Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૨૮
છટ્ટો કર્મગ્રંથ
આ ૨૬માં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાઘાત અને અશુભ વિહાયોગતિનો ઉદય મેળવવાથી ૨૮નો ઉદય થાય છે. ત્યાં પરાઘાતનો ઉદય થયેલ હોવાથી અપર્યાપ્ત નામકર્મ ઉદયમાં હોતું નથી. માટે પર્યાપ્ત સાથે યશ અને અયશના માત્ર ૨ જ ઉદયભાંગા ૨૮ના ઉદયે બેઇન્દ્રિય જીવોને હોય છે. વિક્લેન્દ્રિયના જીવોને અશુભ વિહાયોગતિ જ ઉદયમાં હોય છે. શુવિહાયોતિ હોતી નથી તેથી તદાશ્રિત વધારે ભાંગા થતા નથી. ચૂર્ણિમાં કહ્યું છે કે - ‘અપન્નત્યોગો પસત્ય વિહાયોાતી ય નસ્થિ ત્તિ જાઉં'. વિકલેન્દ્રિયને ૨૮ના ઉદયમાં અપર્યાપ્તનો અને પ્રશસ્ત વિહાયોગતિનો ઉદય હોતો નથી.
८०
આ ૨૮માં ઉચ્છ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થવાથી ૨૯નો ઉદય થાય છે. ત્યાં યશ-અયશ વિના બીજી કોઇ પ્રતિપક્ષી ન હોવાથી ઉચ્છ્વાસયશ તથા ઉચ્છ્વાસ-અયશ સાથે ૨ જ ઉદયભાંગા થાય છે તથા ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં ઉચ્છ્વાસના અનુદયે શરીરપર્યાપ્તિએ પર્યામા કોઇ કોઇ જીવોને ઉદ્યોતનો ઉદય પણ થાય છે. તેથી ૨૮માં ઉદ્યોત મેળવવાથી પણ ૨૯નો ઉદય થાય છે. ત્યાં પણ યશ-અયશ સાથે ૨ ઉદયભાંગા થાય છે. આમ ૨૯ના ઉદયે ઉચ્છ્વાસ સાથે ૨ અને ઉદ્યોત સાથે ૨ મળીને કુલ ૪ ઉદયભાંગા બેઇન્દ્રિય જીવોને હોય છે.
ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા થયેલા જીવને ઉચ્છવાસના ઉદય સાથે જે ૨૯નો ઉદય છે તે જ જીવને આગળ જતાં ભાષાપર્યાપ્તિ પૂર્ણ કરતાં સ્વરનો ઉદય શરુ થાય છે. સુસ્વર અથવા દુઃસ્વર બેમાંથી ૧ સ્વરનો ઉદય વધે છે. તેથી ૨૯+સ્વર મળીને ૩૦નો ઉદય થાય છે. આ ૩૦ના ઉદયના સુસ્વર-૬ઃસ્વર તથા યશ-અયશના મળીને ૪ ઉદયભાંગા થાય છે. (૧) સુસ્વર-યશ, (૨) સુસ્વર-અયશ, (૩) દુઃસ્વર-યશ, (૪) દુઃસ્વર - અયશ. આમ ૪ ભાંગા સ્વર સહિત જાણવા તથા ભાષા પર્યાપ્તિએ અપર્યાપ્તાને ઉચ્છવાસના ઉદય પછી ઉદ્યોતનો ઉદય પણ કોઇ કોઇ જીવને થાય છે. ત્યારે ઉદ્યોત સાથે યશ - અયશના ૨ ભાંગા ૩૦ના ઉદયમાં વધારે થાય છે. તેથી સ્વર સાથે ૩૦ના ૪ અને ઉદ્યોત સાથે ૩૦ના ૨ એમ મળીને ૩૦ના ઉદયે બેઇન્દ્રિય જીવને ૬ ઉદયભાંગા થાય છે.
ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તા થયેલા જીવને સ્વરનો ઉદય થવાથી સ્વર સાથે થયેલી ૩૦ પ્રકૃતિમાં પછીથી ઉદ્યોતનો ઉદય ભેળવવાથી ૩૧નો ઉદય થાય છે. ત્યાં સુસ્વરદુઃસ્વર અને યશ - અયશના ૪ ભાંગા ત્રીસના ઉદયની જેમ જાણવા. આ પ્રમાણે બેઇન્દ્રિય જીવોને ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ આમ ૬ ઉદયસ્થાનક
(૧) કેટલાક આચાર્યો બેઇન્દ્રિયાદિ જીવોને સુસ્વરનો ઉદય માનતા નથી. માત્ર દુ:સ્વરનો જ ઉદય હોય છે એમ માને છે. પરંતુ આ મત બરાબર નથી. કારણ કે શંખાદિમાં સુસ્વરનો ઉદય દેખાય છે તથા કર્મગ્રંથ - પંચસંગ્રહાદિમાં કહેલો પણ છે. ચૂર્ણિની ૨૫મી ગાથામાં આવો પાઠ છે अण्णे भांति - सुस्सरं विगलिंदियाणं णत्थि, तण्ण संतकम्मे उक्तत्वात् ।
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org