Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૩૩-૩૪
છઠ્ઠો કર્મગ્રંથ સત્તાસ્થાનકોમાં જે જિનનામવાળાં છે તે ૯૩-૮૯ તથા ક્ષપકશ્રેણીમાં જ આવવાવાળાં ૭૯-૭૬-૭૫-૯-૮ એમ કુલ ૭ સત્તાસ્થાનકો છોડીને બાકીનાં ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ એમ પાંચ સત્તાસ્થાનક ૨૩ના બંધ હોય છે. જિનનામની સત્તાવાળા જીવો તિર્યંચ પ્રાયોગ્ય બંધ જ કરતા નથી. તે માટે ૯૩ - ૮૯ની સત્તા હોતી નથી. ક્ષપકશ્રેણીમાં એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ જ નથી. માટે ક્ષપકશ્રેણીમાં જ આવનારાં સત્તાસ્થાનો પણ ૨૩ના બંધ હોતાં નથી.
૨૧-૨૪-૨૫-૨૬ આ ચાર ઉદયસ્થાનકોમાં ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ પાંચે સત્તાસ્થાનક સંભવે છે. કારણ કે તેઉકાય - વાયુકાયને આ ચાર ઉદયસ્થાનક પણ હોય છે અને ૭૮ની સત્તા પણ હોય છે. તથા તેઉ - વાયુમાંથી નીકળીને પૃથ્વીકાયાદિમાં ગયેલાને પ્રથમનાં બે ઉદયસ્થાનક સુધી ૭૮ની સત્તા હોય છે. તેથી પૃથ્વી - અષ્કાય - વનસ્પતિકાયને ૨૧ - ૨૪માં અને વિક્લેન્દ્રિય તથા સા.પં. તિર્યંચને ૨૧-૨૬માં ૭૮ની સત્તા સંભવે છે. બાકીનાં ૯૨-૮૮-૮૬-૮૦નાં સત્તાસ્થાનો તો સુખે સુખે સંભવે છે. પરંતુ ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ આ પાંચ ઉદયસ્થાનોમાં ૭૮ વિના બાકીનાં ચાર જ સત્તાસ્થાનક હોય છે. કારણ કે આ પાંચ ઉદયસ્થાનો તેઉ - વાઉને છે જ નહીં કે જેથી ૭૮ની સત્તા સંભવે. તથા પૃથ્વીકાયાદિ શેષ જીવોને યથાયોગ્ય આ ઉદયસ્થાનો હોય છે. પરંતુ તેઓને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયેલી હોવાથી અવશ્ય મનુષ્યદ્રિક બાંધે જ છે એટલે ૮૦ આદિ સત્તાસ્થાનો હોય છે. પરંતુ ૭૮ની સત્તા હોતી નથી. આ રીતે વિચારતાં નવ ઉદયસ્થાનવાર કુલ ૪૦ સત્તાસ્થાનો ૨૩ના બંધ થાય છે. તેનું ચિત્ર આ પ્રમાણે - ' (૧) ચૂર્ણિકાર, સપ્તતિકાકાર (છટ્ટા કર્મગ્રંથના કર્તા) તથા તેની ટીકા લખનાર શ્રી મલયગિરિજી મ. શ્રી ૭૮ની સત્તા તેઉ-વાયુને અને ત્યાંથી નીકળીને પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થયેલા જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ૨૧-૨૪માં અને ૨૧-૨૬માં જ માને છે. અવૈક્રિય તેઉવાહને ૨૧-૨૪-૨૫-૨૬માં ૭૮ની સત્તા હોય એમ માને છે. (મદુત્તર તેડવીનત્તને વેત્રને પત્ર लब्भइ सेसपज्जत्तगेसु अट्ठत्तरी न लब्भइ तेउवाउ वज्जो पजत्तगो मणुयगई (२) नियमा बंधइत्ति
Ts | (ચૂર્ણિનો પાઠ) તથા તત્તે નાયિવાયુ વડચ: સડપ પક્ષો નિયમાનુગતિમrણાપૂવ્ય વળાતિ (સપ્તતિકાની ટીકાનો પાઠ.)
છતાં સપ્તતિકાભાષ્યની ગાથા ૧૭માં પૂ. અભયદેવસૂરિજી મ. તિર્યંચગતિમાં સર્વે ઉદયસ્થાનોમાં ૭૮ની સત્તા હોય છે એમ કહે છે. તેની ટીકામાં ટીકાકાર શ્રી મેરૂતુંગાચાર્ય મ.શ્રી આ વાત વધારે સ્પષ્ટ કરે છે. ૧૭૯ ગાથા આ પ્રમાણે -
सव्वत्थ वि अडसयरि, अन्ने तिरियाण उरलउदएसु । पणसगवीसुदएसुं तेवीसचउ वि मणुएसु ।। १७९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org