Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૩૫-૩૬
૧૨૩
ઉદયસ્થાન ઉપર સત્તાસ્થાન જણાવ્યાં છે. પણ ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન જણાવ્યાં નથી તેથી ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન લખવામાં કોઇ મૌલિક આધાર મળ્યો નથી. પરંતુ હાલના ગુજરાતી વિવેચનોનો તથા મળી શક્યો તેટલો મૂલગ્રંથોનો આધાર લઇને અમે આ સંવેધ લખ્યો છે. છતાં તેમાં કોઇ ક્ષતિ જણાય તો ક્ષમા કરવા અને જણાવવા મહાત્મા પુરુષોને વિનંતિ છે. (ગુજરાતી વિવેચનોમાં મહેસાણા પાઠશાળા તરફથી પ્રકાશિત થયેલ છઠ્ઠા કર્મગ્રંથનું વિવેચન, પંચસંગ્રહના ત્રીજા ભાગ રૂપે પૂજ્યશ્રી પુખરાજજી સાહેબ દ્વારા સંપાદિત થયેલ અને મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત થયેલ ગુજરાતી વિવેચન, તથા પંડિતવર્ય શ્રી રસિકલાલ શાંતિલાલ દ્વારા પ્રકાશિત થયેલ સપ્તતિકા કર્મગ્રંથ ઇત્યાદિનો આધાર લઇને આ લખેલ છે. આ સર્વે ઉપકારી પુરુષોનો આ સમયે આભાર માનું છું અને નમસ્કાર કરું છું.) | ૩૩
૩૪ ॥
तिविगप्पपगइठाणेहिं, जीवगुणसन्निएस ठाणेसु । भंगा पउंजियव्वा, जत्थ जहासंभवो भवइ ।। ३५ ।।
त्रिविकल्पप्रकृतिस्थानैः जीवगुणसंज्ञितेषु स्थानेषु । મઙ્ગા: પ્રયોòવ્યા:, યંત્ર યથાસમ્ભવો મત 1 રૂ ॥
ગાથાર્થ - બંધ - ઉદય અને સત્તા એમ આ ત્રણે પ્રકારનાં સ્થાનો દ્વારા જીવસ્થાનક અને ગુણસ્થાનકમાં જ્યાં જેટલા સંભવે ત્યાં તેટલા ભાંગા કરવા. ॥ ૩૫થી
વિવેચન - આ કર્મગ્રંથની ૧ થી ૩૪ ગાથામાં મૂલ આઠ કર્મોના તથા જ્ઞાનાવરણીયાદિ એક એક મૂલકર્મોનાં બંધસ્થાનક, ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકો સમજાવ્યાં તથા તેના ભાંગા પણ વિસ્તારથી સમજાવ્યા છે. તેને બરાબર સમજી લઇ, ચૌદ જીવસ્થાનકોમાં અને ચૌદ ગુણસ્થાનકોમાં (તથા ૬૨ માર્ગણાસ્થાનોમાં) આ ઉદયસ્થાનકો, ઉદયભાંગાઓ, સત્તાસ્થાનકો જ્યાં જેટલાં જેટલાં સંભવતાં હોય તેનો અતિશય સૂક્ષ્મ વિચાર કરીને (પણ) જાણવાં જોઇએ. ભંગજાળ જોઇને કંટાળવું નહીં કે ઉદ્વેગ પામવો નહીં. પરંતુ આ વિષયના વધારે રસિક બનીને દીર્ઘ વિચારણા કરવાપૂર્વક ભાંગાઓ જાણવા. ॥ ૩૫ ||
હવે ચૌદ જીવસ્થાનક ઉપર જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મનો સંવેધ કહે છે. तेरससु जीवसंखेवएसु, नाणंतराय तिविगप्पो । इक्कंमि तिदुविगप्पो, करणं पड़ इत्थ अविगप्पो ।। ३६ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org