૦-૮-૯નાં ઉદયસ્થાનકો કેવલી પરમાત્માને જ હોય છે અને તેઓ નામકર્મના બંધક જ નથી.
૨૩ના બંધે નવે ઉદયસ્થાનકોમાં એકેન્દ્રિયના ૪૨, વિક્લેન્દ્રિયના ૬૬, સામાન્ય ૫. તિર્યંચના ૪૯૦૬, વૈક્રિય તિર્યંચના પ૬, સામાન્ય મનુષ્યના ૨૬૦૨ અને વૈક્રિય મનુષ્યના (ઉદ્યોતના ઉદયવાળા જે ભાંગા છે. તે મુનિને જ હોવાથી તેના વિનાના બાકીના) ૩૨. એમ કુલ ૭૭૦૪ ઉદયભાંગા હોય છે. બાકીના ઉદ્યોતવાળા વૈ. મનુષ્યના ૩, આહારક મનુષ્યના ૭, કેવલી ભગવંતના ૮, દેવના ૬૪ અને નારકીના ૫ એમ કુલ ૮૭ ઉદયભાંગા સંભવતા નથી. કારણ કે તે જીવો અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩નો બંધ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org