Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૩
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૬ દેવપ્રાયોગ્ય ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ એમ ૪ બંધસ્થાનક અને ૧૮ બંધભાંગા
દેવપ્રાયોગ્ય બંધસ્થાનક ૨૮-૨૯-૩૦-૩૧ એમ જ હોય છે. ત્યાં મનુષ્ય અને તિર્યંચ પ્રાયોગ્ય જે ૨૯ પ્રકૃતિઓ છે. તેમાંથી ૧ સંઘયણ બાદ કરતાં અને ગતિ, આનુપૂર્વી વગેરે બદલાવતાં બાકીની ૨૮ જે પ્રકૃતિઓ થાય છે. તે જ ૨૮ દેવપ્રાયોગ્ય છે. ફક્ત ત્યાં સ્થિરઅસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ એમ ૩ જ પ્રકૃતિઓ પ્રતિપક્ષી બંધાય છે. બાકીની બધી પ્રતિપક્ષી પ્રવૃતિઓ શુભ જ બંધાય છે. તેથી આ ૩ પ્રતિપક્ષીના પરસ્પર ફેરફારથી ૮ બંધમાંગા થાય છે. આ ૨૮નો દેવપ્રાયોગ્ય બંધ ૧ થી ૫ ગુણસ્થાનકમાં વર્તતા લબ્ધિપ. તિર્યંચો તથા ૧ થી ૮/૬ ભાગ સુધીમાં વર્તતા લબ્ધિ પર્યાપ્તા મનુષ્યો કરે છે.
આ ૨૮માં જિનનામ મેળવવાથી ર૯નો બંધ થાય છે. ત્યાં પણ સ્થિરાદિ ૩ જ પ્રતિપક્ષી બંધાય છે. તેથી ૮ જ બંધમાંગા થાય છે અને તે ર૯ને બાંધનારા ૪ થી ૮/૬ ભાગ સુધીના ગુણસ્થાનકોમાં વર્તતા મનુષ્ય માત્ર જ છે. કારણ કે તે બંધમાં જિન નામકર્મ છે અને તિર્યચો જિનનામ બાંધતા નથી. તે ૨૮માં આહારકહિક જો મેળવીએ તો ૩૦નો બંધ દેવપ્રાયોગ્ય થાય છે અને તે ૨૮માં આહારદ્ધિક અને જિનનામ એમ બન્ને મેળવીએ તો ૩૧નો બંધ દેવપ્રાયોગ્ય થાય છે. આ બંને ૩૦-૩૧ના બંધો આહારકદ્ધિક સહિત હોવાથી સાતમે ગુણઠાણે અને આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધીમાં વર્તનારા મનુષ્યો જ માત્ર બાંધે છે. ત્યાં અસ્થિર અશુભ – અપયશ ન બંધાતાં હોવાથી સર્વે શુભ પ્રકૃતિઓ જ બંધાય છે. તે માટે એક એક બંધમાંગો હોય છે. કુલ ૨૮ના બાંધે ૮, ૨૯ના બંધે ૮, ૩૦ના બંધે ૧ અને ૩૧ના બંધે ૧, મળીને ૧૮ બંધભાંગા દેવપ્રાયોગ્ય ૪ બંધસ્થાનકના હોય છે.'
(૧) અહીં એક શંકા થવી સંભવિત છે કે જિનનામ અને આહારકદ્ધિક અત્યંત શુભ પ્રવૃતિઓ છે. શe અધ્યવસાયથી બંધાય છે. તો પછી આઠમાના છઠ્ઠા ભાગથી તેનો બંધવિચ્છેદ કેમ થયો ? ઉપશમ અને પક એમ બંને શ્રેણીમાં આઠમાના છઠ્ઠા ભાગથી આગળ પણ ઘણી વિશુદ્ધિ છે. અત્યંત શુભ પરિણામ છે. તેથી નવમા - દસમા ગુણઠાણે પણ જિનનામ- આહારકદ્ધિક બંધાવું જોઈએ. આવી શંકાનો ઉત્તર આ પ્રમાણે સમજવો કે શુભ અધ્યવસાયોથી પુણ્ય પ્રવૃતિઓ બંધાય છે એમ નથી. પરંતુ અધ્યવસાયમાં રહેલા શુભ (પ્રશસ્ત) એવા રાગ - ૮ષાત્મક જે કાષાયિક પરિણામ છે. તે રૂપ પ્રશસ્ત કષાયથી પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. જિનેશ્વર પરમાત્મા પ્રત્યે, તેમની વાણી પ્રત્યે, તેમના ચારિત્ર પ્રત્યે, જગતના સત્ય સ્વરૂપ પ્રત્યે જે રાગ અને મિથ્યા કલ્પનાઓ પ્રત્યે જે વેષતે રૂપ પ્રશસ્ત કષાયથી પુણ્ય પ્રકૃતિઓ બંધાય છે અને આવા પ્રકારના પુણ્યના બંધનો હેતુ બને તેવા કષાયો આઠમાના છઠ્ઠા ભાગ સધી જ હોય છે. ત્યારબાદ હાસ્યષટક ઉપશાંત અથવા ક્ષીણ થતું હોવાથી બંધહેતુ બને એવા રાગદ્વેષ છે જ નહીં. તેથી જિનનામ અને આહારકદ્ધિક બંધાતાં નથી. આવા જીવોને મુક્તિનો રાગ અને સંસારનો દ્વેષ પણ ટળી જાય છે. એટલે અધ્યયસાયમાં રહેલા પ્રશસ્ત કષાયો બંધહેતુ છે. તે આઠમાના છઠ્ઠા ભાગથી આગળ નથી. માટે તીવ્ર વૈરાગ્યવાળા અને વીતરાગતા પ્રાપ્ત કરવાની પ્રધાનતાવાળા શુભ અધ્યવસાયોથી કેવળ નિર્જરા જ થાય છે. પરંતુ આવી પુણ્યપ્રકૃતિઓ પણ બંધાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org