Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૩૩-૩૪
૧૨૧
ત્યારે જાણવી) તીર્થંકર થનારા જીવને તથા સામાન્ય કેવલી થનારા જીવને આઠમાના ૭મા ભાગથી નવમા ગુણઠાણે તેરનો ક્ષય ન કરે ત્યાં સુધી ૧ના બંધે ૯૨ અને ૮૮ની સત્તા આ ૨૩ ભાંગે જાણવી. ૨૩ ભાંગે કુલ ૬ સત્તાસ્થાન જાણવાં.
હવે સર્વે શુભ પ્રકૃતિઓના ઉદયવાળો જે ૧ ભાંગો છે તે ઉપશમ શ્રેણીમાં તથા ક્ષપકશ્રેણીમાં સામાન્યકેવલી થનારાને અને તીર્થંકર થનારાને એમ બધાંને હોઇ શકે છે. તેથી ઉપશમશ્રેણીમાં ૯૩, ૯૨, ૮૯, ૮૮ એમ ૪ સત્તાસ્થાન જાણવાં. (૯૩ - ૮૯ની સત્તા તીર્થંકર થનારા જીવને છેલ્લેથી ત્રીજા ભવમાં ઉપશમ શ્રેણી માંડે ત્યારે હોય છે.)
ક્ષપકશ્રેણીમાં ૮મા ગુણઠાણાના સાતમા ભાગથી નવમાના પ્રથમભાગ સુધી (૧૩ ક્ષય ન થાય ત્યાં સુધી) સામાન્ય કેવલી થનારા આત્માને ૯૨-૮૮ અને તીર્થંકર થનારા આત્માને સર્વે શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં ૯૩-૮૯ની સત્તા જાણવી.
નવમાના બીજા ભાગથી દસમા ગુણઠાણા સુધી સામાન્યકેવલી થનારાને ૭૯-૭૫ અને તીર્થંકર થનારા આત્માને ૮૦-૭૬ની સત્તા હોય છે. એમ કુલ ૮ સત્તાસ્થાનક સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગે જાણવાં. આ રીતે ૪૮ ભાંગે ૪, ૨૩ ભાંગે ૬ અને ૧ ભાંગે ૮ સત્તાસ્થાનક હોય છે. તેથી । ૪૮ ૪ ૪ ૧૯૨ ૨ ૨૩ ૪ ૬ = ૧૩૮ ૧ ૧ X ૮ = ૮ । આ ત્રણે મળીને એકના બંધે કુલ ૩૩૮ સત્તાસ્થાન હોય છે.
-
અબંધનો સંવેધ -
નામકર્મનો બંધ ૧૦મા ગુણસ્થાનક સુધી જ છે. તેથી ૧૧ ૧૨ - ૧૩ - ૧૪ આ ચાર ગુણસ્થાનકે અબંધ જાણવો. તે ચારે ગુણસ્થાનકે અબંધને આશ્રયી અહીં સાથે સંવેધ વિચારાય છે. બંધ નથી. તેથી બંધભાંગા પણ નથી. ઉદયસ્થાન ૮ એમ કુલ ૨૬
૨૦ ૨૧
૨૮ ૨૭
૨૯ -
૩૦
૩૧ - ૯
૧૦ હોય છે. ૧૧મા ગુણઠાણે ફક્ત ૩૦નો જ ઉદય હોય અને ત્રણે સંઘયણ હોવાથી ૭૨ ઉદયભાંગા હોય, તથા ૧૨મા ગુણઠાણે ક્ષપકશ્રેણી હોવાથી ૩૦નો જ ઉદય અને પહેલા સંઘયણવાળા ૨૪ જ ઉદયભાંગા હોય, તેરમા ગુણઠાણે કેવલી સમુદ્દાત
યોગનિરોધ અને સ્વાભાવિક દેહસ્થ અવસ્થા એમ ત્રણે પ્રકાર હોવાથી ૨૦ થી ૧ - ૧૨
૧
૬
૩૧ સુધીનાં ૮ ઉદયસ્થાનક હોય છે અને તેના અનુક્રમે ૧ - - ૧૩ - ૨૫ - ૧ મળીને કુલ ૬૦ ઉદયભાંગા હોય છે અને ચૌદમા ગુણઠાણે ૯ ૮ એમ બે ઉદયસ્થાનક જાણવાં. અને તેના ૧ ૧ = ૨ ઉદયભાંગા જાણવા.
-
Jain Education International
-
-
-
.
For Private & Personal Use Only
-
=
-
www.jainelibrary.org