Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૩૩-૩૪
૧૦૭
તિર્યંચાયુષ્ય બાંધ્યું હોય અને ક્ષાયિક પામે તો નિયમા યુગલિક તિર્યંચનું જ બાંધેલું આયુષ્ય હોય તે જ જીવો ક્ષાયિક પામી શકે છે અને ૨૨ની સત્તાવાળો વેદક સમ્યક્ત્વી જે થાય છે તે પણ મરીને યુગલિકમાં જ જાય છે. ત્યાં પહેલું જ સંઘયણ અને પહેલું જ સંસ્થાન વગેરે હોવાથી વધારે ઉદયભાંગા સંભવતા નથી. તેથી ૭૬૦૨ને બદલે ૫૦૮૨ જ ઉદયભાંગા જણાવ્યા છે.
પરંતુ સપ્તતિકાવૃત્તિ, ચૂર્ણિ અને પંચસંગ્રહની ટીકા આદિમાં આવો યુગલિકનો ઉલ્લેખ નથી. આ ત્રણે ગ્રંથોમાં દેવગતિપ્રાયોગ્ય ૨૮ના બંધક જીવોને ૨૧નો ઉદય ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અથવા વેદકસમ્યગ્દષ્ટિ એવા પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યોને હોય છે' આટલો જ ઉલ્લેખ છે. તથા ‘૨૬નો ઉદય ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અથવા વેદકસમ્યગ્દષ્ટિ એવા પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્યોને જ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે.' આવો ઉલ્લેખ છે. આ ત્રણે ગ્રંથોના પાઠો જોતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને ૨૨ની સત્તાવાળા વેદકસમ્યગ્દષ્ટિ ભલે યુગલિક તિર્યંચ - મનુષ્યમાં જ જતા હોય એવું બને. પરંતુ ૨૮ - ૨૪ની સત્તાવાળા વેદક સમ્યગ્દષ્ટિ (એટલે કે ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ) જીવો પૂર્વે તિર્યંચાયુષ્ય-મનુષ્યાયુષ્ય બાંધ્યું હોય તો મૃત્યુ પામીને અયુગલિક તિર્યંચમાં જઇ શકતા હોવા જોઇએ. તીર્થંકર ભગવંતો આદિ કોઇ કોઇ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ જીવો માતાની કુક્ષિ આદિમાં અયુગલિકપણામાં મનુષ્યમાં આવે છે. આ વાત જાણીતી છે. પણ અયુગલિક તિર્યંચમાં આવતા હોય એવું કોઇ ઉદાહરણ જાણીતું નથી. પરંતુ ત્રણે ગ્રંથોમાં વેદકસમ્યગ્દષ્ટિને ૨૧-૨૬ આદિનો ઉદય કહ્યો છે. હવે જો વેદકસમ્યગ્દષ્ટિ શબ્દથી ૨૨ની સત્તાવાળા જ જો લઈએ તો યુગલિક જ તિર્યંચમનુષ્ય આવે. અને જો ૨૮-૨૪ની સત્તાવાળા લઇએ તો અયુગલિક તિર્યંચ-મનુષ્ય પણ આવે. આ બાબતમાં વિશેષ તત્ત્વ કેવલી ભગવાન જાણે. સપ્તતિકા ભાષ્યની ગાથામાં ૫૦૮૨ ઉદયભાંગા લેવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આવા પ્રકારનો ૭૬૦૨ ઉદયભાંગા લેવાનો શબ્દ દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ આ ત્રણે ગ્રંથોમાં ક્યાંય મળતો નથી. તેથી સ્પષ્ટાર્થ નીકળતો નથી. પરંતુ પ્રસિદ્ધ વિવેચનોના આધારે અમે લખેલ છે.
હવે નરકપ્રાયોગ્ય ૨૮નો બંધ કરનારા મિથ્યાર્દષ્ટિ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા તિર્યંચ - મનુષ્યો જ હોય છે. તિર્યંચોમાં સંમૂર્ણિમ અને ગર્ભજ એમ બંને પ્રકારના કરણ પર્યાપ્તા ૩૦ - ૩૧ના ઉદયવાળા જીવો નરક પ્રાયોગ્ય ૨૮ બાંધી શકે છે અને બંને ઉદયના સ્વરવાળા ૧૧૫૨ - ૧૧૫૨ ઉદયભાંગા ઘટે છે અને તે ૨૩૦૪ ઉદયભાંગામાં ૯૨ - ૮૮ - ૮૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાન સંભવે છે. પરંતુ નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ કરનાર જો મનુષ્યો લઇએ તો નિયમા ગર્ભજ, સર્વ પર્યાપ્તિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org