Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૩૩-૩૪
૧૦૩ ઉમેરીએ એટલે ૩૧૧૦૦ સત્તાસ્થાન થાય છે. તેને ૮ બંધ ભાંગાથી ગુણીએ તો ૩૧૧૦૦x૮=૩,૪૮,૮૦૦ સત્તાસ્થાન આઠ બંધમાંગે ૨પના બંધે હોય છે.
અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય ૧ બંધભાંગે ૨૧ થી ૩૧ કુલ ૯ ઉદયસ્થાન, વૈક્રિય વાઉકાયના ૩ ઉદયભાંગા છોડીને ૭૭૦૧ ઉદયભાંગા હોય છે અને ૨૧ થી ૩૧ સુધીના નવે ઉદયસ્થાનકે ૯૨, ૮૮, ૮૬, ૮૦ એમ ૪ - ૪ સત્તાસ્થાન હોય છે. એટલે ૯ (ઉદયસ્થાનક) x ૪ = ૩૬ સત્તાસ્થાનક ઉદયવાર થાય છે. ઉદયભાંગાવાર સત્તાસ્થાનક આ પ્રમાણે છે. એકેન્દ્રિયના ૩૯ ઉદયભાંગામાં, વિક્લેન્દ્રિયના ૬૬ ઉદયભાંગામાં, સા. તિર્યચના ૪૯૦૬ અને સામાન્ય મનુષ્યના ૨૬૦૨ ઉદયભાંગામાં સર્વત્ર ૭૮ વિના ચાર ચાર સત્તા હોય છે અને વૈક્રિય તિર્યંચના પ૬ તથા વૈક્રિય મનુષ્યના ૩૨ ઉદયભાંગામાં ૯૨ - ૮૮ એમ બે બે સત્તાસ્થાન હોય છે. ૩૯ x ૪ = ૧૫૬ / ૬૬ x ૪ = ૨૬૪ ૪૯૦૬ x ૪ = ૧૯૬૨૪ / ૨૬૦૨ x ૪ = ૧૦૪૦૮ | પ૬ x ૨ = ૧૧૨ | ૩૨ x ૨ = ૬૪. સર્વે મળીને કુલ ૩૦૬૨૮ થાય છે. તેને ૧ બંધભાંગાથી ગુણીએ તો પણ આટલી જ સત્તા થાય છે. આ પ્રમાણે ૨પના બંધે - ૧૬ બંધભાંગામાં ૭૭૦૪ ઉદયભાંગા, ૪,૯૫,૫૫૨ સત્તાસ્થાન. ૮ બંધભાંગામાં ૭૭૬૮ ઉદયભાંગા, ૨,૪૮,૮૦૦ સત્તાસ્થાન.
૧ બંધભાંગામાં ૭૭૦૧ ઉદયભાંગા, ૩૦૬૨૮ સત્તાસ્થાન. કુલ ૨૫ બંધભાંગામાં પચ્ચીસના બંધે
૭,૭૪,૯૮૦ સત્તાસ્થાન હોય છે.
૨૬ના બંધનો સંવેધ -
૨૬નો બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. તેના ૧૬ બંધભાંગા છે તેને બાંધનારા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, સામાન્ય તિર્યંચ, વૈક્રિય તિર્યચ, સામાન્ય મનુષ્ય, (ઉદ્યોતના ઉદય વિનાના) વૈક્રિય મનુષ્ય અને દેવી હોય છે. તેના ૭૭૬૮ ઉદયભાંગા પૂર્વની જેમ જાણવા. સત્તાસ્થાનક સામાન્યથી પાંચ, ઉદયસ્થાનવાર વિચારીએ તો ૪૦ થાય છે. ઉદયભાંગાવાર વિચારીએ તો આ પ્રમાણે છે. ૨પના બંધે બાદર-પર્યાપ્તા પ્રત્યેકના ૮ ભાંગામાં જે સત્તાસ્થાનક કહ્યાં. તે જ અહીં હોય છે. કારણ કે આ ૮ બંધભાંગાના બંધક તરીકે ત્યાં જેમ દેવો લીધા છે. તેમ અહીં ૨૬ના બંધે પણ દેવો બંધક તરીકે લેવાના છે. તેથી ૨૬ના બંધના ૧૬ બંધભાંગામાં બંધક તરીકે દેવો લેવાના હોવાથી ૨૩ના બંધની જેમ ૩૦૯૭૨ સત્તા ઉપરાંત દેવોના ૬૪x૨ = ૧૨૮ સત્તા ઉમેરતાં ૩૧૧૦૦ સત્તાસ્થાન ઉદયભાંગવાર થાય છે. તેને ૧૬ બંધભાંગાથી ગુણતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org