Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૩૩-૩૪
છટ્ટો કર્મગ્રંથ
ઉદ્યોતવાળા વૈ. મનુષ્યના ૩, આહારક મનુષ્યના ૭ ઉદયભાંગા વૈક્રિય અને આહારક શરીરની વિકુર્વણા કરનારા છઠ્ઠા ગુણઠાણાવાળા મુનિમહાત્માને જ હોય છે. ત્યાં વિક્લેન્દ્રિયપ્રાયોગ્ય, પં. તિર્યંચ પ્રાયોગ્ય અને મનુષ્યપ્રાયોગ્ય તો ૩૦નો બંધ છે જ નહીં અને દેવ પ્રાયોગ્ય બંધ છે. પરંતુ છઠ્ઠું ગુણઠાણું હોવાથી આહારકઢિક બંધાતું નથી. તેથી દેવપ્રાયોગ્ય ૨૮ ૨૯ જ બંધાય છે. પણ ૩૦ - ૩૧ પ્રકૃતિઓ બંધાતી નથી. માટે તે ઉદયભાંગા અહીં લીધા નથી. બાકીના વૈક્રિય મનુષ્યના ૩૨ ઉદયભાંગા તો મિથ્યાત્વી જીવને પણ હોઇ શકે છે અને તે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય અને પં. તિર્યંચપ્રાયોગ્ય ૩૦ બાંધી શકે છે તેથી ૩૨ ઉદયભાંગા લીધા છે.
૧૧૪
-
અહીં એક પ્રશ્ન થઇ શકે છે કે વૈક્રિય અને આહારકની વિકુર્વણા છઠ્ઠ ગુણઠાણે કર્યા પછી તે શરીરસંબંધી સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ થયા બાદ તે જીવ સાતમા અપ્રમત્ત ગુણઠાણે જાય છે અને ત્યાં જઇને આહારકદ્ધિક બાંધી શકે છે. તે કાલે દેવપ્રાયોગ્ય ૩૦નો બંધ સંભવી શકે છે. તે માટે વૈક્રિય અને આહારક મનુષ્યના સ્વર સાથેના જે જે ઉદયભાંગા છે તે તે ઉદયભાંગા ૩૦ના બંધે લેવા જોઇએ. (૨૯ના ઉદયે વૈ.મ. નો તથા આહારક મનુષ્યનો ૧-૧ અને ૩૦ના ઉદયે વૈ. તથા આ. મનુષ્યનો ૧-૧ આ ઉદયભાંગા લેવા જોઇએ.) પરંતુ તે કાલે અપ્રમત્તતાનો કાલ અલ્પ છે તથા શરીરની વિકુર્વણા કરેલી હોવાથી બંને શરીરોમાં વ્યગ્ર આત્મા છે. તેથી એક શરીરસ્થ આત્માના જેવી વિશિષ્ટ અપ્રમત્તદશા નથી. માટે આહારકદ્ધિક ન બાંધે. આવી વિવક્ષા કરેલી છે તેમ જાણવું. ચૂર્ણિમાં ૩૦મી ગાથામાં ૩૦ના બંધે આવો પાઠ છે કે - 'जो आहारगसहियं तीसं बंधइ, तस्स तीसोदए चेव एक्वं संतं बाणउई, તિસ્થરબંધામાવા !' પંચસંગ્રહ સંબંધી સપ્તતિકાની ૯૯મી ગાથાની ટીકામાં દેવપ્રાયોથે ત્રિશત્વર્થે ત્રિશત્યે દિનવતિરૂપમે મેવ સત્થાનમ્’ આ પાઠો જોતાં જો વૈ. મનુષ્ય અને આહારક મનુષ્યના ભાંગા સાતમે ગુણઠાણે ઇષ્ટ હોત તો ૨૯ - ૩૦ એમ બે ઉદયસ્થાન લખત. આમ લખ્યું નથી. માટે વૈક્રિય અને આહારકની વિકુર્વણા કરનારાને અપ્રમત્તે જવા છતાં આહારકક્રિક સહિત દેવપ્રાયોગ્ય ૩૦ બંધાતી નથી.
(૧) જો કે ચૂર્ણિ અને સમતિકાવૃત્તિમાં વૈક્રિય અને આહારક મનુષ્યના ૨૯ - ૩૦ના ઉદય અને ઉદયભાંગા અપ્રમત્તે લીધા નથી તો પણ ‘સપ્તતિકા ભાષ્ય'ની ગાથા ૧૪૨માં ચૌદે ગુણસ્થાનકમાં ઉદયભાંગા સમજાવતાં અપ્રમત્તે ૧૪૮ ઉદયભાંગા લખ્યા છે. વૈક્રિય-આહારકના ૨૯-૩૦ના ઉદયભાંગા ૪ લીધેલા છે. પરંતુ આ ચાર ઉદયભાંગામાં વર્તનારા જીવો અપ્રમત્તે જાય છે. તો પણ તે વૈક્રિય-આહારકની વિકુર્વણાવાળા જીવો વિશિષ્ટ અપ્રમત્ત ન હોવાથી કાં તો આહારકદ્ધિક બાંધતા નથી એમ જાણવું અથવા કદાચ આહારકદ્ધિક બાંધે તો પણ તેની ગ્રંથકારે અલ્પકાળ હોવાથી વિવક્ષા કરી નથી એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org