Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૩૧
છઠ્ઠો કર્મગ્રંથ
सुरगतिसुरानुपुर्वीलक्षणे सुरद्विके उद्वलितत्वादसति षडशीतिः, ततो नरकोचितषट्के नरकगतिनरकानुपूर्वीवैक्रियदेहवैक्रियाङ्गोपाङ्गवैक्रियसङ्घातवैक्रियबन्धनलक्षणे उवलि
૯૪
तत्वादसत्यशीतिः ।
સપ્તતિકા-ભાષ્યની ૧૫૩મી ગાથાની ટીકામાં શ્રી મેરુત્તુંગાચાર્યશ્રીએ તો આ વિષયની લંબાણપૂર્વકની ચર્ચા કરતાં છેલ્લે કહ્યું છે કે સપ્તતિકાની વૃત્તિમાં (એટલે કે છઠ્ઠા કર્મગ્રંથની ટીકામાં) શ્રી મલયગિરિજી મ.શ્રી વડે નરકદ્ધિકની ઉલના વડે ૮૬ની અને ત્યારબાદ દેવદ્ધિક તથા વૈક્રિય ચતુષ્કની ઉલના વડે ૮૦ની સત્તા જે કહી છે તે સમ્યક્ પ્રકારે સમજાતી નથી. કારણ કે સર્વે પણ જીવો એકેન્દ્રિયપણું પામે છે તે પ્રથમ દેવદ્વિક જ ઉવેલે છે. ત્યારબાદ નરકદ્ધિક અને વૈક્રિય ચતુષ્ક યુગપણે ઉવેલે છે.
કમ્મપયડિની સાક્ષી આપીને તેઓએ આ ટીકામાં આગળ લખતાં - નિંદ્રિયમ્સ સુરતુળમઓ સવ્વક વિ નયનુાં તિ' કમ્મપયડની આ ગાથા લખીને કહ્યું છે કે શ્રી મલયગિરિજી મ.શ્રીએ જ કમ્મપયડિની આ ગાથાની ટીકામાં લખ્યું છે કે એકેન્દ્રિયના જીવો પ્રથમ દેવદ્ધિકની જ ઉલના કરે છે. ત્યારબાદ નરકદ્ધિકની ઉલના કરે છે. છતાં અહીં સાતિકાની ટીકામાં આમ કેમ લખ્યું છે, તે બરાબર સમજાતું નથી. વિશેષાર્થીએ સપ્તતિકાભાષ્યની ટીકાનો આ પાઠ જોવો. આપણે છઠ્ઠા કર્મગ્રંથની ટીકાના આધારે ટીકાકારશ્રી મલયગિરિજીના પાઠને અનુસરીને અર્થ કરીએ છીએ કે
સત્તા થાય. આ ૮૮
૮૮માંથી કોઇ પણ એક દ્વિકની ઉલના એકેન્દ્રિયમાં કરે ત્યારે ૮૬ની સત્તા થાય. તેમાંથી શેષદ્ધિક અને વૈક્રિય ચતુષ્કની (એમ ૬ની) ઉલના કરે ત્યારે ૮૦ની ૮૬ - ૮૦ ત્રણે સત્તાસ્થાનો પૃથ્વીકાયાદિ પાંચે એકેન્દ્રિયમાં આવે છે તથા ૮૦ની સત્તાવાળા પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો પં. તિર્યંચ - મનુષ્યાદિમાં આવે અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા ન થાય. ત્યાં સુધી ૮૦ની જ સત્તા અને સર્વ પર્યાપ્તિ પૂર્ણ કરે. ત્યારબાદ દેવપ્રાયોગ્ય અથવા નરકપ્રાયોગ્ય બંધ કરે ત્યારે ૮૬ની સત્તા અને દેવ અથવા નરકમાંથી કોઇ પણ એક પ્રાયોગ્ય બંધ કરીને બીજા પ્રાયોગ્ય બંધ કરે ત્યારે ૮૮ની સત્તા પંચેન્દ્રિયના ભવમાં પણ આવે છે.
-
પૃથ્વીકાય-અપ્કાય અને વનસ્પતિકાયના ભવમાં વૈક્રિયાષ્ટકની ઉલના કરીને ૮૦ની સત્તાવાળા થઇને તેઉકાય-વાઉકાયમાં જે જીવો જાય તેવા જીવો અથવા પ્રથમથી જ તેઉકાય - વાઉકાયમાં આવીને જ વૈક્રિયાષ્ટકની ઉલના કરીને ૮૦ની સત્તાવાળા થયા બાદ તે જ જીવો મનુષ્યદ્વિકની ઉલના કરે છે. જે જીવો જે કર્મપ્રકૃતિઓ ભવસ્વભાવે બાંધતા જ ન હોય તે જીવો તે ભવમાં વધારે કાલ રહે તો સત્તામાં રહેલી તે પ્રકૃતિઓની ઉલના કરીને સત્તાનો પણ ક્ષય કરે છે. તેઉકાય-વાઉકાયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org