Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૨ ગાથા : ૩૩-૩૪
છઠ્ઠો કર્મગ્રંથ ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ આ પ્રથમનાં ચાર ઉદયસ્થાનકમાં ૭૮ની સત્તા સંભવતી હોવાથી પાંચ પાંચ સત્તાસ્થાન અને પાછળનાં પાંચે ઉદયસ્થાનોમાં ૭૮ની સત્તા ન હોવાથી ચાર ચાર સત્તાસ્થાન હોય છે. તેથી ૨૩ના બંધની જેમ ઉદયસ્થાનવાર જુદી જુદી સત્તા ગણતાં ૪૦ સત્તાસ્થાન થાય છે. ભાંગા વાર સત્તા વિચારવી હોય તો ૨૩ના બંધની જેમ સત્તા છે. પણ દેવોના ૬૪ ઉદયભાંગા બંધક તરીકે જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં ૯૨ - ૮૮ એમ બે-બે સત્તાસ્થાન વધારે જાણવાં.
૨૫ના બંધના ૨૫ બંધભાંગા છે. તેમાં એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૫ના બંધના જે ૨૦ બંધભાંગા છે. તેમાં બાદર-પર્યાપ્તા-પ્રત્યેકના બંધવાળા ૮ બંધભાંગાનો સંવેધ કંઇક જુદો છે. કારણ કે તે ૮ ભાંગા દેવો પણ બાંધે છે તેથી ત્યાં ૭૭૦૪+૬૪= ૭૭૬૮ ઉદયભાંગા હોય છે. તથા બાકી રહેલા એકેન્દ્રિયના ૧૨ બંધભાંગા, અપર્યાપ્તા વિક્લેન્દ્રિયના ૩ બંધભાંગા અને અપર્યાપ્તા તિર્યંચનો ૧ બંધભાંગો એમ ૧૬ બંધભાંગાનો સંવેધ બરાબર ર૩ના બંધની જેમ જ છે. કારણ કે જે ૨૩ના બંધક છે તે જ તેને બાંધનારા છે તેથી ત્યાં ૭૭૦૪ ઉદયભાંગા હોય છે. તથા અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય જે ૧ બંધમાંગો છે તેનો સંવેધ પણ ૨૩ના બંધની જેમ જ જાણવો. તફાવત માત્ર એટલો જ છે કે ૨૩ના બંધનમાં જ્યાં જ્યાં પાંચ સત્તા કહી હોય ત્યાં ત્યાં સર્વત્ર અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય આ બંધમાંગે ૭૮ વિના ૪ સત્તા કહેવી. કારણ કે મનુષ્યપ્રાયોગ્ય બંધમાં મનુષ્યદ્વિકની સત્તા અવશ્ય હોય જ છે અને વૈક્રિય વાઉકાયના ૩ ઉદયભાંગા ન લેવા. કારણ કે તેઉવાયુના જીવો મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા નથી. જેથી ૭૭૦૧ ઉદયભાંગા જાણવા.
એકેન્દ્રિય પ્રાયોગ્ય ૧૨, વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩ અને ૫. તિર્યંચ પ્રાયોગ્ય ૧ એમ ૧૬ બંધભાંગાનો સંવેધ સંપૂર્ણપણે ૨૩ના બંધની જેમ જ છે. તેથી ૨૧ થી ૩૧ સુધીનાં કુલ ૯ ઉદયસ્થાન, ૭૭૦૪ ઉદયભાંગા, સામાન્યથી પ સત્તાસ્થાન, ઉદય સ્થાનવાર વિચારીએ તો ૪૦ સત્તાસ્થાન અને ઉદયભાંગાવાર વિચારીએ તો ૨૩ના બંધની જેમ ૩૦૯૭૨ સત્તાસ્થાન હોય છે. (ગ્રંથગૌરવના ભયથી તે ફરીથી લખતા નથી.) આ ૩૦૯૭૨ને ૧૬ બંધભાંગા વડે ગુણીએ તો ૧૬ બંધભાંગામાં ૪,૯૫,૫૫૨ સત્તાસ્થાન થાય છે
૮ બંધભાંગામાં ૨૩ના બંધની જેમ તો છે જ. તદુપરાંત દેવો બંધક તરીકે વધારે છે. તેના ૬૪ ઉદયભાંગા વધારે છે. દરેક ઉદયભાગે બે બે સત્તા વધારે છે. એટલે ૨૧ થી ૩૧ એમ કુલ ૯ ઉદયસ્થાનક, ૭૭૬૮ ઉદયભાંગા, સામાન્યથી પ સત્તાસ્થાનક, ઉદયસ્થાનવાર ૪૦ સત્તાસ્થાનક અને ઉદયભાંગા વાર ગુણીએ તો ૩૦૯૭૨ જે ૨૩ના બંધે સત્તા થઈ છે. તેમાં દેવોના ૬૪ ભાંગામાં બે બે સત્તા ગણતાં ૧૨૮ સત્તાસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org