Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૩૧
૯૫
૮૮-૮૬-૮૦ની સત્તા થયા બાદ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાલ ગયે છતે મનુષ્યદ્વિકની ઉલના સમાપ્ત થતાં ૭૮ની સત્તા થાય છે. આ ૭૮ની સત્તા જ્યાં સુધી તેઉકાય-વાઉકાયમાં રહે છે ત્યાં સુધી રહે છે અને તેઉકાય-વાઉકાયના ભવમાંથી નીકળીને જે જીવો એકેન્દ્રિય-વિક્લેન્દ્રિય અને ગર્ભજ-સંમુર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચમાં જાય છે. તેઓને પણ તે તે ભવમાં શરીર પર્યાપ્ત પૂર્ણ ન કરે ત્યાં સુધી પ્રથમનાં બે ઉદયસ્થાને નિયમા ૭૮ની જ સત્તા હોય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ત્રીજા ઉદયસ્થાનથી નિયમા મનુષ્યદ્ધિક બાંધે જ છે અને ૮૦ની સત્તા થાય છે.
આ રીતે ઉલના કરતાં ૮૮માંથી ૮૬-૮૦-૭૮ની જે સત્તા આવે છે અને ઉલના કરીને બીજા ભવોમાં જઇને ફરીથી મનુષ્યદ્ધિક, વૈક્રિયષટ્ક અને શેષદ્ધિક બાંધતાં ૭૮માંથી ૮૦-૮૬-૮૮ની જે સત્તા આવે છે તે સત્તાસ્થાનક એક જ ગણાય છે. કારણ કે પ્રકૃતિઓ તેની તે જ છે. કમ્મપયડિ, સિત્તરીની ચૂર્ણિ, સાતિકાભાષ્ય તથા તેની ટીકા. આ ચારે ગ્રંથો પહેલાં નિયમા દેવદ્વિક જ ઉવેલાય અને ત્યારબાદ નરકક્રિક અને વૈક્રિયચતુષ્ક ઉવેલાય એમ કહે છે અને છઠ્ઠા કર્મગ્રંથની પૂ. મલયગિરિજીકૃત ટીકા તથા પ્રસિદ્ધ ગુજરાતી વિવેચનો ગમે તે એક દ્વિકની ઉલના કરવાથી ૮૬ની સત્તા થાય એમ લખે છે. આ ૮૬-૮૦-૭૮ એમ ત્રણ સત્તાસ્થાનોને અધ્રુવ સત્તાત્રિક કહેવાય છે.
૯૩-૯૨-૮૯-૮૮ની સત્તાવાળા જીવો જો ઉપશમશ્રેણીમાં ચઢે અને ઉતરે તો ત્યાં નામકર્મની સત્તાનો ફરક પડતો નથી. કારણ કે માત્ર ઉપશમ જ કરે છે અને તે પણ મોહનીયકર્મનો, તથા ઉપશમ કરે તો પણ સત્તા તો રહે જ છે. તેથી ઉપશમશ્રેણીમાં નામકર્મનાં ઉપરોક્ત ચાર સત્તાસ્થાનક જ હોય છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકના પ્રથમભાગે ૧૩ નામકર્મ અને થિણદ્વિત્રિકનો ક્ષય થતાં ઉપરોક્ત ચારે સત્તાવાળા જીવોને અનુક્રમે ૮૦-૭૯-૭૬- ૭૫ આવાં ચાર સત્તાસ્થાનકો થાય છે. તેને દ્વિતીય સત્તા ચતુષ્ક' કહેવાય છે. આ ચારે સત્તાસ્થાનો નવમાના બીજા ભાગથી ચૌદમા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી હોય છે.
ચૌદમા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે અનુદયવતી સર્વે પ્રકૃતિઓની સત્તાનો ક્ષય થતાં ચરમસમયે તીર્થંકરપ્રભુને ૯ અને સામાન્યકેવલીને ૮ની સત્તા હોય છે.
(૧) આ બાબતમાં કેટલાક આચાર્યો એમ પણ માને છે કે તેઉ-વાઉમાંથી ૭૮ની સત્તાવાળો થઇને પૃથ્વીકાયાદિ શેષ ભવોમાં જાય ત્યાં સર્વપર્યાપ્તિઓ પૂર્ણ કરે ત્યાં સુધી ૭૮ની સત્તા હોઇ શકે છે. કારણ કે ૭૮ની સત્તાવાળા થઈને અન્ય ભવોમાં આવેલા જીવો મનુષ્યદ્ધિક બાંધે જ એવો નિયમ નથી. જુઓ - આ કર્મગ્રંથની ગાથા ૩૪-૩૫નું વિવેચન. પાના નંબર-૯૮/૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org