Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૩૩-૩૪
૧૧૩ એક ૯૩નું જ સત્તાસ્થાનક હોય છે. તેથી ૨૬૦૦ x ૨ = પ૨૦૦, ૩૫ x ૨ = ૭૦, ૭ x ૧ = ૭ કુલ ૫૨૭૭ સત્તાસ્થાન હોય છે. તેને દેવપ્રાયોગ્યના ૮ બંધભાંગે ગુણવાથી ૪૨૨૧૬ સત્તાસ્થાન થાય છે. આ પ્રમાણે ૨૯ના બંધે ચારે પ્રકારના બંધને આશ્રયી કુલ સત્તાસ્થાન આ પ્રમાણે છે -
(૧) વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ર૯ના બંધે ૭,૪૩,૩૨૮ (૨) ૫. તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૧૪,૩૩,૫૪,૮૮૦ (૩) મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધે ૧૪,૧૭,૬૯,૭૬૮ (૪) દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૪૨,૨૧૬
૨૮,૫૯,૧૦,૧૯૨
૩૦ના બંધનો સંવેધ -
નામકર્મનો ૩૦નો બંધ વિશ્લેન્દ્રિય પ્રાયોગ્ય, પં. તિર્યંચ પ્રાયોગ્ય, મનુષ્ય પ્રાયોગ્ય અને દેવપ્રાયોગ્ય એમ ચાર પ્રકારનો છે. તેના અનુક્રમે ૨૪, ૪૬૦૮, ૮
અને ૧ મળીને ૪૬૪૧ બંધમાંગા છે. આ ૩૦નો બંધ કરનારા જીવો એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, સા. તિર્યંચ, વૈ. તિર્યંચ, સા. મનુષ્ય, વૈ. મનુષ્ય તથા દેવ અને નારકી હોય છે. આહારક મનુષ્ય, ઉદ્યોતના ઉદયવાળા વૈક્રિય મનુષ્ય અને કેવલી ભગવંતો આ ૩૦નો બંધ કરતા નથી. જે જીવો આ ૩૦નો બંધ કરે છે તેમાં ૨૧-૨૪-૨૫૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એમ ૯ ઉદયસ્થાન સંભવે છે. ઉદયભાંગા એકેન્દ્રિયના ૪૨, વિક્લેન્દ્રિયના ૬૬, સા. તિર્યંચના ૪૯૦૬, વૈ. તિર્યંચના પ૬, સા. મનુષ્યના ૨૬૦૨, વૈ. મનુષ્યના ૩૨, દેવોના ૬૪ અને નારકીના ૫ મળીને કુલ ૭૭૭૩ ઉદયભાંગા હોય છે. ૭૭૭૩ ઉદયભાંગામાં વર્તનારા જીવો ઉપરોક્ત ચાર પ્રકારના ૩૦ના બંધમાંથી કોઈ જીવ કોઈ કોઈ પ્રકારનો ૩૦નો બંધ જરૂર કરે છે. જ હોય છે. એવું આવશ્યક ચૂર્ણિમાં કહેલું હોવાથી શેષપ્રતિપક્ષી લેતાં ૧૯૨ ઉદયભાંગા ઘટે. આ રીતે ૧ - ૧ - ૧ - ૧ - ૧૯૨ મળીને ૧૯૬ ઉદયભાંગ સંભવે. સપ્તતિકાવૃત્તિ - ચૂર્ણિ - પંચસંગ્રહ ટીકા આદિ ગ્રંથોમાં દેવપ્રાયોગ્ય ર૯ના બંધ મનુષ્યોના ઉદયસ્થાનક અને તે તે ઉદયસ્થાને સત્તા જણાવી છે. પરંતુ ઉદયસ્થાને ઉદયસ્થાને ઉદયભાંગા કેટલા લેવા ? તે સ્પષ્ટ કરેલ નથી. તેથી આ વાત વિચારણીય રહે છે. વૈક્રિયમનુષ્યના ૩૫ અને આહારક મનુષ્યના જે ૭ ભાંગા લીધા, તે પણ ત્રીજા ભવમાં જિનનામના બંધનો પ્રારંભ કર્યા પછી વૈક્રિય અથવા આહારકલબ્ધિ ફોરવે તે આશ્રયીને જાણવું. કારણ કે ચરમભવમાં તો આ જીવ તીર્થંકર થવાના છે તેથી આવી લબ્ધિઓ ફોરવતા નથી. બીજા વિવેચનોના આધારે મનુષ્યોના ૨૬૦૦ ઉદયભાંગા લખ્યા છે. પરંતુ ઉપરોક્ત શંકા રહે છે. જે વિચારણીય છે. તત્ત્વ કેવલિગમ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org