Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૦ ગાથા : ૩૩-૩૪
છઠ્ઠો કર્મગ્રંથ કે એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, સા. તિર્યંચ, વૈ. તિર્યંચ, સા. મનુષ્ય, વૈ. મનુષ્ય (ઉદ્યોતના ઉદય વિનાના) તથા દેવો અને નારકો. આટલા જીવો પં. તિર્યંચ પ્રાયોગ્ય ર૯નો બંધ કરે છે. તે બાંધનારા જીવોમાં ઉદયસ્થાનક ૨૧ થી ૩૧ સુધીનાં ૯ હોય છે. ઉદયભાંગા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સા. તિર્યંચ, વૈ. તિર્યંચ, સા. મનુષ્ય, વૈ. મનુષ્ય, દેવ અને નારકીમાં અનુક્રમે ૪૨ - ૬૬ - ૪૯૦૬ - ૫૬ - ૨૬૦૨ - ૩૨ - ૬૪ - પ મળીને કુલ ૭૭૭૩ સંભવે છે. ઉદ્યોતવાળા વૈક્રિય મનુષ્યના ૩, આહારકના ૭ અને કેવલી પ્રભુના ૮ એમ ૧૮ ઉદયભાંગા તિ,પ્રા. ૨૯ના બંધે સંભવતા નથી.
સત્તાસ્થાનક ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ કુલ ૫ હોય છે. તિર્યંચ પ્રાયોગ્ય બંધે જિન નામની સત્તા હોતી નથી. તેથી ૯૩-૮૯ની સત્તા નથી. દેવોના ૬૪ અને નારકીના ૫ ઉદયભાંગામાં તિ પ્રા. ૨૯ બાંધતાં ૯૨-૮૮ એમ ર જ સત્તાસ્થાન હોય છે. કારણ કે તિર્યંચ પ્રાયોગ્ય બંધે જિન નામની સત્તા હોય નહીં એટલે ૯૩-૮૯ ન હોય. તથા ૮૬-૮૦-૭૮ ઉઠ્ઠલના કરતાં આવે છે અથવા ઉવલના કરીને તિર્યંચ-મનુષ્યમાં આવે ૭૮ની સત્તા કેટલોક કાળ અને ૮૬-૮૦ ની સત્તામાં તે તે પ્રકૃતિ બાંધે ત્યારે આવે છે. પરંતુ આ દેવ અને નરકના ૬૪ + ૫ ઉદયભાંગા છે. ત્યાં જનારા જીવોએ પૂર્વભવમાં તો નિયમા વૈક્રિયાષ્ટક બાંધેલું જ હોય છે. તેથી ૦૬૮૦-૭૮ની સત્તા હોતી નથી. બાકીના એકેન્દ્રિયના ૪૨, વિક્લેન્દ્રિયના ૬૬, સા. તિર્યંચના ૪૯૦૬, વૈક્રિય તિર્યંચના પ૬, સામાન્ય મનુષ્યના ૨૬૦૨, વૈક્રિય મનુષ્યના ૩૨ ઉદયભાંગામાં ર૩ના બંધની જેમ જ સત્તાસ્થાનો છે. કંઇ પણ તફાવત નથી. આ રીતે ૨૩ના બંધે જે ૩૦૯૭૨ સત્તાસ્થાન કહ્યાં છે. તેમ અહીં પણ જાણવું તથા તેમાં દેવ-નારકીના ૬૪ + ૫ = ૬૯ ભાંગામાં બે બે સત્તાસ્થાન ગણતાં ૧૩૮ સત્તાસ્થાન ઉમેરવાથી પં. તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૩૧૧૧૦ સત્તાસ્થાન થાય છે. તેને ૪૬૦૮ બંધભાંગાથી જો ગુણીએ તો ૧૪,૩૩,૫૪,૮૮૦ સત્તાસ્થાન થાય છે. ૨૯ના બંધ - મનુષ્ય પ્રાયોગ્ય બંધનો સંવેધ -
મનુષ્યપ્રાયોગ્ય ર૯ના બંધના ૪૬૦૮ બંધભાંગા છે. તેને બાંધનારા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, સા, તિર્યંચ, વૈક્રિય તિર્યંચ, સા. મનુષ્ય, વૈ. મનુષ્ય, દેવ અને નારકી હોય છે. તેઉકાય - વાયુકાય - સાતમી નારકી, ઉદ્યોતના ઉદયવાળા વૈક્રિય મનુષ્ય, આહારક મનુષ્ય અને કેવલી મનુષ્ય આટલા જીવો આ બંધસ્થાનક બાંધતા નથી. કારણ સુગમ છે. આ જીવોનાં ઉદયસ્થાનક ૨૧ થી ૩૧ સુધીનાં કુલ ૯ હોય છે. વૈક્રિય વાયુકાયના ૩, ઉદ્યોતવાળા વૈ. મનુષ્યના ૩, આહારકના ૭ અને કેવલીના ૮ કુલ ૨૧ ઉદયભાંગા છોડીને બાકીના ૭૭૭૦ ઉદયભાંગા આ બંધે સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org