Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૩૩-૩૪
૩૦ના બંધે - મનુષ્યપ્રાયોગ્ય ૩૦ના બંધનો સંવેધ
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિન નામકર્મ સહિત છે. તેના ૮ બંધભાંગા છે. તેને સમ્યગ્દષ્ટિ દેવ અને નારકીના જીવો જ બાંધે છે. કારણ કે એકેન્દ્રિય વિક્લેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિય જીવો જિનનામ કર્મ બાંધતા જ નથી. મનુષ્યો જો સમ્યગ્દષ્ટિ હોય તો નિયમા દેવ પ્રાયોગ્ય જ બંધ કરે છે અને જો મિથ્યાર્દષ્ટિ હોય તો જિન નામકર્મ બાંધતા નથી. તેથી તિર્યંચ-મનુષ્યોને છોડીને કેવલ દેવ - નારકીના જીવો જ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ બાંધી શકે છે. આમ હોવાથી ૨૧ ૨૮ - ૨૯ ૩૦ એમ ૬ જ ઉદયસ્થાનક હોય છે. ૬૪ + ૫ ૬૯ જ ઉદયભાંગા હોય છે. દેવોના ૬૪ ઉદયભાંગામાં ૯૩ અને ૮૯ એમ બંને સત્તા હોય છે. કારણ કે જિન નામકર્મનો બંધ ચાલુ જ છે. એટલે મનુષ્યભવમાં આહારક બાંધીને દેવમાં ગયેલાને ૯૩ અને આહારક બાંધ્યા વિના દેવમાં ગયેલાને ૮૯ એમ બે બે સત્તાસ્થાન દેવના ૬૪ ભાંગામાં હોય છે.
૨૫ - ૨૭ -
-
Jain Education International
નારકીના પાંચે ઉદયભાંગે માત્ર એક ૮૯ની જ સત્તા હોય છે. કારણ કે આહારક અને જિનનામ એમ ઉભયની સત્તાવાળો જીવ જેમ મિથ્યાત્વે જતો નથી. તેમ નરકમાં પણ જતો નથી. ચૂર્ણિકાર લખે છે કે, તૃમિ ચેવ ૩૫ નેરડ્વસ્ત एगुणनउई एगा, किं कारणं ? भण्णइ जस्स तित्थगराहारगाणि जुगवं संताणि સો નેહસું ન વવજ્ઞરૂ ત્તિ જાવું' આ રીતે દેવના ૬૪ ભાંગામાં બે બે સત્તાસ્થાન હોવાથી ૧૨૮ સત્તાસ્થાન તથા નારકીના ૫ ભાંગે ૮૯ની એક સત્તા હોવાથી ૫ x ૧ = ૫, બંને મળીને કુલ ૧૩૩ સત્તાસ્થાન થાય છે. મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગા હોવાથી એક એક બંધભાંગે ૧૩૩ ૧૩૩ સત્તા હોવાથી ૧૦૬૪ સત્તા થાય છે.
૩૦ના બંધ - દેવપ્રાયોગ્ય ૩૦ના બંધનો સંવેધ -
દેવપ્રાયોગ્ય ૩૦નો બંધ આહારકદ્ધિક સહિત છે. તેમાં સર્વપ્રતિપક્ષી પ્રકૃતિઓ શુભ જ બંધાતી હોવાથી તેનો ૧ બંધભાંગો છે. તેને બાંધનારા સાતમા - આઠમા ગુણઠાણાવાળા મુનિ જ છે. તેથી સામાન્ય મનુષ્ય સંબંધી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાનું ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. બીજાં કોઇ ઉદયસ્થાનો કે ઉદયભાંગા સંભવતા નથી. તથા સાતમા - આઠમા ગુણઠાણે સૌભાગ્ય, આઠેય અને યશ જ ઉદયમાં હોય છે. દૌર્ભાગ્ય, અનાદેય અને અપયશ ઉદયમાં હોતાં નથી. તેથી ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ X ૨ સ્વરના મળીને માત્ર ૧૪૪ ઉદયભાંગા અને ૩૦નું જ એક ઉદયસ્થાન દેવપ્રાયોગ્ય ૩૦ના બંધે સંભવે છે અને ત્યાં ૧૪૪ ઉદયભાંગામાં
-
=
For Private & Personal Use Only
૧૧૭
www.jainelibrary.org