Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૯
છો કર્મગ્રંથ
ગાથા : ૩૩-૩૪ એકેન્દ્રિયને જ હોય છે. ત્યાં તિર્યંચ ગતિ હોવાથી જિનનામની સત્તા નથી. તેથી ૯૩ - ૮૯ વિના ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ એમ પાંચ જ સત્તાસ્થાન સંભવે છે. રપના ઉદયે અને ૨૬ના ઉદયે સાતે સત્તાસ્થાન ઘટી શકે છે. પણ ર૭ - ૨૮ - ૨૯ અને ૩૦ના ઉદયમાં ૭૮ વિનાનાં છ જ સત્તાસ્થાન હોય છે. કારણ કે ૨૭ આદિ ઉદયસ્થાનોમાં તેઉકાય - વાયુકાય નથી અને ત્યાંથી નીકળી એકેન્દ્રિયાદિમાં ગયેલાને શરીર પર્યાતિ પૂર્ણ થયેલી હોવાથી ૭૮ની સત્તા સંભવતી નથી અને છેલ્લા ૩૧ના ઉદયે માત્ર તિર્યંચો જ હોવાથી ૯૩, ૮૯ અને ૭૮ વિનાનાં બાકીનાં ૯૨, ૮૮, ૮૬, ૮૦ આ ચાર જ સત્તાસ્થાન હોય છે. કારણ કે આ ઉદયસ્થાન કેવળ તિર્યંચોને જ છે. તેઓને જિનનામની સત્તા હોતી નથી. માટે ૯૩ - ૮૯ નથી. સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયેલ હોવાથી ૭૮ની સત્તા પણ નથી.
આ પ્રમાણે ૨૧ના ઉદયે ૭, ૨૪ના ઉદયે ૫, ૨૫ - ૨૬ના ઉદયે ૭ - ૭, ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ના ઉદયે ૬ - ૬ અને ૭૧ના ઉદયે ૪ એમ સર્વે મળીને સામાન્યથી ઉદયસ્થાનવાર સત્તાસ્થાનક ૫૪ થાય છે. ર૯ના બંધે વિક્લેન્દ્રિયાદિ જીવોમાં એક એક પ્રાયોગ્યનો સંવેધ હવે કહેવાશે. ૨૯ના બંધ - વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ના બંધનો સંવેધ -
વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ના બંધના બેઈન્દ્રિયાદિના ૮ + ૮ + ૮ એમ ત્રણેના મળીને કુલ ૨૪ બંધભાંગા થાય છે. તેને બાંધનારા જીવો એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, સા. તિર્યંચ, વૈક્રિય તિર્યંચ, સા. મનુષ્ય અને વૈ. મનુષ્ય (ઉદ્યોતના ઉદય વિનાના) છે. તે બાંધનારા જીવોમાં ૨૧ થી ૩૧ સુધીનાં ૯ ઉદયસ્થાનક છે. ૪૨ + ૬૬ + ૪૯૦૬ + ૫૬ + ૨૬૦૨ + ૩૨ = ૭૭૦૪ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન અલ્પ પણ ફેરફાર વિના ૨૩ના બંધની જેમજ છે. કારણ કે ૨૩ના બંધના બંધક જે જીવો છે તે જ અહીં છે અને તેવી જ સત્તા છે. તેથી ૨૧ના ઉદયે ૧૫૧, ૨૪ના ઉદયે ૫૩, ૨પના ઉદયે ૬૧, ૨૬ના ઉદયે ૨૬૯૯, ૨૭ના ઉદયે ૫૬, ૨૮ના ઉદયે ૪૬૮૦, ૨૯ના ઉદયે ૭૦૦૮, ૩૦ના ઉદયે ૧૧૬૦૮ અને ૩૧ના ઉદયે ૪૬૫૬ સત્તાસ્થાન હોય છે. કુલ ૩૦૯૭૨ સત્તાસ્થાન થાય છે. તેને ૨૪ બંધભાંગા હોવાથી ૨૪ વડે ગુણીએ તો ૭, ૪૩, ૩૨૮ સત્તાસ્થાન થાય છે. ૨૯ના બંધ - ૫. તિર્યંચપ્રાયોગ્ય બંધનો સંવેધ -
પં. તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૪૬૦૮ બંધભાંગા છે. તેને બાંધનારા જીવોમાં ઉપરોક્ત જીવો તો છે જ. તદુપરાંત દેવ - નારકીઓ પણ હોય છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org