Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૨
ગાથા : ૨૯-૩૦
છઠ્ઠો કર્મગ્રંથ
થયા ? તે આ બે ગાથામાં ગ્રંથકારશ્રી સમજાવે છે. તે ૨૮મી ગાથાના વિવેચનથી અને છેલ્લે આલેખેલા ચિત્રથી સમજાય તેમ છે.
૨૦ના ઉદયે સામાન્યકેવલી પ્રભુનો ૧ ઉદયભાંગો જ હોય છે.
૨૧ના ઉદયે એકેન્દ્રિયના ૫, વિક્લેન્દ્રિયના ૯, સામાન્ય તિર્યંચના ૯, સામાન્ય મનુષ્યના ૯, તીર્થંકરપ્રભુનો ૧, દેવોના ૮ અને નારકીનો ૧ મળીને કુલ ૪૨ ઉદયભાંગા હોય છે.
૨૪ના ઉદયે એકેન્દ્રિયના ૧૧ ઉદયભાંગા હોય છે.
૨૫ના ઉદયે એકેન્દ્રિયના ૭, વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહારક મનુષ્યનો ૧, દેવોના ૮ અને નારકીનો ૧ કુલ ૩૩ ઉદયભાંગા છે.
૨૬ના ઉદયે એકેન્દ્રિયના ૧૩, વિક્લેન્દ્રિયના ૯, સામાન્ય તિર્યંચના ૨૮૯, સામાન્ય મનુષ્યના ૨૮૯, મળીને કુલ ૬૦૦ ઉદયભાંગા હોય છે.
૨૭ના ઉદયમાં એકેન્દ્રિયના ૬, વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહારક મનુષ્યનો ૧, તીર્થંકરપ્રભુનો ૧, દેવોના ૮ અને નારકીનો ૧ મળીને કુલ ૩૩ ઉદયભાંગા હોય છે.
૨૮ના ઉદયે વિકલેન્દ્રિયના ૬, સામાન્ય પં. તિર્યંચના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારક મનુષ્યના ૨, દેવોના ૧૬ અને નારકીનો ૧ મળીને કુલ ૧૨૦૨ ઉદયભાંગા હોય છે.
૨૯ના ઉદયે વિક્લેન્દ્રિયના ૧૨, સામાન્ય પં. તિર્યંચના ૧૧૫૨, વૈક્રિય પં. તિર્યંચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારક મનુષ્યના ૨, તીર્થંકર પ્રભુનો ૧, દેવના ૧૬ અને નારકીનો ૧ એમ સર્વે મળીને કુલ ૧૭૮૫ ઉદયભાંગા થાય છે.
૩૦ના ઉદયે વિક્લેન્દ્રિયના ૧૮, સામાન્ય પં. તિર્યંચના ૧૭૨૮, વૈક્રિય પં. તિર્યંચના ૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, વૈક્રિય મનુષ્યનો ૧, આહારક મનુષ્યનો ૧, કેવલી મનુષ્યનો ૧ અને દેવના ૮ મળીને કુલ ૨૯૧૭ ઉદયભાંગા થાય છે.
૩૧ના ઉદયે વિક્લેન્દ્રિયના ૧૨, સામાન્ય પં. તિર્યંચના ૧૧૫૨ અને તીર્થંકર પ્રભુનો ૧ મળીને કુલ ૧૧૬૫ ઉદયભાંગા થાય છે.
૯ના ઉદયે તીર્થંકર પ્રભુનો ૧ અને ૮ના ઉદયે સામાન્ય કેવલીપ્રભુનો ૧, ઉદયભાંગો જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org