Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૨
ગાથા : ૨૮
છઠ્ઠો કર્મગ્રંથ ૨૯નો ઉદય પં. તિર્યંચમાં વિક્લેન્દ્રિયની જેમ ૧ ઉચ્છવાસ સાથે અને બીજો ઉચ્છવાસના અનુદયે ઉદ્યોત સાથે થાય છે એમ બંને પ્રકારમાં સંઘયણ-સંસ્થાનવિહાયોગતિ, સૌભાગ્ય-દર્ભાગ્ય, આદેય-અનાદેય અને યશ-અયશના પરસ્પર જોડાણથી પ૭૬૫૭૬ ઉદયભાંગા થાય છે. ઉચ્છવાસ સાથે પણ ૫૭૬ અને ઉદ્યોત સાથે પણ પ૭૬ એમ બંને મળીને ૨૯ના ઉદયમાં ૧૧૫ર ઉદયભાંગા જાણવા.
ઉચ્છવાસ સાથે જે ર૯નો ઉદય શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ થયા પછી થયો. તેમાં ભાષા પર્યાતિ પૂર્ણ થયે છતે સ્વર નામકર્મનો ઉદય થવાથી ૨૯ + ૧ સ્વર = ૩૦નો ઉદય થાય છે. ત્યાં સુસ્વર - દુઃસ્વર એમ બંને સ્વરોનો ઉદય જુદા - જુદા જીવોમાં સંભવતો હોવાથી ૫૭૬ x ૨ = ૧૧૫૨ ઉદયભાંગા પં. તિર્યંચમાં સ્વર સાથેના ૩૦ના ઉદયમાં થાય છે અથવા કોઈ કોઈ જીવોને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં સ્વરના અનુદયે ઉદ્યોતનો ઉદય પણ થઈ શકે છે તેથી ઉચ્છવાસ સહિતની ૨૯માં ઉદ્યોત ભેળવવાથી પણ ૩૦નો ઉદય થાય છે. ત્યાં બીજી કોઈ વધારે પ્રતિપક્ષી ન હોવાથી પ૭૬ જ ઉદયભાંગા થાય છે. આ રીતે પં. તિર્યંચમાં ૩૦ના ઉદયે ૧૧૫ર + પ૭૬ મળીને કુલ ૧૭૨૮ ઉદયભાંગા થાય છે.
તથા ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયે છતે સ્વરનો ઉદય થવાથી ૩૦નો ઉદય થયા બાદ કોઈ કોઈ જીવોને જો ઉદ્યોતનો ઉદય થાય તો સ્વર સાથે ૩૦ + ૧ ઉદ્યોત આમ મળીને કુલ ૩૧નો ઉદય એક જ રીતે થાય છે. તેમાં બે સ્વર પ્રતિપક્ષી હોવાથી ૧૧૫ર ઉદયભાંગા થાય છે. આ રીતે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચમાં ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ એમ છ ઉદયસ્થાનકો અને તેના અનુક્રમે ૯-૨૮૯-૫૭૬-૧૧પ૨-૧૭૨૮-૧૧૫ર ઉદયભાંગા થાય છે. છએ ઉદયસ્થાનકોના મળીને કુલ ઉદયભાંગા ૪૯૦૬ થાય છે.'
વૈક્રિય પં. તિર્યંચનાં ૫ ઉદયસ્થાનક અને પ૬ ઉદયભાંગા -
તપશ્ચર્યા આદિ ગુણો દ્વારા તિર્યંચભવમાં પં. તિર્યંચના જીવો વૈક્રિય શરીરની લબ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને જ્યારે વૈક્રિય શરીરની રચના કરે છે. ત્યારે ઔદારિક
(૧) કેટલાક આચાર્યો સૌભાગ્યની સાથે આદેય જ અને દૌર્ભાગ્યની સાથે અનાદેય જ ઉદયમાં હોય છે એમ માને છે. તેથી સા. પં. તિર્યંચને ૨૧ના ઉદયે પર્યાપ્તાના ને બદલે ૪, ૨૬ના ઉદયે ૨૮૮ને બદલે ૧૪૪ ઇત્યાદિ સર્વઠેકાણે અર્ધા ભાંગા થાય છે. મનુષ્ય - દેવાદિમાં પણ આ મતે અર્ધા ભાંગા સમજી લેવા. ચૂર્ણિમાં કહ્યું છે કે - મuvજે મારિયા મતિ - જૂન - आएज्जा उ जुगवं उयेति, दूभग - अणाएजा जुगवं उदेंति, तम्हा एत्थ पंच भंगत्ति । ५. મલયગિરિજી મ.ની ટીકામાં પણ કહ્યું છે કે - “પરે પુનાદુ – સુમારે યુપકુમાથાતિ दुर्भगानादेये च ।' इत्यादि.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org