Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૮ . ગાથા : ૩૩-૩૪
છઠ્ઠો કર્મગ્રંથ પર્યાપ્તા ૩૦ના જ ઉદયવાળા હોય છે. ૧૧૫ર ઉદયભાંગા હોય છે અને ત્યાં ૯૨, ૮૮, ૮૯, ૮૬ એમ ૪ સત્તાસ્થાનક હોય છે. જે જીવોએ પહેલાં નરકાયુષ્ય બાંધ્યું હોય પછી ક્ષયોપશમ સમ્યકત્વ પામે, જિનનામ બાંધે અને મૃત્યુ નજીક આવે ત્યારે નરકાભિમુખ થાય તે કાલે ૮૯ની સત્તા નરક પ્રાયોગ્ય ૨૮ના બંધે હોઈ શકે છે. આ રીતે તિર્યંચના ૧૧૫૨ + ૧૧૫૨ = ૨૩૦૪ x ૭ = ૬૯૧૨ સત્તાસ્થાન થાય છે અને મનુષ્યના ૧૧૫૨ x ૪ = ૪૬૦૮ સત્તાસ્થાન થાય છે કુલ ૧૧૫૨૦ સત્તાસ્થાન થાય છે.
તથા નરકપ્રાયોગ્ય ૨૮ના બંધે વૈક્રિયતિર્યંચ (ના પ૬ ભાંગા) અને વૈક્રિય મનુષ્યો (ના ઉદ્યોત વિનાના ૩૨ ભાંગા) લીધા નથી. કારણ કે ચૂર્ણિ - સપ્તતિકાવૃત્તિ, પંચસંગ્રહની વૃત્તિ આદિમાં ક્યાંય વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યનાં ઉદયસ્થાનો અને ઉદયભાંગા લીધાનો ઉલ્લેખ નથી.
તાતિસોય તોfછUા નિયપાસ વંથTUસ, | (ચૂર્ણિનો પાઠ) “નરગતિપ્રાયોથીયાતુ વળે છે, તથા-"ત્રિશસિં' (સપ્તતિકાવૃત્તિનો પાઠ) 'नरकगतिप्रायोग्यां त्वष्टाविंशतिं बध्नतां त्रिंशदुदयः, पञ्चेन्द्रियतिर्यङ्मनुष्याणां મિથ્યાણીનામ્ I ગ્રંશgય: પદ્રિતિરક્શ મિથ્યાશામ' (આ પાઠ પંચસંગ્રહની ટીકાનો છે)
આ રીતે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૧,૪૯, ૨૨૪ અને નરકપ્રાયોગ્ય ૨૮ના બંધ ૧૧૫૨૦ સત્તાસ્થાન થાય છે. બંને મળીને ૧,૬૦,૭૪૪ સત્તાસ્થાન ૨૮ના બંધે જાણવાં -
ર૯ના બંધનો સંવેધ -
૨૯નો બંધ પર્યાપ્તા વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય (૨૪), પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય (૪૬૦૮), પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય (૪૬૦૮) અને દેવપ્રાયોગ્ય (૮) એમ ચાર જાતનો છે અને કુલ ૯૨૪૮ બંધભાંગા છે. કેવલી ભગવાન સિવાય બધા જ જીવો કોઈને કોઈ રીતે આ બંધના બંધક છે. તેથી ૨૧થી ૩૧ સુધીમાં કુલ ૯ ઉદયસ્થાનક અને ૭૭૮૩ ઉદયભાંગા સંભવે છે. ક્ષપકશ્રેણીમાં જ અને અયોગી કેવલીમાં જ સંભવતાં સત્તાસ્થાનોને છોડીને ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮ એમ સાત સત્તાસ્થાનક ૨૯ના બંધ હોય છે.
૨૯નો બંધ કરનારા જુદા જુદા જીવોમાં ૨૧ના ઉદયે ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ સાતે સત્તાસ્થાન હોઈ શકે છે. ૨૪નો ઉદય માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org