Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૩૩-૩૪
છટ્ટો કર્મગ્રંથ
૪,૯૭,૬૦૦ સત્તાસ્થાન થાય છે. આ પ્રમાણે ૨૩-૨૫-૨૬ના બંધે ૯ ઉદયસ્થાન અને ૫ સત્તાસ્થાન હોય છે. તે ગાથાના પૂર્વાર્ધનો અર્થ અહીં પૂર્ણ થાય છે.
૧૦૪
૨૮ના બંધનો સંવેધ -
અનુ ધડકવીસે = ૨૮ના બંધે ૮ ઉદયસ્થાનક અને ૪ સત્તાસ્થાનક સામાન્યથી હોય છે. ૨૮નો બંધ દેવ પ્રાયોગ્ય પણ છે અને નરક પ્રાયોગ્ય પણ છે. તેના અનુક્રમે ૮ અને ૧ મળીને કુલ ૯ બંધભાંગા છે. તેને બાંધનારા જીવો લબ્ધિ પર્યાપ્ત સામાન્ય તિર્યંચો, વૈક્રિય તિર્યંચો, લબ્ધિ પર્યાપ્ત સામાન્ય મનુષ્યો, વૈક્રિય મનુષ્યો અને આહારક મનુષ્યો હોય છે. ૨૧ ૨૬ના ઉદયમાં લબ્ધિ અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યનો જે એક એક ઉદયભાંગો છે તેમાં વર્તતા તિર્યંચો અને મનુષ્યો લબ્ધિ અપર્યાપ્તા હોવાથી વિશિષ્ટ વિશુદ્ધિ અને વિશિષ્ટ સંક્લેશવાળા ન હોવાથી દેવ નરક પ્રાયોગ્ય બંધ કરતા નથી. અપર્યાપ્તા હોવાથી માનસિક વિશિષ્ટ શુદ્ધિ કે અશુદ્ધિ સંભવતી નથી. તેથી તે ૪ ઉદયભાંગા વર્જી દેવા. તથા એકેન્દ્રિય-વિક્લેન્દ્રિય-દેવો-નારકી અને કેવલી ભગવંતો આ ૨૮નો બંધ કરતા જ નથી. તેથી સા. તિર્યંચના ૪૯૦૪, વૈ. તિર્યંચના ૫૬, સા. મનુષ્યના ૨૬૦૦, વૈ. મનુષ્યના ૩૫ અને આહારક મનુષ્યના ૭ મળીને ૭૬૦૨ ઉદયભાંગા સંભવે છે. (બાકીના એકે.ના ૪૨, વિક્ટે.ના ૬૬, અપર્યાપ્તા તિર્યંચ - મનુષ્યના ૨, ૨, દેવોના ૬૪, નારકીના ૫, કેવલી ભગવંતના ૮ મળીને કુલ ૧૮૯ ઉદયભાંગા ૨૮ના બંધે સંભવતા નથી.)
-
Jain Education International
આ દેવ - નરક પ્રાયોગ્ય બંધ છે. તેથી ૯૨, ૮૯, ૮૮, ૮૬ એમ ૪ સત્તાસ્થાનક હોય છે. ૯૩ની અને ૮૯ની સત્તામાં જિનનામની સત્તા છે. જિનનામની જેને સત્તા હોય તેને જો સમ્યક્ત્વ હોય તો અવશ્ય જિનનામનો બંધ થાય જ છે અને તે જીવો નિયમા સમ્યગ્દષ્ટિ જ હોવાથી જિનનામ બંધાવાથી બંધ ૨૯નો થઇ જાય. અત્યારે આપણે ૨૮ના બંધની વિચારણા કરીએ છીએ. તેથી સમ્યગ્દષ્ટિ જીવોને ૨૮ના બંધે ૯૩ની કે ૮૯ની સત્તા સંભવતી નથી. પરંતુ જે જીવોએ પ્રથમ નરકાયુષ્ય બાંધીને ક્ષયોપશમ સમ્યક્ત્વ પામીને જિનનામ બાંધ્યું છે તેવા જીવોને નરકાભિમુખ કાલે મિથ્યાત્વ ગુણઠાણે જિનનામના બંધ વિના પણ જિનનામની સત્તા અંતર્મુહૂર્ત માત્ર હોય છે. તેથી ત્યાં ૮૯ની સત્તા હોઇ શકે છે. ૯૩ની સત્તા મિથ્યાત્વે સંભવતી નથી. કારણ કે નોમયસંતે મિો' ઉભયની સત્તાવાળો જીવ મિથ્યાત્વે જતો નથી. આ કારણે ૨૮ના બંધે ૯૩ની સત્તા નથી. પણ ૮૯ની સત્તા અંતર્મુહૂર્ત માત્ર હોય છે તથા ૮૦ અને ૭૮ની સત્તામાં વૈક્રિયાષ્ટક નથી અને આ દેવ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org